Happy Birthday: Arjun Kapoor એક્ટિંગ નહીં ડાયરેક્શનથી કરી હતી કરિયરની શરૂઆત
Happy Birthday: Arjun Kapoor એક્ટિંગ નહીં ડાયરેક્શનથી કરી હતી કરિયરની શરૂઆત
PHOTO- Instagram/arjunkapoor
અર્જુન કપૂરનો જન્મ 26 જૂન, 1985ના રોજ મુંબઈ ખાતે થયો હતો. અર્જુન કપૂર પ્રખ્યાત ફિલ્મ નિર્માતા-નિર્દેશક બોની કપૂરના પુત્ર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અર્જુનના જન્મના 11 વર્ષ બાદ તેમના માતા-પિતાના છૂટાછેડા થઇ ગયા હતા
આજે બોલીવુડ અભિનેતા અર્જુન કપૂરનો જન્મ દિવસ છે. ત્યારે અર્જુન કપૂરના નજીકના મિત્રો સહીત તેમના ફેન્સ તેમને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી રહ્યા છે. આપણે જાણીએ છીએ કે અર્જુન કપૂર તેમના કરિયર સાહિત્ય અન્ય ઘણી વાતોને લઈને ચર્ચામાં રહે છે. ત્યારે આજે તેમના જન્મદિવસે તેમના સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો જાણીશું.
અર્જુન કપૂરનો જન્મ 26 જૂન, 1985ના રોજ મુંબઈ ખાતે થયો હતો. અર્જુન કપૂર પ્રખ્યાત ફિલ્મ નિર્માતા-નિર્દેશક બોની કપૂરના પુત્ર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અર્જુનના જન્મના 11 વર્ષ બાદ તેમના માતા-પિતાના છૂટાછેડા થઇ ગયા હતા. જેને લઈને અર્જુનનું બાળપણ અસ્તવ્યસ્ત રહ્યું હતું. ત્યાર બાદ વર્ષ 2012માં અર્જુનની માતાનું કેન્સરને કારણે અવસાન થયું હતું અને અર્જુન સાવ એકલો થઇ ગયો હતો.
આમ તો અર્જુને ફિલ્મ 'ઇશકઝાદે'થી બોલીવુડમાં પદાર્પણ કર્યું હતું, પરંતુ અગાઉ તેઓ ઘણી ફિલ્મોમાં કામ કરી ચુક્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અર્જુન કપૂરે ફિલ્મ 'કલ હો ના હો'થી આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. એટલું જ નહીં તેઓ સલમાન ખાનની ફિલ્મ 'સલામ-એ-ઇશ્ક'ને પણ પ્રોડ્યુસ કરી ચુક્યા છે. અર્જુનને ત્યારે એવું નહોતું લાગતું કે તેઓ એક એક્ટર તરીકે સફળ અને પ્રખ્યાત થશે. એ સમયે અર્જુન કપૂરનું વજન ખુબ જ વધારે હોવાના કારણે, એક એક્ટર તરીકે પોતાને નહોતા વિચારી શકતા.
કહેવામાં આવે છે કે અર્જુન કપૂર સલમાન ખાનથી પ્રેરણા લઈને એક્ટર બનવા પ્રેરિત થયા હતા. સાથે જ સલમાને પણ અર્જુન કપૂરને વજન ઘટાડવામાં ઘણી મદદ કરી હતી. ત્યારબાદ અર્જુન વર્ષ 2012માં ફિલ્મ 'ઇશકઝાદે'માં દેખાયા હતા. આ ફિલ્મ બાદ અર્જુન કપૂરને ઘણી ફિલ્મોની ઓફર મળી અને 2 સ્ટેટ્સ, તેવર, હાફ ગર્લફ્રેન્ડ, ઔરંગઝેબ અને કી એન્ડ કા જેવી ફિલ્મોમાં કામ કર્યું.
ઉલ્લેખનીય છે કે, અર્જુન કપૂર ખતરો કે ખેલાડી સીઝન 7 પણ હોસ્ટ કરી ચુક્યો છે. તેઓ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાના ફેન્સ સાથે ઈન્ટરેક્ટ થતા રહે છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અર્જુન કપૂર ફિલ્મ 'ભૂત પોલીસ' અને 'એક વિલન રિટર્ન'માં મહત્વની ભૂમિકામાં દેખાશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર