Home /News /entertainment /

Hera Pheri 3 ની સ્ક્રિપ્ટ તૈયાર, ફરી જોવા મળશે અક્ષય-સુનીલ અને પરેશ રાવલની તિકડી

Hera Pheri 3 ની સ્ક્રિપ્ટ તૈયાર, ફરી જોવા મળશે અક્ષય-સુનીલ અને પરેશ રાવલની તિકડી

હેરા ફેરી 3

હેરા ફેરીનાં પ્રોડ્યૂસર ફિરોઝ નડિયાદવાલા (Firoz Nadiadwala)એ હેરા ફેરી 3 (Hera Pheri 3) અંગે કન્ફર્મ કર્યું છે કે, તે અક્ષય કુમાર (Akshay Kumar), સુનીલ શેટ્ટી (Suniel Shetty)અને પરેશ રાવલ (Paresh Rawal) સાથે ત્રીજી ઇન્સટોલમેન્ટ લઇને આવી રહ્યાં છે.

વધુ જુઓ ...
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: રાજૂ (Raju), શ્યામ (Shyam) અને બાબૂ ભૈયા (BabuBhaiya) આપને યાદ જ હશે. હેરા ફેરીનાં પહેલાં પાર્ટમાં તેમની મસ્તી અને પછી બીજા પાર્ટમાં ધમાલ મચાવ્યા બાદ હવે આ તિકડી ત્રીજો પાર્ટમાં સાથે જોવા મળશે. ફિલ્મ હેરાફેરીની રિલીઝને 21 વર્ષ પૂર્ણ થવા પર ફિલ્મનાં પ્રોડ્યુસર ફિરોઝ નડિયાદવાલા (Firoz Nadiadwala)એ હેરા ફેરી 3 (Hera Pheri 3) અંગે કન્ફર્મ કર્યું છે કે, તે અક્ષય કુમાર (Akshay Kumar), સુનીલ શેટ્ટી (Suniel Shetty)અને પરેશ રાવલ (Paresh Rawal) સાથે ત્રીજી ઇન્સટોલમેન્ટ લઇને આવી રહ્યાં છે.

    હેરાફેરી (Hera Pheri)નાં પ્રોડ્યુસર ફિરોઝ નડિયાદવાલા (Firoz Nadiadwala)એ એક એન્ટરટેઇનમેન્ટ પોર્ટલ સાથે વાત કરતાં જણાવ્યું કે, સક્રિપ્ટ તૈયાર થયા બાદ આ તિકડી ફિલ્મનાં ત્રીજા પાર્ટની (Hera Pheri 3)ની ઓફિશિયલ જાહેરાત કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે, આ વખતે આઇડિયા ફક્ત હેરા ફેરી 3નો નથી પણ અમે આગળ પણ આ સિરીઝ ચાલુ રાખીએ એવું વિચારીએ છીએ.

    પ્રોડ્યુસરનું કહેવું છે કે, અમે આ સ્ક્રિપ્ટ અંગે વધુ ધ્યાન આપી રહ્યાં છીએ. હવે જ્યારે બધુ જ બરાબર ગોઠવાઇ રહ્યું છે તો હું ઇચ્છીશ કે, હવે 2-3 હેરાફેરી સાથે બનાવીએ.



    ફિરોઝ નડિયાદવાલાનું કહેવું છે કે, ફિલ્મની ફ્રેન્ચાઇઝીને આગળ લઇ જવાનું ઘણું પ્રેશર છે. અને પ્રેશરથી વધુ તેમાં જવાબદારીની વાત છે. કારણકે ઓડિયન્સને સારી પ્રોડક્ટ આપવાનું છે. ભગવાને અમને એટલી સરસ ફ્રેન્ચાઇઝી આપી છે તો અમે સ્ટોરી, સ્ક્રીનપ્લે અને ડાઇલોગ બધુ જ શ્રેષ્ઠ રાખવા ઇચ્છીએ છીએ અમે કંઇ જ બાંધછોડ કરવાં માંગતા નથી.

    આપને જણાવી દઇએ કે, હેરાફેરી પ્રિયદર્શને ડિરેક્ટ કરી હતી જ્યારે બીજો પાર્ટ દિવંગત ડિરેક્ટર નીરજ વોરાએ ડિરેક્ટ કરી હતી. હવે ત્રીજો પાર્ટ કોણ ડિરેક્ટ કરશે તે જોવાનું રહેશે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Entertainment news, Hera Pheri 3, News in Gujarati, Paresh rawal, Suniel shetty, અક્ષય કુમાર, ગુજરાતી ન્યૂઝ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन