Home /News /entertainment /

હેરી પોર્ટર સ્ટાર એમા વોટ્સનનો ખુલાસો, રૂપર્ટ ગ્રિન્ટ સાથે કિસીંગ સીન કરવો ખૂબ મુશ્કેલ હતો

હેરી પોર્ટર સ્ટાર એમા વોટ્સનનો ખુલાસો, રૂપર્ટ ગ્રિન્ટ સાથે કિસીંગ સીન કરવો ખૂબ મુશ્કેલ હતો

હેરી પોર્ટર સ્ટાર એમા વોટ્સનનો ખુલાસો, રૂપર્ટ ગ્રિન્ટ સાથે કિસીંગ સીન કરવો ખૂબ મુશ્કેલ હતો

ફિલ્મ હેરી પોટર (Film (Harry Potter) માં હર્મિઓન ગ્રેન્જરનું પાત્ર ભજવનાર એમા વોટ્સન અને રોનાલ્ડ વેસ્લીનું પાત્ર ભજવનાર રૂપર્ટ ગ્રિફિંડર કોમન રૂમમાં ડેનિયલ રેડક્લિફ (હેરી પોટર) સાથે બેઠા હતા અને ફિલ્મોના શૂટિંગની સમયની તેમની જૂની યાદોને તાજી કરી

વધુ જુઓ ...
    હેરી પોટરની 20મી એનિવર્સરી પર રીયૂનિયન (Harry Potter 20th anniversary reunion) દરમિયાન હોગવર્ટ્સ (Hogwarts)માં એમ્મા વોટસને (Emma Watson) રુપર્ટ ગ્રિન્ટ (Rupert Grint) સાથેના તેના કિસીંગ સીનને યાદ કર્યો અને કહ્યું કે તે બંને માટે ખૂબ મુશ્કેલ હતી. ફિલ્મ હેરી પોટર (Film (Harry Potter) માં હર્મિઓન ગ્રેન્જરનું પાત્ર ભજવનાર એમા વોટ્સન અને રોનાલ્ડ વેસ્લીનું પાત્ર ભજવનાર રૂપર્ટ ગ્રિફિંડર કોમન રૂમમાં ડેનિયલ રેડક્લિફ (હેરી પોટર) સાથે બેઠા હતા અને ફિલ્મોના શૂટિંગની સમયની તેમની જૂની યાદોને તાજી કરી હતી.

    કિસીંગ સીન (Harry Potter kissing Scene) સૌથી મુશ્કેલ હતો

    આ દરમિયાન એમાએ જણાવ્યું કે, ફિલ્મમાં અમારો કિસીંગ સીન (Harry Potter kissing Scene) સૌથી મુશ્કેલ હતો. હેરી પોટરની છેલ્લી ચાર ફિલ્મોનું દિગ્દર્શન કરનાર ડેવિડ યેટ્સે કહ્યું, “મેં બંને સાથે તેમના ટ્રેલરમાં વાત કરીને ખાતરી કરી કે તેઓ બંને તૈયાર છે કે નહીં. તેમના માટે આ એક મોટી તૈયારી સમાન હતું.”

    કિસીંગ સીન ખૂબ જ ડ્રામેટિક હતો. પરંતુ બંને સતત હસી રહ્યા હતા

    એમાએ આગળ જણાવ્યું કે, “રૂપર્ટ સાથે તેનો કિસીંગ સીન ખૂબ જ ડ્રામેટિક હતો. પરંતુ સીન દરમિયાન અમે બંને સતત હસી રહ્યા હતા. હું ખરેખર ખૂબ ચિંતિત હતી કે અમે ક્યારે આ સીન કરી શકીશું. કારણ કે અમે તેને ગંભીરતા લઇ શકતા નહોતા.” એમાએ ઉમેર્યુ કે, “હું જાણતી હતી કે આવું જ કંઇક થશે. એટલે મેં જ પહેલા પ્રયાસ કર્યો હતો.” ડેવિડે કહ્યું કે તેણે તે પ્રથમ ટેકમાં ‘રૂપર્ટના ચહેરાને આશ્ચર્ય ચકિત થતો જોયો હતો.’

    કંઇક ખોટું લાગી રહ્યું હતું. કેમ કે હું, ડેન અને રૂપર્ટ અમે ભાઇ-બહેન જેવા છીએ

    રૂપર્ટે જૂની વાતો યાદ કરતા જણાવ્યું કે, “હું તદ્દન અજાણ હતો. મને યાદ છે કે તારો ચહેરો સતત મારી નજીક આવી રહ્યો હતો.” એમાએ કહ્યું કે, તેણે તે સીનને 'હોરર શો' જેવો બનાવી દીધો હતો. જોકે રૂપર્ટે કહ્યું કે, "તે બધુ એટલું ખરાબ પણ નહોતું, હું જાણું છું." એમા આગળ જણાવે છે કે, “રૂપર્ટને કિસ કરવી મારા માટે સૌથી મુશ્કેલ રહી હતી. કારણ કે તેમાં સતત કંઇકને કંઇક ખોટું લાગી રહ્યું હતું. કેમ કે હું, ડેન અને રૂપર્ટ અમે ભાઇ-બહેન જેવા છીએ.”

    આ પણ વાંચો - સલમાન ખાન ક્યારેય હોટલમાં મેઈન ગેટથી એન્ટ્રી નથી લેતો? ભાઈજાનની કેટલીક ખાસ વાતો

    હેરી પોટર રિયુનિયન સ્પેશિયલમાં હેલેના બોનહામ કાર્ટર, રાલ્ફ ફિનેસ, જેસન આઇઝેક્સ, ગેરી ઓલ્ડમેન, ઇમેલ્ડા સ્ટૉન્ટન, ટોમ ફેલ્ટન, રોબી કોલટ્રેન, મેથ્યુ લેવિસ, માર્ક વિલિયમ્સ, જેમ્સ ફેલ્પ્સ, ઓલિવર ફેલ્પ્સ, માર્ક વિલિયમ્સ, બોની રાઈટ, આલ્ફ્રેડ એનોક, ઈવાન્ના લિન્ચ અને અન્ય અનેક કલાકારો પણ જોવા મળશે. તેનું પ્રીમિયર 1 જાન્યુઆરીએ HBO Max પર થશે.
    First published:

    Tags: Hollywood, Hollywood Movie, Hollywood News, Hollywood stars

    આગામી સમાચાર