'ફૂકરે'નાં ડિરેક્ટરે બનાવી એડવેન્ચર કોમેડી ‘હેલો ચાર્લી’, જુઓ રણબીરનાં ભાઇ આદાર જૈનની ફિલ્મનું ટ્રેલર

'ફૂકરે'નાં ડિરેક્ટરે બનાવી એડવેન્ચર કોમેડી ‘હેલો ચાર્લી’, જુઓ રણબીરનાં ભાઇ આદાર જૈનની ફિલ્મનું  ટ્રેલર
હેલો ચાર્લીનું ટ્રેલર રિલીઝ

આદારે કહ્યું કે, હું ટ્રેલર રિલીઝ થવા પર હું ખૂબ જ ઉત્સુક છું. હવે દર્શકોને ‘હેલો ચાર્લી’ની પ્રથમ ઝલક જોવા મળશે. જૈકી સર, ફરહાન સર, રિતેશ સર, પંકજ સર, શ્લોકા અને ટીમના અન્ય સદસ્યોની સાથે મેં ખૂબ જ સારો સમય પસાર કર્યો છે. ”

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: આદર જૈનની પહેલી ફિલ્મ ‘કેદી બેન્ડ’ ફ્લોપ થયા બાદ હવે તેઓ ‘હેલો ચાર્લી’ ફિલ્મ દ્વારા દર્શકોનું દિલ જીતવાની કોશિશ કરી રહ્યા છે. ફિલ્મ ‘હેલો ચાર્લી’નું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે. આ ફિલ્મ 9 એપ્રિલે એમેઝોન પ્રાઈમ વિડીયો પર રિલીઝ થશે. આદર જૈન આ ફિલ્મમાં ગોરિલા સાથે કોમેડી કરતા જોવા મળશે.

આ કોમેડી ફિલ્મમાં જેકી શ્રોફ, એલનાજ નૌરોજી અને રાજપાલ યાદવ સાથે અભિનેત્રી શ્લોકા પંડિત ડેબ્યૂ કરીને આ ફિલ્મમાં પ્રમુખ ભૂમિકા નિભાવી રહી છે. આ ફિલ્મનું નિર્દેશન પંકજ સારસ્વતે કર્યું છે અને રિતેશ સિધવાનીએ આ ફિલ્મને પ્રોડ્યુસ કરી છે. ટ્રેલરમાં ગોરિલા ટોટો અને માસૂમ ચાર્લી આદર જૈનની કેમિસ્ટ્રી અને મજેદાર વાતો જોવા મળે છે.અભિનેતા જેકી શ્રોફ આ ફિલ્મ વિશે જણાવે છે કે, “કોઈપણ કોમેડી ફિલ્મમાં કામ કરતા મને ખૂબ જ આનંદ થાય છે, આ પ્રકારની ફિલ્મ કરવી કોઈ સામાન્ય વાત નથી. આ પ્રકારની મુશ્કેલભરી ફિલ્મને ખૂબ જ સરળતાથી બનાવવાનો શ્રેય નિર્દેશક અને ટેકનિકલ ટીમને ફાળે જાય છે. આ ફિલ્મમાંની ટીમ સાથે કામ કરવાનો અનુભવ ખૂબ જ રોમાંચક રહ્યો. ફરહાન, રિતેશ અને પંકજ એ ત્રણેયની ગણતરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ખૂબ જ સારા સર્જકોમાં થાય છે. બીજી તરફ શ્લોકા સાથે કામ કરવું ખૂબ જ અનહદ અનુભવ હતો. ફિલ્મના સેટ પર તે ખૂબ જ એનર્જી સાથે કામ કરે છે, તેનું કામ વખાણવા લાયક છે. એ વાતની ખુશી છે કે આ ફિલ્મ એમેઝોન પ્રાઈમ વિડીયો પર ગ્લોબલી સીરિઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ તમને ખૂબ જ પસંદ આવશે.”ફિલ્મના હીરો આદર જૈને ટ્રેલર રિલીઝ થવા પર જણાવ્યું કે, “ટ્રેલર રિલીઝ થવા પર હું ખૂબ જ ઉત્સુક છું. હવે દર્શકોને ‘હેલો ચાર્લી’ની પ્રથમ ઝલક જોવા મળશે. જૈકી સર, ફરહાન સર, રિતેશ સર, પંકજ સર, શ્લોકા અને ટીમના અન્ય સદસ્યોની સાથે મેં ખૂબ જ સારો સમય પસાર કર્યો છે. ”
Published by:News18 Gujarati
First published:March 23, 2021, 14:04 pm

ટૉપ ન્યૂઝ