રસપ્રદ ઘટના : લગ્નના બીજા જ દિવસે હેમાને કરવાનો હતો વિધવાનો રોલ, જાણો પછી ડ્રીમ ગર્લે શું કર્યું

ધર્મેન્દ્ર અને હેમા માલિની

સુપરહિટ ફિલ્મ શોલે (Sholay)ના શૂટિંગ દરમિયાન ધર્મેન્દ્ર અને હેમા માલિની ખૂબ સારા મિત્રો (Friend) બની ગયા હતા અને તેમની મિત્રતા ઝડપથી પ્રેમ (Love)માં બદલાઈ ગઈ હતી.

  • Share this:
    મુંબઈ : ફિલ્મ ઈન્ડસ્ટ્રી (Film Industry)ની જાણીતી અભિનેત્રી (Actress) હેમા માલિની (Hema Malini)એ વર્ષ 1979માં પોતાના જમાનાના પ્રખ્યાત અભિનેતા (Actor) ધર્મેન્દ્ર (Dharmendra) સાથે લગ્ન કર્યા હતા. સુપરહિટ ફિલ્મ શોલે (Sholay)ના શૂટિંગ દરમિયાન ધર્મેન્દ્ર અને હેમા માલિની ખૂબ સારા મિત્રો (Friend) બની ગયા હતા અને તેમની મિત્રતા ઝડપથી પ્રેમ (Love)માં બદલાઈ ગઈ હતી. ધર્મેન્દ્રએ હેમા માલિની સાથે બીજા લગ્ન (Marriage) કર્યા હતા. હેમા માલિની તેમના જમાનાની સફળ (Successful) અભિનેત્રી રહી છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દરેક નિર્દેશક નિર્માતા તેમની ફિલ્મો માટે હેમા માલિનીને સાઈન કરતા હતા. કારણ કે ડ્રીમ ગર્લ (Dream Girl) એટલે કે હેમા માલિનીના નામે ફિલ્મો સુપરહિટ થતી હતી. હેમા માલિનીને સાઈન કરવા માટે તેમના ઘરે ડિરેક્ટરોની લાઈન લાગતી હતી. હેમા માલિનીએ તેમના જમાનામાં ઘણું કામ કર્યું છે અને અભિનેત્રી હેમા માલિનીને પણ તેના કામ પ્રત્યે ખૂબ જ પ્રેમ હતો. તે કામને પ્રથમ સ્થાન આપતી હતી.

    હેમા માલિનીએ 1979માં ધર્મેન્દ્ર સાથે લગ્ન કર્યા, પછી લગ્નના બીજા દિવસે તેમને મનોજ કુમારની ફિલ્મ ક્રાંતિના શૂટિંગમાં જવાનું થયું. મનોજ કુમારની ફિલ્મ ક્રાંતિ બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી. કહેવાય છે કે મનોજ કુમારે મલ્ટિસ્ટાર અને બિગ બજેટ ફિલ્મ ક્રાંતિ બનાવવા માટે પોતાની આખી સંપત્તિ દાવ પર લગાવી દીધી હતી. ક્રાંતિ ફિલ્મમાં હેમા માલિની સાથે શશિ કપૂર, શત્રુઘ્ન સિન્હા, પરવીન બાબી અને મનોજ કુમાર પોતે પણ આ ફિલ્મમાં અભિનય કરતા જોવા મળ્યા હતા. જ્યારે હેમા માલિની ફિલ્મ ક્રાંતિના શૂટિંગમાં પહોંચી ત્યારે તે મનોજ કુમાર પાસે ગઈ અને કહ્યું કે મારે આ ફિલ્મનું શૂટિંગ જલ્દી પૂરું કરવું છે. કારણ કે ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યા પછી મારે ફિલ્મ રઝિયા સુલતાનના સેટ પર જવાનું છે. હેમા માલિનીની વાત સાંભળીને મનોજ કુમારને ખૂબ ગુસ્સો આવ્યો. મનોજ કુમાર હેમા માલિની પર એટલો ગુસ્સે થઈ ગયો હતો કે તે દિવસે તેને શૂટિંગ કરવાનો મોકો આપવામાં આવ્યો ન હતો અને તેનો આખો દિવસ બરબાદ થઈ ગયો હતો. તે દિવસે હેમા માલિની ફિલ્મ ક્રાંતિ કે રઝિયા સુલતાનનું શૂટિંગ કરી શકી ન હતી.

    મનોજ કુમાર માનતા હતા કે હેમા માલિની તેમની ફિલ્મ ક્રાંતિને મહત્વ નથી આપી રહી અને તેણે આ ફિલ્મનું શૂટિંગ જેમ બને તેમ જલ્દી પૂર્ણ કરીને જવું છે. એટલા માટે લગ્નના બીજા દિવસે તેણે હેમા માલિનીને મોટી સજા આપી. અને તે દિવસે મનોજ કુમારે હેમા માલિનીને બિલકુલ શૂટ કરવા માટે ના પાડી અને તેને ક્રાંતિ ફિલ્મના સેટ પર બેસાડી રાખી. આ કારણે તેને મનોજ કુમાર પર ખૂબ જ ગુસ્સો આવ્યો અને તેણે માન્યું કે આજનો આખો દિવસ બરબાદ થઈ ગયો. તે દિવસે હેમા માલિનીને ન તો ફિલ્મ ક્રાંતિનું શૂટિંગ કરવા મળ્યું અને ન તો તે ફિલ્મ રઝિયા સુલતાનના શૂટિંગમાં જઈ શકી. ગુસ્સામાં આવીને હેમા માલિનીએ ફિલ્મ ક્રાંતિનો સેટ છોડી દીધો હતો. જ્યારે ફિલ્મના નિર્દેશક રઝિયા સુલતાનને આ વાતની જાણ થઈ. તો ફિલ્મના દિગ્દર્શક રઝિયા સુલતાને મનોજ કુમારને ફોન કરીને કહ્યું. તમારા કારણે આજે મારી ફિલ્મનું શૂટિંગ થઈ શક્યું નથી. હેમા માલિનીએ મને ડેટ આપી હતી. મનોજ કુમારે કહ્યું, હેમા માલિનીએ મને પૂછ્યા વિના તમારી ફિલ્મોની તારીખો આપી છે, જે બિલકુલ યોગ્ય નથી.

    અભિનેત્રી હેમા માલિનીએ પહેલા મારી ફિલ્મનું શૂટિંગ પૂરું કરવું પડશે. તે પછી તે કોઈપણ ફિલ્મના શૂટિંગ માટે જઈ શકે છે. મને આમાં કોઈ સમસ્યા નથી. અભિનેત્રી હેમા માલિનીનું માનવું હતું કે ફિલ્મ રઝિયા સુલતાન મહિલાઓ પર આધારિત છે. તેને વિશ્વાસ હતો કે ફિલ્મ રઝિયા સુલતાન બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થશે.

    આ પણ વાંચોશાહરૂખ ખાનનો અલીબાગ બંગલો, જ્યાં પ્રાઈવેટ હેલીપેડ સહિત અનેક સુવિધા - Photos

    પરંતુ હેમા માલિનીની ફિલ્મ રઝિયા સુલતાન બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ ન બતાવી શકી. બીજી તરફ મનોજ કુમારની ફિલ્મ ક્રાંતિએ બોક્સ ઓફિસ પર દબદબો જમાવ્યો હતો. ઘણા લોકો માને છે કે હેમા માલિનીએ જાણીજોઈને આ ફિલ્મ માટે શૂટ કરવાની ના પાડી હતી. કારણ કે લગ્નના બીજા દિવસે તેણે સફેદ સાડી પહેરી હતી. હેમા માલિનીએ સફેદ સાડી પહેરવાના કારણે ફિલ્મનું શૂટિંગ કરવાનો ઇનકાર કર્યો હતો. ધર્મેન્દ્ર અને હેમા માલિની ફિલ્મ ઈન્ડસ્ટ્રીની શ્રેષ્ઠ જોડી માનવામાં આવે છે.
    Published by:kiran mehta
    First published: