HBD: મનોજ કુમારે જ્યારે દિલીપ કુમારને કારણે બદલી દીધુ તેમનું નામ, જાણો સંપૂર્ણ કિસ્સો

(PHOTO: Instagram/manoj_bharat_kumar)

બોલિવૂડનાં દિગ્ગજ એક્ટર મનોજ કુમાર (Manoj Kumar)એ તેમનાં વ્યક્તિત્વ અને એક્ટિંગથી વર્ષો સુધી દર્શકોનું મનોરંજન કર્યું છે. એક્ટરનો આજે 84મો જન્મ દિવસ (Manoj Kumar Birthday) પર છે. ત્યારે આખરે કેમ તેમણે તેમનું નામ બદલીને મનોજ કુમાર રાખી લીધુ તેનાં વિશે જાણીએ.

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: મનોજ કુમાર (Manoj Kumar) ફિલ્મ 'રોટી, કપડા ઔર મકાન', 'પૂરબ ઔર પશ્ચિમ', 'ક્રાંતિ', અને 'ઉપકાર' (Upkar) જેવી ઘણી ફિલ્મોમાં તેમનાં રોલ માટે જાણીતા છે. એક્ટરે અસલ જીવનમાં તેમનાં ચાર્મ અને વ્યક્તિત્વથી પોતાને એટલાં જ પ્રભાવિત કર્યા હતાં. જેટલાં તેમણે રીલ લાઇફ કિરદારથી કર્યા હતાં. આજે મનોજ કુમારનો જન્મ દિવસ (Manoj Kumar Birthday) છે. ચાલો ત્યારે આ અવસર પર એક્ટરનાં જીવન સાથે જોડાયેલાં કેટલાંક રસપ્રદ કિસ્સા અંગે જાણીએ.

    આ પણ વાંચો- Raj Kundra Pornography Case: 6 કલાક ચાલી શિલ્પા શેટ્ટીની પૂછપરછ, આ હતા ક્રાઇમ બ્રાન્ચનાં સવાલો

    મનોજ કુમારનો જન્મ પાકિસ્તાનનાં અબટાબાદમાં થયો હતો. ભાગલા બાદ તે તેમનાં પરિવારની સાથે ભારત આવી ગયા હતાં. તેમનું સાચુ નામ હરિકિશન ગિરી ગોસ્વામી છે. પણ આજે લોકો તેમને મનોજ કુમાર કે ભારત કુમારનાં નામથી જાણે છે. તેમણે વર્ષ 1957માં આવેલી ફિલ્મ 'ફેશન'થી ઇન્ડસ્ટ્રીમાં પગ મુક્યો. જ્યારે તે યુવાન હતાં. ત્યારે તે દિલીપ કુમાર, અશોક કુમાર અને કામિની કૌશલ જેવાં બોલિવૂડ એક્ટર્સનાં મોટા ચાહક હતાં.

    (PHOTO: Instagram/manoj_bharat_kumar)




    મોટા ભાગે સૌ કોઇ જાણે છે કે, મનોજ કુમાર તેમનું સાચુ નામ નથી. પણ ઘણાં ઓછા લોકો આ વાત જાણે છે કે, તેમનું નામ બદલવા પાછળ એક રસપ્રદ કહાની છે. જ્યારે તે નાના હતાં ત્યારે દિલીપ કુમારની ફિલ્મ 'શબનમ' તેમણે જોઇ હતી. જે વર્ષ 1949માં રિલીઝ થઇ હતી. તે ફિલ્મમાં તેઓ દિલીપ કુમારનાં અભિનયથી ખુબજ પ્રભાવિત થયા હતાં. આ ફિલ્મમાં તેમનું નામ મનોજ કુમાર હતું. આ રોલ મનોજ કુમારને એટલો પસંદ હતો કે તેમને જ્યારે નામ બદલવાનું નક્કી કર્યું ત્યારે તેમણે પોતાનું નવું નામ મનોજ કુમાર રાખવા પર પસંદગી ઉતારી હતી.

    આ પણ વાંચો-  sherlyn chopra: રાજ કુન્દ્રા કેસમાં સૌથી પહેલાં નિવેદન આપનારી હિરોઇને શેર કર્યા બોલ્ડ PHOTOS

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મનોજ કુમારે ભારતીય સિનેમામાં તેમનાં યોગદાનની સાથે સાથે તેમનાં શાનદાર અભિનય માટે પણ ઘણાં બધા પુરસ્કાર જીત્યા છે. એક્ટરને 1992માં ભારત સરકાર દ્વારા પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત તેઓને વર્ષ 2015માં દાદા સાહેબ ફાલ્કે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
    Published by:Margi Pandya
    First published: