Home /News /entertainment /જે રિસોર્ટમાં થયા વિરૂષ્કાના લગ્ન, જાણો તે રિસોર્ટનું કેટલું છે ભાડું?

જે રિસોર્ટમાં થયા વિરૂષ્કાના લગ્ન, જાણો તે રિસોર્ટનું કેટલું છે ભાડું?

    બોલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ 11 ડિસેમ્બર 2017માં ઈટલીમાં લગ્ન કર્યા, બંનેએ પરંપરાગત રીતે હિંદુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યાં. ઇટલીના ટસ્કનીમાં આવેલા બોર્ગો ફિનેકિએટો રિસોર્ટમાં લગ્ન કર્યાં. આ રિસોર્ટ 800 વર્ષ જુનો છે. અને આ વિસ્તાર પહાળો વચ્ચે વસેલો છે.

    બોર્ગો ફિનેકિએટોની વેબસાઈટ મુજબ, જોન ફિલિપ્સ આ રિસોર્ટના માલિક છે. તેમણે 2001માં આ પ્રોપર્ટી ખરીદી હતી. અને 8 વર્ષ સુધી આ પ્રોપર્ટીને રિનોવેટ કરી.

    ફોર્બ્સની યાદિ મુજબ દુનિયાના સૌથી મોંઘા 20 રિસોર્ટસમાં બોર્ગો ફિનેકિએટો બીજા નંબર છે. ખાસ કરીને ડિસેમ્બરમાં આ રિસોર્ટનું ભાડુ 10થી 12 લાખ રૂપિયા છે.


    જે રિસોર્ટમાં વિરાટ-અનુષ્કાના લગ્ન થયા, તે રિસોર્ટને સજાવવાથી લઈને લગ્નની તમામ જવાબદારી ડિઝાઈનર દેવિકા નારાયણ કરી હતી. જ્યારે લગ્નની તમામ તસવીરો તેમના પતિ જોસેફ રાધિકે પોતાના કેમરામાં કેદ કરી હતી.
    First published:

    Tags: Anushka Sharma, વિરાટ કોહલી

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો