મોડલનો ડ્રગ્સ લેતો VIDEO VIRAL, આ પહેલા કરી ચુકી છે ફાયરિંગ

News18 Gujarati
Updated: July 3, 2020, 6:44 PM IST
મોડલનો ડ્રગ્સ લેતો VIDEO VIRAL, આ પહેલા કરી ચુકી છે ફાયરિંગ
માહી ચૌધરી, હરિયાણવી એક્ટર અને મોડલ

આ પહેલાં માહી ચૌધરીનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં તે રિવોલ્વરથી હવામાં ફાયરિંગ કરતી નજર આવે છે.

  • Share this:
એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: હરિયાણનવી એક્ટ્રેસ અને મોડલ માહી ચૌધરી ફરીએક વખત ચર્ચામાં આવી છે. આ વખતે તેનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં તે ડ્રગ્સ લેતી નજર આવે છે. માહી ડ્રગ્સની લાઇન ખેંચતી નજર આવે છે. જ્યારે માહી ડ્રગ્સ લેતી હોય છે તે ડ્રગ્સ મોબાઇલ ફોન પર બે લાઇન ખેંચીને ગોઠવવામાં આવ્યું છે અને આ ફોન તેની મિત્ર પકડીને બેઠી છે. આ વીડિયો સમયે તેની મિત્ર બોલતી સાંભળવા મળે છે કે, તારા હાથ ધ્રુજી રહ્યાં છે. જોકે માહીને જોઇને એવું જરાં પણ નહોતું લાગી રહ્યું કે તે પહેલી વખત ડ્રગ્સ લઇ રહી હોય.

આ વીડિયો ક્યારનો છે અને ક્યાંનો છે તે અંગે હાલમાં કોઇ જ માહિતી નથી. આ વીડિયો એક ક્રાઇમ રિપોર્ટર દ્વારા તેમનાં ટ્વિટર પેજ પર મુકવામાં આવ્યો છે. આ વીડિયો હાલમાં ઇન્ટરનેટ પર વાયરલ થઇ ગયો છે. જે બાદ મેરઠ પોલીસ તપાસ એસઆઇટીને આપી છે.

આ વીડિયો વાયરલ થવા પર તેનાં પર ખુબ બધી કમેન્ટ્સ થઇ રહી છે કેટલાંકે લખ્યું છે કે, આ મહિલા સશક્તિકરણનું સૌથી વધુ ઉદહારણ છે. તો એકે લખ્યું છે, આ વીડિયો હાલમાં વાયરલ થયો છે પણ અફસોસની વાત છે કે તે બધી તપાસ બાદ પણ છૂટી જશે. પોલીસે દ્રારા કડક પગલાં લેવાની જરૂર છે.

આ પહેલાં માહી ચૌધરીનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં તે રિવોલ્વરથી હવામાં ફાયરિંગ કરતી નજર આવે છે. વાયરલ વીડિયોમાં માહી ઘરની છત પર ફાયરિંગ કરતા નજરે પડી રહી હતી. આ આખા મામલામાં હાલ તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો-સુશાંત કેસમાં મુંબઇ પોલીસે કંગનાને પૂછપરછ માટે બોલાવી! સમાચાર પર એક્ટ્રેસનું રિએક્શન

આ પણ વાંચો-'એ લડકી કમર હિલા...', જ્યારે સરોજ ખાને કરિનાને ખખડાઇ કાઢી'તી

માહી ચૌધરી હરિયાણવી આલ્બમમાં પણ કામ કરી ચુકી છે. તેના અત્યાર સુધી ઘણા આલ્બમ રીલીઝ થઇ ચુક્યા છે. જેને ફેન્સ દ્રારા પસંદ કરવામાં આવે છે.
First published: July 3, 2020, 6:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading