Home /News /entertainment /Hawkeye Season Finale Review: જેરેમી રેનર, હાઇલી સ્ટેઇનફેલ્ડની પરફેક્ટ ક્રિસમસ પ્રેઝન્ટ

Hawkeye Season Finale Review: જેરેમી રેનર, હાઇલી સ્ટેઇનફેલ્ડની પરફેક્ટ ક્રિસમસ પ્રેઝન્ટ

આ સિરીઝને સુપરહીરોના રસિકો માટે શ્રેષ્ઠ ક્રિસમસ ગિફ્ટ (Christmas gift) કહી શકાય

ડિઝની+ (Disney+) ની મિની સિરિઝ Hawkeyeનો ફાઇનલ એપિસોડ ચાહકો માટે મનોરંજનના ખજાના સમાન છે. આ સિરીઝને સુપરહીરોના રસિકો માટે શ્રેષ્ઠ ક્રિસમસ ગિફ્ટ (Christmas gift) કહી શકાય

ડિઝની+ (Disney+) ની મિની સિરિઝ Hawkeye નો ફાઇનલ એપિસોડ ચાહકો માટે મનોરંજનના ખજાના સમાન છે. આ સિરીઝને સુપરહીરોના રસિકો માટે શ્રેષ્ઠ ક્રિસમસ ગિફ્ટ (Christmas gift) કહી શકાય. આ સિરીઝમાં જેરેમી રેનર અને હાઇલી સ્ટેઇનફેલ્ડના હૃદયદ્રાવક દ્રશ્યો છે. પાંચમા એપિસોડમાં કેટ બિશપ (Steinfeld)ને તેની માતા એલાનોર બિશપ (Vera Farmiga) તેની સામે લડી રહી હોવાની ખબર પડે છે. આ સાથે જ છઠ્ઠા અને અંતિમ એપિસોડમાં કિંગપિનની જોરદાર એન્ટ્રી જોવા મળે છે.

Hawkeye સીઝનના છેલ્લા એપિસોડમાં કેટ તેના સાવકા પિતા જેકને નહીં, તેની માતા માતા એલાનોરની શોધતી હોવાનું પણ સામે આવે છે. બાદમાં તેણે ન કરેલા ગુના માટે તેને ફસાવી દેવાય છે. આ બાબત સામે આવ્યા બાદ કેટ માટે તેની માતાને કિંગપિનથી બચાવવાની જેવા નિર્ણય પણ મુશ્કેલ બને છે. બીજી તરફ ટ્રેકસૂટ હવે ક્લિન્ટ અને કેટની પાછળ પડે છે. નતાશા રોમાનોફ (Scarlett Johansson)નું મૃત્યુ ક્લિન્ટને કારણે થયું હોવાનું જાણી ગયેલી યેલેના બેલોવા (Florence Pugh) તેનું ખૂન કરવા તલપાપડ છે. રોનિનને મારવાનો પ્રયાસ કરી રહેલી માયા (Alaqua Cox)એ તેનો હેતુ બદલી નાખ્યો છે. કારણ કે તે હવે જાણે છે કે તેના પિતાની હત્યા પાછળ તેના માણસો જ જવાબદાર છે.

સિરીઝના છેલ્લા એપિસોડમાં આ બધા મુદ્દાઓ ઉકેલાઈ જાય છે. યેલેના અને કેટની એલિવેટર ફાઇટ અને મજાક ચાહકોને પસંદ પડ્યા છે. જ્યારે કેટ અને ક્લિન્ટની માફિયા સાથેની લડાઈ તમને હોમ અલોનમાં અપહરણકારો માટે જાળ ગોઠવતા કેવિનની યાદ અપાવશે. ટ્રિક રેઓવ ફરી જોવા મળે છે અને ક્લિન્ટનો નવો સુપરહીરો કોસ્ચ્યુમ પણ આકર્ષક દેખાય છે. ક્લિન્ટ કેટને તેના સાથી તરીકે સ્વીકારે છે. આ દ્રશ્ય એપિસોડનું સૌથી મોહક દ્રશ્ય છે. તેણી તેને યાદ અપાવે છે કે વર્ષો પહેલા ન્યૂયોર્કમાં તેને એલિયન્સ સામે લડતા જોઈને તેને સલામતીનો અનુભવ થયો હતો અને તેણે તેને અહેસાસ કરાવ્યો હતો કે સુપરહીરો બનવા માટે તમારે ઉડવા કે તમારા હાથમાંથી લેસર કાઢવાની જરૂર નથી. આ સાથે જ ક્લિન્ટ તેને કહે છે કે નતાશા હંમેશાં તેના વિશે વાત કરતી હતી. યેલેના તેની બહેન નતાશાને ભાવુક થાય છે આ દ્રશ્ય દર્શકોને પણ લાગણીસભર બનાવી દે છે. અલબત્ત આ બધું ઉતાવળે જોવા મળતું હોવાથી દ્રશ્ય તેનો સાર ગુમાવે છે.

આ એપિસોડમાં મોડેથી પ્રવેશ કરનારી માયાની વાત કરીએ તો તે કઝીને Hawkeyeને મારવાથી રોકવાનો પ્રયાસ કરે છે અને તેને તેની સાથે નવેસરથી શરૂઆત કરવા માટે સમજાવે છે. જોકે, તે આ બાબતે નિષ્ફળ જાય છે. પરિણામે તે જીવ ગુમાવે છે. માયા તેના અંકલ કિંગપિનને મારવા નીકળી પડે છે. આ સાથે જ કેટનો ફાઈટ સીન આગામી સમયના Marvelના યુવાન સુપરહીરો લાઈન અપમાં હોવા તરફ પણ આંગળી ચીંધે છે. જોકે, આ બધા રોમાંચક પ્લોટ પોઇન્ટ્ અને ભયજનક વિલન સાથે હોવા છતાં સ્ટોરી ધીમી જણાય છે. શરૂઆત ધીમી હોવાથી અંત ઝડપી આવે છે. કિંગપિનના પાત્ર બધાને ઉત્સાહિત કરે છે, જોકે તે ડેરડેવિલ ક્રોસઓવરને કારણે છે. પરંતુ તેની સ્ટોરીલાઇન સંતોષકારક નથી. આ શોને ક્રિસમસનજ થીમ પર બનાવાયો છે. આનો અર્થ એ છે કે MCI પાત્રના નિર્માણ સાથે તેની વાર્તા કહેવાની સાથે સ્ટાઇલને આગળ વધી રહ્યું હોવાનું જાણવા મળે છે.

આ પણ વાંચોupcoming biopics film: બોલિવૂડની આ 10 બાયોગ્રાફી મૂવીઝ જોવા લોકો છે ખૂબ આતુર, અહીં જાણો બધું જ

આ સિરીઝના અંતમાં કેટની માતાની ધરપકડ જોવા મળે છે. આ સાથે કેટ હવે ક્લિન્ટ અને તેના પરિવાર સાથે જોડાવા સાથે જાય છે. જેરેમી રેનર, હાઇલી સ્ટેઇનફેલ્ડ, વેરા ફાર્મિગા, ફ્રા ફી, ટોની ડાલ્ટન, ઝાહન મેકક્લેર્નોન અને અલાક્વા કોક્સ જેવા કલાકાર ધરાવતી આ સિરીઝ હોકી ડિઝની + હોટસ્ટાર પર સ્ટ્રીમિંગ થઈ રહી છે.
Published by:kiran mehta
First published:

Tags: Bollywood Latest News, Bollywood News in Gujarati, Web Series

विज्ञापन
विज्ञापन