Helen Birthday : બીજા વિશ્વ યુદ્ધ સાથે શું છે હેલેનનું બોલિવૂડ કનેક્શન? સલમાન ખાનની બીજી મમ્મીના અજાણ્યા તથ્યો

હેલેન જન્મદિવસ

સિનેમા જગતની આ અભિનેત્રી જેના ડાન્સ મૂવ્સે એક અલગ જ ઈતિહાસ (History) રચ્યો. 'ઓ હસીના ઝુલ્ફોં વાલી', 'યે મેરા દિલ પ્યાર કા દીવાના' અને 'મહેબૂબા મહેબૂબા' જેવા આકર્ષક ગીતો પર ડાન્સ કરનાર અભિનેત્રી હેલેન (Helen)નો આજે જન્મદિવસ (Birthday) છે.

 • Share this:
  મુંબઈ : હિન્દી સિનેમા (Cinema)ની એ અભિનેત્રી (Actress) જેણે પોતાના અભિનય (Acting)થી બધાને દંગ કરી દીધા હતા. બોલિવૂડ (Bollywood)ની આ અભિનેત્રી જેણે પહેલીવાર સ્ક્રીન પર આઈટમ ડાન્સ (Dance) રજૂ કર્યો હતો. સિનેમા જગતની આ અભિનેત્રી જેના ડાન્સ મૂવ્સે એક અલગ જ ઈતિહાસ (History) રચ્યો. 'ઓ હસીના ઝુલ્ફોં વાલી', 'યે મેરા દિલ પ્યાર કા દીવાના' અને 'મહેબૂબા મહેબૂબા' જેવા આકર્ષક ગીતો પર ડાન્સ કરનાર અભિનેત્રી હેલેન (Helen)નો આજે જન્મદિવસ (Birthday) છે. 21 નવેમ્બર, 1939ના રોજ બર્મામાં જન્મેલ હેલેનનું પૂરું નામ હેલેન રિચર્ડસન ખાન (Helen Richardson Khan) છે. તેમના જૈવિક પિતાનું નામ જયરાગ (Jairag) હતું. રિચાર્ડસન (Richardson) તેના સાવકા પિતા (Father) હતા, જે ફ્રેન્ચ એંગ્લો ઈન્ડિયન હતા અને માતા (Mother) મર્લિન રિચાર્ડસન (Marlin Richardson) બર્મા (હવે મ્યાનમાર)ના હતા.

  બીજા વિશ્વયુદ્ધમાં પતિની શહાદત બાદ મર્લિન હેલેન અને પરિવારના બાકીના સભ્યો સાથે ભારત આવી ગઈ હતી. પરિવાર મુંબઈમાં રહેવા લાગ્યો, જ્યાં કિશોરી હેલેનને સમજાયું કે માત્ર તેની માતાની નર્સની નોકરીની મદદથી સમગ્ર પરિવારને ચલાવવાનું મુશ્કેલ છે. તેથી જ તેણે શાળા છોડીને તેની માતાને મદદ કરવાનું નક્કી કર્યું. પોતાના અંગત જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ જોનાર હેલેનની રિયલ લાઈફ સ્ટોરી કોઈ ફિલ્મની સ્ટોરીથી ઓછી નથી.

  લોકપ્રિય ડાન્સિંગ સ્ટાર કુક્કુ તેનો પારિવારિક મિત્ર હતો. તેણે વર્ષ 1951માં 'શબિસ્તાન'માં હેલેનને કોરસ ડાન્સર તરીકે રજૂ કરી હતી. ઘણી ફિલ્મોમાં કોરસ ગર્લ બન્યા પછી, હેલનને 'અલી લૈલા' (1953) અને 'હુર-એ-અરબ' (1955) ફિલ્મોમાં સોલો ડાન્સર તરીકે કાસ્ટ કરવામાં આવી હતી. પરંતુ તેની નૃત્ય કારકિર્દીમાં વળાંક શક્તિ સામંતની ફિલ્મ 'હાવડા બ્રિજ' (1958) ના ગીત 'મેરા નામ ચિન ચિન ચુ' સાથે આવ્યો. આ તેણીનો પહેલો મોટો બ્રેક હતો.

  હેલેને 1950 ના દાયકાની શરૂઆત અને 70 ના દાયકાના અંતમાં હિન્દી સિનેમામાં સમગ્ર ડાન્સ લેન્ડસ્કેપ બદલી નાખ્યો. જો કે, તેના વિચિત્ર દેખાવને કારણે, તેણીને ભાગ્યે જ મુખ્ય અભિનેત્રીની ભૂમિકા મળી, તેથી તેણીએ નૃત્ય પસંદ કર્યું અને તેમાં સફળતા મેળવી. 1960 થી 1970 ના દાયકા દરમિયાન, તેણીએ 700 થી વધુ ફિલ્મોમાં ડાન્સ કર્યો. 'ગુમનામ' (1965), 'શિકાર' (1968) અને 'એલાન' (1971) જેવી ફિલ્મોમાં કામ કરી ચુકેલી આ અભિનેત્રીને વર્ષ 1979માં આવેલી ફિલ્મ 'લહુ કે દો રંગ' માટે એવોર્ડ આપવામાં આવ્યો હતો.

  તેણે 'ગુમનામ'માં એંગ્લો ઈન્ડિયન સ્વર્ણ ખનન કર્મી, 'એક સે બઢકર એક' (1976)માં જર્મન જાસૂસ, 'હાવડા બ્રિજ'માં નાઈટક્લબ ડાન્સર, 'ઈંકાર' (1977)માં માછીમાર, 'લહુ કે દો રંગ'માં બર્મીઝ મહિલા અને 'હલચલ' (1971)માં આફ્રિકન મહિલાની ભૂમિકા ભજવીને સાબિત કર્યું કે તેણીમાં બહુરંગી ભૂમિકાઓ ભજવવાની ક્ષમતા છે.

  હેલેને 1957માં નિર્દેશક પી.એન. અરોરા સાથે લગ્ન કર્યા અને તેના 35મા જન્મદિવસે (1974) તેમનાથી અલગ થઈ ગઈ. 1981માં તેણીએ બોલીવુડ અભિનેતા-પટકથા લેખક સલીમ ખાન સાથે લગ્ન કર્યા અને તેમની બીજી પત્ની બની. હેલેન અને સલીમે દીકરી અર્પિતાને દત્તક લીધી હતી. અર્પિતાએ 18 નવેમ્બરે હૈદરાબાદમાં લગ્ન કર્યા હતા.

  હેલેન તેના સાવકા બાળકો સુપરસ્ટાર સલમાન ખાન, સોહેલ ખાન અને અરબાઝ ખાનની સફળતાથી રોમાંચિત છે અને પતિ સાથે અર્ધ-નિવૃત્તિ જીવન જીવી રહી છે. હેલેન 500 થી વધુ ફિલ્મોમાં જોવા મળી છે.તેના પર કેટલાક પુસ્તકો પણ લખવામાં આવ્યા છે. 1973માં મર્ચન્ટ-આઇવરી પ્રોડક્શન્સે તેની કારકિર્દી પર 'હેલેન-ક્વીન ઓફ નોચ ગર્લ્સ' નામની 30 મિનિટની ડોક્યુમેન્ટ્રી બનાવી હતી.

  આ પણ વાંચોપૈસાનું નથી થોડું પણ અભિમાન, સાદાઈથી જીવન જીવે છે આ 5 મોટી અભિનેત્રીઓ

  હેલન સત્તાવાર રીતે 1983માં ફિલ્મોમાંથી નિવૃત્ત થઈ હતી, પરંતુ ખામોશી (1996) અને મોહબ્બતેં (2000) જેવી ફિલ્મોમાં મહેમાન ભૂમિકા ભજવી હતી. તેણે પુત્ર સલમાન ખાનની ફિલ્મ 'હમ દિલ દે ચૂકે સનમ'માં તેની માતાની ભૂમિકા પણ ભજવી હતી. તે ફિલ્મ 'હમકો દિવાના કર ગયે' (2006)માં પણ જોવા મળી હતી. 2009માં તેમને પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવી હતી.
  Published by:kiran mehta
  First published: