Home /News /entertainment /

HBD: દિવ્યા ભારતી અને સાજિદ નડિયાદવાલાએ મહિનાઓ સુધી પિતાથી લગ્નની વાતને છુપાવીને રાખી હતી

HBD: દિવ્યા ભારતી અને સાજિદ નડિયાદવાલાએ મહિનાઓ સુધી પિતાથી લગ્નની વાતને છુપાવીને રાખી હતી

દિવ્યા ભારતી અને સાજીદ નડિયાદવાલા

દિવ્યા ભારતી (Divya Bharti) 28 વર્ષ પહેલા મૃત્યુ પામી હતી. તેમની અલ્પઆયુ અને રહસ્યમય પરિસ્થિતિઓમાં મૃત્યુ થવાને કારણે લોકો માટે એક રહસ્ય બની ગઈ છે. જો તે અત્યારે જીવિત હોત તો 47 વર્ષની થઈ ગઈ હોત.

    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: દિવ્યા ભારતીએ માત્ર 16 વર્ષની ઉંમરમાં ફિલ્મમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. તેમની પહેલી ફિલ્મ તેલુગુમાં બોબીલી રાજા હતી. તે જબરદસ્ત પર્સનાલિટી અને ઉર્જાવાન હોવાના કારણે હીટ થઈ ગઈ હતી. ખૂબ જ ઓછા સમયમાં તેલુગુ ફિલ્મમાં તેમણે વેંકટેશ, ચિરંજીવી અને મોહન બાબૂ સાથે કામ કર્યું હતું. બે વર્ષ બાદ તેમણે ગોવિંદા સાથે શોલા અને શબનમ સાથે બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું.

    એક જૂના ઇન્ટરવ્યુમાં તેમની માતા મીતાએ જણાવ્યું કે તેમના પિતા ઓમ પ્રકાશ ભારતીને તેમના લગ્નની જાણ કેવી રીતે થઈ હતી. જેના થોડા સમય બાદ દિવ્યા ભારતીનું મૃત્યુ થયું હતું.

    તેમની માતા મીતાએ જણાવ્યું હતું કે સાજિદ શોલા ઓર ઝબનમના સેટ પર ગોવિંદાને મળવા આવતા હતા. ત્યારે દિવ્યા ભારતી સાથે ઓળખાણ થઈ હતી. ત્યારે દિવ્યા ભારતીએ તેમની માતાને પૂછ્યું હતું કે તેમને સાજિદ કેવા લાગે છે. તેમણે કહ્યું સરસ લાગ્યો. થોડા દિવસ બાદ તેમણે પૂછ્યું કે શું તે સાજિદ સાથે લગ્ન કરી શકે. તેમના માતાએ જણાવ્યું કે આ વિશે તેમના પિતાને પૂછવું જોઈએ, પરંતુ તેમના પિતા આ વિરુદ્ધ હતા. દિવ્યા ભરતી 18 વર્ષના થયા બાદ તેમણે કહ્યું કે તેઓ સાજિદ સાથે લગ્ન કરે છે અને સાક્ષી તરીકે તેમના હસ્તાક્ષર જોઈએ છે. પરંતુ તેમના માતાએ કે જ્યાં સુધી તેમના પિતાને આ વાતની જાણ નહીં કરે ત્યાં સુધી આવી શકશે નહીં.



    દિવ્યા તેના માતાપિતા સાથે રહેતી હતી, ક્યારેક ક્યારેક સાજિદને મળતી. તેમની દીકરીએ તેમની સંમતિ વિના લગ્ન કર્યા છે તે વાતની તેમના પિતાને જાણ નહોતી. પછી, થોડા મહિના પસાર થયા બાદ સાજિદ દીવાળી માટે દિવ્યાના ઘરે જતા તેમણે લગ્નની જાહેરાત કરી હતી.



    દિવ્યા ભારતી લાંબુ અને પરિપૂર્ણ લગ્ન જીવનનો આનંદ માણી શક્યા નહીં. સાજિદ સાથે લગ્ન કર્યાના માત્ર 10 મહિના પછી દિવ્યા તેમના પાંચમા માળની બાલ્કનીમાંથી પડી હતી અને તેનું મોત નીપજ્યું હતું. ત્યારે તેઓ માત્ર 19 વર્ષના હતા.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Birthday Trivia, Divya Bharti, Divya bharti birthday, Entertainment news, Happy Birthday, Marriage Secret, News in Gujarati

    આગામી સમાચાર