‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ના ચાહકો માટે સરપ્રાઈઝ; થઈ રહી છે પોપ્યુલર કલાકારોની એન્ટ્રી

યે રિસ્ાત ક્યા કહલાતા હૈ ફાઈલ તસવીર

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ (Yeh Rishta Kya Kehlata Hai) માં નવી સ્ટારકાસ્ટ જોડાવવાની છે. શોમાં અક્ષરા, કાયરવ અને આરોહીની નવી વાર્તા માટે નવા સ્ટાર્સને અપ્રોચ કરાયા છે.

  • Share this:
    યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ (Yeh Rishta Kya Kehlata Hai) ટીવી પર સૌથી લાંબા સમય સુધી ચાલતી સિરિયલ બની ચૂકી છે. સીરત અને કાર્તિકની જોડી અત્યારે સૌથી વધારે પસંદ થનારી ઑનસ્ક્રીન જોડી પૈકીની એક છે. હવે એ કન્ફર્મ થઈ ગયું છે કે, યે રિશ્તા ક્યા કહલાતા હૈ શોમાં લીપ આવશે અને મોહસિન ખાન (Mohsin Khan) તેમજ શિવાંગી જોશી (Shivangi Joshi) સિરિયલ છોડી દેશે. હવે ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં કિડ્સ એટલે કે અક્ષરા, કાયરવ અને આરોહી સાથે એક નવી વાર્તા જોવા મળશે. કાયરવ શોનો લીડ સ્ટાર હશે જે પોતાની બહેન અક્ષરા અને આરોહી સાથે ગોયન્કા પરિવારની દેખભાળ કરતો જોવા મળશે.

    જલ્દી જ મેકર્સ સીરત અને કાર્તિકની વાર્તોનો અંત દર્શાવશે. એ કહેવું અઘરું છે કે તેનો અંત શું હશે, પરંતુ મેકર્સ શોના અત્યંત પસંદ કરાયેલા પાત્રો માટે નવા ટ્વિસ્ટ અને ટર્ન સાથે યોગ્ય અંત સર્જવામાં અત્યારે ધ્યાન આપી રહ્યા છે. જલ્દી જ લીપ બાદ કાયરવ, અક્ષરા અને આરોહી સાથે કાર્તિક, નાયરા અને સીરતની વાર્તા આગળ લઈ જતા જોવા મળશે. મોટા સમાચાર છે કે ટીવી અભિનેતા હર્ષદ ચોપરા (Harshad Chopra) ને આ સિરિયલ માટે ફાઈનલ કર્યો હોવાની ચર્ચા છે. આ પોપ્યુલર એક્ટર શોમાં લીડ રોલ ભજવવાનો છે.

    બીજી બાજી ટીવી અભિનેત્રી પ્રણાલી રાઠોડ (Pranali Rathod) પણ આ સિરિયલમાં એન્ટ્રી કરવાની છે. અભિનેત્રી શોમાં પ્યારી અક્ષરાની ભૂમિકા ભજવશે જે સરળ અને સભ્ય છોકરી હશે અને હંમેશ આરોહીની પડખે ઊભી રહશે.

    કોણ છે હર્ષદ ચોપરા?
    ટેલિવીઝનના પોપ્યુલર અભિનેતાઓમાં હર્ષદ ચોપરાનું નામ આવે છે. તેણે ‘કિસ દેશ મેરા હૈ મેરા દિલ’, ‘તેરે લિયે’, ‘દિલ સે દી દુઆ’, ‘હમસફર’, ‘ધરમપત્ની’, ‘લેફ્ટ રાઈટ લેફ્ટ’ જેવા કેટલાય જાણીતાં ટીવી શોઝમાં કામ કર્યું છે. હર્ષદ ચોપરાએ પોતાના કરિયરની શરૂઆત 2006માં ‘મમતા’ સિરિયલ દ્વારા કરી હતી. બાદમાં હર્ષદ ચોપરાએ 2008થી 2010 સુધી કિસ દેશ મેરા હૈ મેરા દિલમાં પ્રેમનું પાત્ર ભજવ્યું હતું. 2018નીસાલમાં તે સુપર હિટ શો ‘બેપનાહ’ (Bepanah)માં જોવા મળ્યા.

    યે રિશ્તા ક્યા કહલાતા હૈ જલ્દી જ લીપ કરવાનું છે. જેથી તેમાં નવા સ્ટાર્સ જોવા મળશે. અભિનેતા નમિક પૉલ (Namik Paul) ના નામની ચર્ચા પણ જોરમાં છે. કહેવાઈ રહ્યું છે કે નમિક સાથે કાયરવના પાત્ર માટે સંપર્ક કરવામાં આવ્યો છે. નામિક પૉલને ‘એક દુજે કે વાસ્તે’, ‘એક દિવાના થા’ અને ‘કવચ’ જેવી સિરિયલથી લોકપ્રિયતા મળી છે. જોકે, હર્ષદ અને નમિકમાંથી કોણ કાયરવનું પાત્ર ભજવશે તેનું ઑફિશિયલ અનાઉન્સમેન્ટ થયું નથી. એમ પણ બની શકે છે કે, બંને સિરિયલમાં કાસ્ટ થાય અને તેમના પાત્ર અલગ અલગ હોય.

    https://www.timesnowhindi.com/entertainment/television/article/yeh-rishta-kya-kehlata-hai-3-new-entry-in-star-plus-show-from-bepannah-actor-harshad-chopra-to-barrister-babu-actress-pranali-rathod-and-tv-actor/366910
    Published by:Nirali Dave
    First published: