એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સિદ્ધુ મૂસેવાલા (Sidhu Mosse Wala)ની હત્યા બાદ અત્યાર સુધીમાં અસલી કાતીલોને પકડી શકાયા નથી. તો પરિવારજનોને હજુ વિશ્વાસ નથી થઇ રહ્યો કે તેમનો લાડકો આ દુનિયામાં નથી રહ્યો. તેનાં ગીતોએ તેને અમર કરી દીધો છે.
અનરિલીઝ્ડ ગીતો પરિજનોને સોંપવાની માંગણી થઇ
મૂઝવાલાની ટીમે તમામ મ્યુઝિક લેબલ અને નિર્માતાઓને તેમના અધૂરા અને રિલીઝ ન થયેલા ગીતો પરિવારને સોંપવા વિનંતી કરી છે. ટીમનું કહેવું છે કે તેમના ગીતોનું શું કરવું તે તેમના પિતા અથવા નજીકના સંબંધીઓ પર નિર્ભર રહેશે. દરમિયાન, સિદ્ધુ મૂઝ વાલાના મૃત્યુના લગભગ એક મહિના પછી, તેનું રિલીઝ ન કરાયેલ ટ્રેકલિસ્ટનું પ્રથમ ગીત આજે બહાર આવ્યું છે. 'SYL' નામનું આ ગીત સિદ્ધુની પોતાની ચેનલ પર સાંજે 6 વાગ્યે રિલીઝ થશે. આ ગીતને લઈને તેના ચાહકોએ પોતાની ભાવનાઓ વ્યક્ત કરી છે. બધાએ મૂઝવાલા પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
જણાવી દઈએ કે આ માહિતી સિદ્ધુ મૂઝવાલાની ટીમે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કરી હતી. સિદ્ધુ મૂઝવાલાની ઑફિશિયલ યૂટ્યૂબ ચૅનલ પર પોસ્ટર શૅર કરતાં લખ્યું હતું કે- "SYL REMORROW TOMORROW 6 PM IST ફક્ત સિદ્ધુ મૂઝવાલાની ઑફિશિયલ YouTube ચેનલ પર.
આ વીડિયોને રિલીઝ થયે માત્ર 15 કલાક થયા છે અને તેને દોઢ કરોડથી વધુ વ્યૂ મળી ગયા છે. ઉપરાંત 2.3 મિલિયન લાઇક્સ મળી છે જ્યારે એક પણ ડિસલાઇક મળી નથી.
મૂસેવાલાએ લખ્યું છે આ ઇમોશનલ ગીત
મૂસેવાલાનો આ વીડિયો સતલજ યમુના લિંક (SYL) કેનાલનો મુદ્દો દર્શાવે છે. આ ગીતના બોલ સિદ્ધુએ લખ્યા છે. આવાઝ તો મૂઝવાલા કી હૈ, ગીતની થીમ અનુસાર, તે નદીના પાણી પર પંજાબ રાજ્યના અધિકારો અને આ આંદોલન માટે જેલમાં બંધ કેદીઓ પર આધારિત છે. આ ગીત સિદ્ધુ મૂઝવાલાના મૃત્યુ પછી રિલીઝ થયેલું પહેલું ગીત છે. ગીતમાં કેટલીક મૂવમેન્ટ બ્લેક એન્ડ વ્હાઇટ તસવીરો દ્વારા પ્રતિબિંબિત થાય છે.
29 મેનાં રોજ થઇ હતી મૂસેવાલાની હત્યા
આપને જણાવી દઈએ કે સિદ્ધુ મુસેવાલાની 29 મેના રોજ ગોળીઓ ચલાવીને હત્યા કરવામાં આવી હતી. સિદ્ધુ મુસેવાલાના નિધનથી તેના ચાહકો ખૂબ જ દુઃખી છે. તેનું નામ પંજાબી ભાષાના ટોચના ગાયકોમાં સામેલ છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર