Home /News /entertainment /Adipurush Fees: 'પ્રભાસ' આ ફિલ્મનો સૌથી મોંઘો એક્ટર છે; જાણો સૈફ સહિત ફિલ્મની પૂરી ટીમની ફી?

Adipurush Fees: 'પ્રભાસ' આ ફિલ્મનો સૌથી મોંઘો એક્ટર છે; જાણો સૈફ સહિત ફિલ્મની પૂરી ટીમની ફી?

પ્રભાસ આ ફિલ્મનો સૌથી મોંઘો એક્ટર છે

ઓમ રાઉતની બહુચર્ચિત ફિલ્મ 'આદિપુરુષ' (Adipurush) ઘણા સમયથી ચર્ચામાં છે. મોટા બજેટની આ ફિલ્મમાં સાઉથનો સુપરહિટ એક્ટર પ્રભાસ (Prabhas) જોવા મળશે. ફિલ્મનું ટીઝર હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે

    ઓમ રાઉતની બહુચર્ચિત ફિલ્મ 'આદિપુરુષ' (Adipurush) ઘણા સમયથી ચર્ચામાં છે. મોટા બજેટની આ ફિલ્મમાં સાઉથનો સુપરહિટ એક્ટર પ્રભાસ (Prabhas) જોવા મળશે. ફિલ્મનું ટીઝર હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે જેના વિશે દર્શકોનો મિશ્રિત પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. ફિલ્મમાં પ્રભાસ 'રામ', ક્રિતી સેનન 'જાનકી' અને સૈફ અલી ખાન 'રાવન'ની ભૂમિકામાં જોવા મળશે. શું તમે જાણો છો કે ફિલ્મમાં પોતાના પાત્રોમાં આ સ્ટાર્સે કેટલી ફી ચાર્જ કરી છે.

    આદિપુરુષ માટે પ્રભાસે મોટી ફી વસૂલીઃ


    ફિલ્મ 'બાહુબલી' અને 'બાહુબલી 2'ની સફળતા પછી પ્રભાસે પોતાની ફીમાં વધારો કર્યો હતો. આદિપુરુષ માટે તેણે મેકર્સની સામે 100 કરોડ રૂપિયા ફીની ડિમાન્ડ કરી હતી અને પછી તેની આ ડિમાન્ડ પૂરી પણ કરવામાં આવી. ફિલ્મમાં તે રામની ભૂમિકામાં જોવા મળશે. પ્રભાસ આ ફિલ્મનો સૌથી મોંઘો એક્ટર છે.

    આ પણ વાંચોઃAdipurush: આદિપુરુષના વિઝ્યુલ ઇફેક્ટ્સની ટીકા પર VFX કંપનીએ આપી સ્પષ્ટતા, કહ્યું- ;અમે નથી બનાવ્યા

    આદિપુરુષ માટે જાણો સૈફ અલી ખાન અને ક્રિતી સેનનની ફીઃ




    ફિલ્મમાં પ્રભાસની અપોઝિટ ક્રિતિ સેનન જોવા મળવાની છે જે જાનકીનો રોલ પ્લે કરી રહી છે. ક્રિતિ આ ફિલ્મ માટે 3 કરોડ રૂપિયા ફી લઈ રહી છે. તેમજ રામ બાદ ફિલ્મમાં રાવનની ભૂમિકા પણ ઘણી ચર્ચામાં છે જેને સૈફ અલી ખાન પ્લે કરી રહ્યો છે. જો કે, ટીઝર જોયા પછી તેના લુકની મજાક ઉડી રહી છે પરંતુ તમને જણાવી દઈએ કે આ ફિલ્મ માટે તે 12 કરોડ રૂપિયા ફી વસૂલી રહ્યો છે. પ્રભાસ પછી સૌથી વધુ ફી લેનાર તે બીજો એક્ટર છે.
    Published by:Priyanka Panchal
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन