કોરોનાથી હેમા માલિનીનાં સેક્રેટરીનું નિધન, કહ્યું- 'તમે જે ખાલીપો મૂકી ગયા તે કોઇ નહી ભરી શકે'

હેમા માલિનીનાં સેક્રેટરીનું કોરોનાથી નિધન

હેમા માલિની સાથે છેલ્લા ચાળીસ વર્ષથી મહેતાજી જોડાયેલાં હતાં. આમ આટલા નજીકનાં વ્યક્તિ ગુમાવવાને કારણે હેમા માલિની દુખી છે ત્યારે તેમની દીકરી એશા દેઓલે પણ માતાની ટ્વિટ પર કમેન્ટ કરી છે અને મારતંડ મહેતાને શ્રદ્ધાંજલિ પાઠવી છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: હેમા માલિનીના સેક્રેટરી મારતંડ મહેતાનું કોરોના વાઈરસથી નિધન થઇ ગયુ છે. આ અંગે ખુદ હેમા માલિનીએ તેમનાં ટ્વિટર પેજ પર એક દુખદ મેસેજ શેર કર્યો છે. જેમાં તેમણે લખ્યું ચે કે, 'દુઃખી મનથી હું 40 વર્ષ સુધી મારી સાથે જોડાયેલા રહેલાં મારા સેક્રેટરીને અલવિદા કહું છું. કર્મનિષ્ઠ, હાર્ડ વર્કિંગ તથા ક્યારેય ના થાકનારા મહેતાજી. મારા માટે તેઓ પરિવારનો હિસ્સો હતો. અમે તેમને કોવિડને કારણે ગુમાવી દીધા. આ અપૂર્ણીય ક્ષતિ છે અને તે જે ખાલીપો મૂકીને ગયા છે, તેને કોઈ ભરી શકે તેમ નથી.'

  હેમા માલિની સાથે છેલ્લા ચાળીસ વર્ષથી મહેતાજી જોડાયેલાં હતાં. આમ આટલા નજીકનાં વ્યક્તિ ગુમાવવાને કારણે હેમા માલિની દુખી છે ત્યારે તેમની દીકરી એશા દેઓલે પણ માતાની ટ્વિટ પર કમેન્ટ કરી છે અને મારતંડ મહેતાને શ્રદ્ધાંજલિ પાઠવી છે. તેમણે લખ્યું છે ,'અમને તમામને તમારી બહુ જ યાદ આવશે. તે અમારા પરિવારના સભ્યા હતા અને તેમની જગ્યા કોઈ લઈ શકે તેમ નથી. તે માતા માટે સૌથી સારા હતા. કેટલાં સમર્પિત વ્યક્તિ હતા. તમારી બહુ જ યાદ આવશે મહેતા અંકલ. તમારી આત્માને શાંતિ મળે.'  તો સિંગર પંકજ ઉધાસે સાંત્વના આપતાં લખ્યું છે કે, 'તમારા માટે તથા તમારા પરિવાર માટે મારી દિલથી સંવેદના. ભગવાન તમારી આત્માને શાંતિ આપે. ઓમ શાંતિ.' હેમા માલિનીની આ પોસ્ટ ઉપર રવિના ટંડને પણ પોતાની સંવેદના ઠાલવી છે. અને લખ્યું છે કે, 'હૃદયના ઊંડાણથી સંવેદના. ઓમ શાંતિ.'

  ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કોરોનાને કરાણે અત્યાર સુધી ઘણા બધા સેલિબ્રિટીઝનું અવસાન થઇ ગયુ છે. જેમાં બિક્રમજીત કંવરપાલ, અભિલાષા પાટિલ, શ્રીપદા, સંગતીકાર શ્રવણ રાઠોડ, કિશોર નંદલાસ્કર, કેવી આનંદ, સતીશ કૌલ જેવાં ઘણાં સેલિબ્રિટીઝ છે.
  Published by:Margi Pandya
  First published: