HBD Manish Paul: જ્યારે સલમાન ખાનની મદદથી ચમકી હતી મનીષની કિસ્મત

Instagram/manieshpaul

પંજાબી પરીવારથી આવતા મનીષ પૉલનો જન્મ 3 ઓગસ્ટ,1981ના રોજ થયો હતો. તે એક હોસ્ટ તરીકે ઘણા ટીવી શોમાં દેખાઇ ચૂક્યા છે.

  • Share this:
    મનીષ પૉલ (Manish Paul) શો હોસ્ટ કરવા સિવાય એક્ટિંગ, કોમેડી, વીજે, રેડિયો જેવા કામ પણ કર્યા છે. પરંતુ તેને સૌથી વધુ એક હોસ્ટ તરીકે પસંદ કરવામાં આવે છે. તેઓ એવોર્ડ શોના સ્ટેજ પર પોતાની હાજર જવાબીથી લોકોના દિલ જીતી લે છે. તે પોતાની હાજરીથી માહોલને હળવો અને મજાકમસ્તીથી ભરી દે છે. આજે 3 ઓગસ્ટે આ મલ્ટી ટેલેન્ટેડ એક્ટરનો જન્મદિવસ (Manish Paul Birthday) છે. તો આજના દિવસે આવો જાણીએ તેના જીવન સાથે જોડાયેલ એક રસપ્રદ કિસ્સો.

    પંજાબી પરીવારથી આવતા મનીષ પૉલનો જન્મ 3 ઓગસ્ટ,1981ના રોજ થયો હતો. તે એક હોસ્ટ તરીકે ઘણા ટીવી શોમાં દેખાઇ ચૂક્યા છે. જેમાં ડાન્સ ઈન્ડિયા ડાન્સ, નચ બલિયે, ઝલક દિખલા જા, કોમેડી સર્કસ વગેરે પોપ્યુલર શોઝ સામેલ છે. તેઓ સલમાનના શો દબંગ ધ ટૂર (Da-Bangg The Tour)ને પણ હોસ્ટ કરી ચુક્યા છે.

    Instagram/manieshpaul


    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દિલ્હીમાં ઉછરેલ મનીષે શરૂઆતમાં સ્કૂલો અને કોલેજોમાં પ્રોગ્રામ હોસ્ટ કર્યા હતા. તેમને આગળ જઇને સ્ટાર પ્લસનો શો સંડે ટેંગોના હોસ્ટ બનવાનો અવસર મળ્યો. મનીષના જીવનમાં એક સમય એવો હતો, જ્યારે તે ખૂબ જાડો હતો. પછી તેની મુલાકાત સલમાન ખાન સાથે થઈ અને સલમાન ખાને તેને ફિટ થવામાં મદદ કરી હતી.

    એક ઇન્ટરવ્યૂમાં મનીષે કહ્યું હતું કે, મને 2015માં સલમાન ખાનના વર્લ્ડ ટૂર દબંગ સાથે જોડાવા માટે ફોન આવ્યો હતો. જ્યારે મે સલમાનને પોતાની હાલત વિશે જણાવ્યું તો તેમણે કહ્યું કે ખૂબ મહેનત કરો, ટૂર આગામી વર્ષે થશે. તેનાથી હું ખૂબ ખુશ થયો અને મે નક્કી કર્યુ કે મારે કોઇ પણ રીતે ફીટ રહેવું છે. જણાવી દઇએ કે મનીષ પૉલ સલમાન ખાનનો માનીતો છે. સલમાનના શો સાથે જોડાયા બાદ મનીષની કિસ્મત ચમકી અને તેમણે કરિયરમાં ઘણા સારા અવસરો મળ્યા.
    First published: