Home /News /entertainment /

HBD Arbaaz Khan: સપોર્ટિંગ રોલમાં હિટ થયા બાદ પ્રોડક્શન હાઉસ ખોલીને બોક્સ ઓફિસ પર થયો હિટ

HBD Arbaaz Khan: સપોર્ટિંગ રોલમાં હિટ થયા બાદ પ્રોડક્શન હાઉસ ખોલીને બોક્સ ઓફિસ પર થયો હિટ

ફાઇલ તસવીર

તે નિર્માતા અને દિગ્દર્શક તરીકે પોતાની ખાસ ઓળખ બનાવવામાં સફળ રહ્યા છે.

    આજે પ્રખ્યાત ફિલ્મી પરિવાર સાથે જોડાયેલા અરબાઝ ખાન (Arbaaz Khan)નો જન્મદિવસ છે. તે 4 ઓગસ્ટના રોજ પોતાનો 54મો જન્મદિવસ (Arbaaz Khan Birthday) ઉજવી રહ્યો છે. તેણે પોતાના નાના ભાઈ સલમાન ખાન (Salman Khan)ની જેમ ફિલ્મોમાં સફળ થવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેઓ એટલા સફળ ન થઈ શક્યા. જોકે તે નિર્માતા અને દિગ્દર્શક તરીકે પોતાની ખાસ ઓળખ બનાવવામાં સફળ રહ્યા છે. આ પ્રસંગે તેમના જીવન સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો જાણીએ.

    અરબાઝ ખાને ફિલ્મ 'દરાર'થી બોલિવૂડમાં પદાર્પણ કર્યું હતું. અરબાઝ ખાનને મુખ્ય ભૂમિકા કરતાં સહાયક ભૂમિકામાં વધુ પસંદ કરવામાં આવે છે. આજે પણ ફેન્સને ફિલ્મ 'પ્યાર કિયા તો ડરના ક્યા'માં અરબાઝનો રોલ યાદ છે. આ ફિલ્મમાં અરબાઝે કાજોલના મોટા ભાઈની ભૂમિકા ભજવી હતી, જ્યારે સલમાન કાજોલના પ્રેમીના રોલમાં જોવા મળ્યો હતો. આ ભૂમિકા માટે તેમને ફિલ્મફેરનો બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો એવોર્ડ પણ મળ્યો હતો.

    આ પણ વાંચો- યો યો હની સિંઘની પત્ની શાલિની તલવારે પતિ પર લગાવ્યો ઘરેલુ હિંસાનો આરોપ

    ઉલ્લેખનીય છે કે, અરબાઝે ઘણી ફિલ્મોમાં સલમાનના ભાઈની ભૂમિકા ભજવી છે. ભાઈઓની આ જુગલબંધીએ સ્ક્રીન પર ઘણી વખત કમાલ કરી બતાવી છે. અરબાઝે માત્ર ફિલ્મ 'દબંગ'માં જ નહીં, પરંતુ તે દબંગ ફિલ્મના નિર્માતા પણ હતા. આ ફિલ્મ તેમની કારકિર્દી માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ હતી. અરબાઝની કારકિર્દી પાટા પર આવી અને તેણે પોતાનું પ્રોડક્શન હાઉસ ખોલ્યું તેમજ ફિલ્મ 'દબંગ 2' બનાવી, જેને દર્શકોનો ખૂબ પ્રેમ મળ્યો.

    બોલિવૂડનાં તમામ સમાચારો માટે અહીં કરો ક્લિક

    અરબાઝ ઘણા ટીવી શોમાં પણ જોવા મળ્યો છે. આજકાલ તે તેના શો 'પિંચ'ને કારણે સમાચારોમાં છે. તે મલાઇકા અરોરા સાથેના સંબંધો અને છૂટાછેડાને કારણે પણ ચર્ચામાં રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અરબાઝ એક એડ શૂટિંગ દરમિયાન મલાઈકાને મળ્યો હતો. બંનેએ પાંચ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ 12 ડિસેમ્બર 1998ના રોજ લગ્ન કર્યા હતા. લગ્નના 19 વર્ષ બાદ આ દંપતી 2017માં અલગ થઈ ગયું હતું. અરબાઝને આ સંબંધથી એક પુત્ર પણ છે.
    First published:

    Tags: Arbaaz khan, બોલીવુડ

    આગામી સમાચાર