Home /News /entertainment /હેમા માલિનીએ જ્યારે કહ્યું હતું કે તે ધર્મેન્દ્ર સાથે લગ્ન કરવા માંગતી ન હતી, જાણો રસપ્રદ કિસ્સો

હેમા માલિનીએ જ્યારે કહ્યું હતું કે તે ધર્મેન્દ્ર સાથે લગ્ન કરવા માંગતી ન હતી, જાણો રસપ્રદ કિસ્સો

(તસવીર સાભાર- Instagram/dreamgirlhemamalini)

bollywood news- હેમા માલિની અને ધર્મેન્દ્રના લગ્નની સફર કોઇ બોલિવૂડ કહાનીથી ઓછી નથી

મુંબઈ : બોલિવૂડે (bollywood)ઘણા કંટ્રોવર્શિયલ લિંક અપ અને બ્રેક અપ જોયા છે. ઘણા સેલેબ્સના લગ્નએ તો ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હલચલ પેદા કરી દીધી હતી. આવા જ એક લગ્ન હતા ડ્રીમ ગર્લ હેમા માલિની (Hema Malini) અને ધર્મેન્દ્ર (Dharmendra)ના. રિલથી રિયલ સુધીની તેમની સફર કોઇ બોલિવૂડ કહાનીથી ઓછી નથી. વાસ્તવમાં ઘણા લોકો એ પણ જાણતા નથી કે હેમા માલિનીએ ક્યારેક કબૂલ કર્યું હતું કે તે ધર્મેન્દ્ર સાથે ક્યારેય લગ્ન કરવા માંગતી ન હતી. પણ તે તેના જેવા કોઇ વ્યક્તિ સાથે લગ્ન કરવા માંગતી હતી.

1999માં એક ટેલીવિઝન ટોક શો માં હેમા માલિનીએ કહ્યું હતું કે ધર્મેન્દ્ર સાથે લગ્ન કરવાનો તેનો ક્યારેય ઇરાદો ન હતો. ત્યારે તે વિચારતી હતી કે જો ક્યારેક વાત બની તો તે ધર્મેન્દ્ર જેવા કોઇ વ્યક્તિ સાથે લગ્ન કરી લેશે. પણ તેની સાથે નહીં. જોકે તે એ પણ અનુભવતી હતી કે તે એક સાથે રહેવા માટે બન્યા હતા.

(તસવીર- Instagram/dreamgirlhemamalini)


આ પણ વાંચો - Tokyo Olympics: એથ્લેટિક્સનો પ્રથમ ગોલ્ડ, સૌથી વધારે મેડલ અને સ્વર્ણિમ યાદો, ટોક્યો ઓલિમ્પિકનું થયું સમાપન

વાતચીતમાં હેમા માલિનીએ એ પણ બતાવ્યું કે કેવી રીતે તેમનો પરિવાર ધર્મેન્દ્ર સાથે લગ્નના પક્ષમાં ન હતો. જોકે તે સમજી શકતી હતી કે કોઇપણ માતા-પિતા આ પ્રકારના લગ્ન માટે રાજી થશે નહીં. જોકે તેના માટે કોઇ બીજો રસ્તો પસંદ કરવો મુશ્કેલ હતો. પછી તેણે ધર્મેન્દ્રને ફોન કર્યો. તેમને તે સમયે જ લગ્ન કરવા માટે કહ્યું હતું. ધર્મેન્દ્રએ તે જ ક્ષણે લગ્ન માટે હા પાડી દીધી હતી. આ રીતે હેમા માલિની અને ધર્મેન્દ્રએ કપલ તરીકે પોતાનું જીવન શરૂ કર્યું હતું.
First published:

Tags: Dharmendra, Entertainment, Hema malini, ધર્મેન્દ્ર, બોલીવુડ, હેમામાલિની