જ્યારથી આમિર ખાનની ફિલ્મ ઠગ્સ ઓફ હિંદુસ્તાન પર કામ શરૂ થયું છે. ત્યારથી આ ફિલ્મના કિરદારોના લૂક પર ઘણી ચર્ચા થઈ રહી છે. આમિર પોતાની નાકની નથણી અને હેર સ્ટાઈલના કારણે પોતાનો થોડો લૂક બતાવી ચુક્યા છે. પરંતુ બિગ બીનો લૂક દર્શકો માટે એક મિસ્ટ્રી હતી. આ દરમિયાન એક તસવીર ઈન્ટરનેટ પર ઘણી વાઈરલ થવા લાગી. આ તસવીર અંગે દાવા થતાં હતાં કે આ બિગ બીનું લુક છે. પરંતુ અસલ વાત તો કાંઈક બીજી જ છે.
જી હાં અસલ વાત એ છે કે આ બિગ બીનું લૂક નથી. ના આ તેમની લૂક ટેસ્ટની તસવીર છે. અસલમાં આ અમિતાભ બચ્ચન જ નથી. મહાનાયકની જેમ દેખાતા આ વ્યક્તિની તસવીર વર્ષ 1981ની છે. ફોટોગ્રાફર સ્ટીવ મૈક્કરીએ આ તસવીર બલૂચિસ્તાનમાં લીધી હતી અને આ વ્યક્તિ એક અફઘાની રેફ્યૂઝી હતો.
આ તસવરીને કારણે તમે પણ કન્ફ્યૂઝ થઈ રહ્યાં છો તો તમે થોડી રાહ જુઓ થોડા જ સમયમાં બિગ બીનો લૂક પણ જોવા મળશે. અત્યારે તો એ થોડો આરામ કરીને પછી કામ શરૂ કરવાના છે. ભારે ભરખમ કોસ્ચ્યૂમ અને રાજસ્થાનની ગરમીના કારણે તેઓ થોડી તકલીફમાં હતાં. પરંતુ હવે તેમની હાલત સારી છે.
નોંધનીય છે કે કાલે સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને જોધપુરમાં શૂટિંગ દરમિયાન અચાનક પેટમાં દુખાવો શરૂ થઈ ગયો હતો. જેથી ફિલ્મનું શૂટિંગ રોકી દેવામાં આવ્યું હતું. પેટ દર્દની સારવાર માટે અમિતાભજીના ડોક્ટરને મુંબઈથી ચાર્ટર વિમાન દ્વારા જોધપુર બોલાવવામાં આવ્યા હતા. બતાવવામાં આવી રહ્યું છે કે અમિતભા બચ્ચન એક ફિલ્મના શૂટિંગ માટે જોધપુર ગયા છે. ત્યારે આજે વહેલી સવારે 4 વાગ્યે તેને અચાનક પેટમાં દુખાવો થયો હતો. જેથી ડોક્ટર્સની ટીમને તાત્કાલીક જોધપુર બોલાવવામાં આવી છે. હાલ તો અમિતાભ બચ્ચન આરામ કરી રહ્યાં છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર