આ કારણોથી શ્રીદેવીના પાર્થિવ દેહને મુંબઈ લાવવામાં લાગી રહી છે વાર!

News18 Gujarati
Updated: February 25, 2018, 3:26 PM IST
આ કારણોથી શ્રીદેવીના પાર્થિવ દેહને મુંબઈ લાવવામાં લાગી રહી છે વાર!

  • Share this:
બોલિવૂડ એક્ટ્રેસ શ્રીદેવીનું હાર્ટ એટેક થતાં નિધન થઈ ગયું હતું. તે પોતાના ભાણેજ અને બોલિવૂડ એક્ટર મોહિત મારવાહના લગ્નમાં દુબઈ ગઈ હતી. પાર્થિવ દેહને ભારત લાવવા માટે જરૂરી પ્રક્રિયા ચાલી રહી છે. પહેલા દુબઈમાં તેમના મૃતદેહનું પોસ્ટમોટમ કરવામાં આવશે અને તેના પછી દુબઈ પોલીસ ફોરેન્સિક તપાસ રિપોર્ટ તૈયાર કરશે.

પહેલા કહેવામાં આવી રહ્યું હતું કે શ્રીદેવીનો મૃતદેહ બપોરે બે વાગ્યા સુધી ભારત લાવી દેવામાં આવશે પરંતુ આ પ્રક્રિયા પર ધ્યાન નાંખીએ તો પાર્થિવ દેહ સાંજ સુધી જ મુંબઈ પહોંચી શકશે. સૂત્રો પ્રમાણે તેમનો મૃતદેહ ચાર્ટેડ પ્લેન દ્વારા મુંબઈ લાવવામં આવશે.

જણાવી દઈએ કે દુબઈમાં નિધન થવાને કારણે તેમના પાર્થિવ શરીરને મુંબઈ લાવવું કોઈ સરળ કામ નથી. તેના માટે એક મોટી પ્રક્રિયા છે.

1.સૌથી પહેલા તો હોસ્પિટલ, સ્વાસ્થ્ય મંત્રાલય અને પોલીસ નિધન સાથે જોડાયેલી બધી ફોર્માલિટીઝ પુરી કરે છે. આ રવિવારથી ગુરૂવાર સુધી સવારે 8 કલાકથી બપોરે 2 વાગ્યા સુધી થાય છે.
2. દુબઈમાં ઓફિસ ટાઈમીંગ પુરૂ થતા કે રજાના દિવસે સંબંધિત અધિકારીઓની મદદ લઈ શકાય છે.
3. નિધન સાથે જોડાયેલ ફોર્માલિટીઝ માટે કોન્સ્યુલેટ અધિકારી પાસેથી 24 કલાક મદદ લઈ શકાય છે.4.દુબઈમાં ઘર કે હોસ્પિટલ ઉપરાંતની જગ્યાએ મૃત્યુ થાય તો મૃતદેહની ખાસ તપાસ કરવામાં આવી છે.
5.મૃત્યુ પ્રમાણ પત્ર કે પોલીસ સર્જન પાસેથી પત્ર લેવો જરૂરી છે.
6.જો મૃત્યુ હોસ્પિટલ કે એમ્બ્યુલન્સમાં થાય તો મૃત્યુપ્રમાણ પત્ર હોસ્પિટલના અધિકારીઓ આપે છે.
First published: February 25, 2018, 3:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading