'હટ જાઓ તાઉ' ગીત પર વિવાદ, સપના સહિત 16 લોકોને રૂ. 7 કરોડની નોટિસ

સપના નાનૂ કી જાનૂ ફિલ્મમાં નજર આવશે.આ ફિલ્મમાં તે અભય દેઓલ સાથે જોડી જમાવતી નજર આવશે

સપના નાનૂ કી જાનૂ ફિલ્મમાં નજર આવશે.આ ફિલ્મમાં તે અભય દેઓલ સાથે જોડી જમાવતી નજર આવશે

 • Share this:
  હરિયાણા: બિગ બોસ-11 કન્ટેસ્ટંટ અને ડાન્સર સપના ચૌધરી નવી મુસીબતમાં ઘેરાઇ ગઇ છે. હરિયાણાનાં ફેમસ સિંગર વિકાસ કુમારની ફિલ્મ 'વીરે દી વેડિંગ'નાં ડિરેક્ટર સહિત 16 લોકો પર કોપી રાઇટ મામલે 7 કરોડ
  રૂપિયાની નોટિસ ફટકારવામાં આવી છે. આ નોટિસ ફિલ્મમાં તેમનાં પોપ્યુલર સોંગ 'હટ જા તાઉ પાછે ને' ફિલ્માવવા મામલે છે.

  સપના ઉપરાંત સુનિધિ ચૌહાણ, જિમ્મી શેરગિલ, યુવિકા ચૌધરી નિર્દેશક આશુ ત્રિખા અને નિર્માતા રજત બક્શીને હરિયાણાનાં પ્રખ્યાત સિંગર વિકાસ કુમારને આ નોટિસ ફટકારવામાં આવી છે. ફિલ્મ 'વીરે દી વેડિંગ'માં આ ગીતને સુનિધિ ચૌહાણે ગાયુ છે અને સપના ચૌધરીએ તેનાં પર ડાન્સ કર્યો છે. જ્યારે આ સોન્ગમાં જિમ્મી શેરગિલ, યુવિકા ચૌધરી પણ નજર આવે છે.

  સિંગર વિકાસ કુમારનું કહેવું છે કે, 10 વર્ષ પહેલાં મરા દ્વારા ગાવવામાં આવેલાં ગીતનાં કોપીરાઇટ મારી પાસે છે. મેકર્સે વગર મારી મંજૂરીથી આ ફિલ્મમાં આ ગીતનો ઉપયોગ કર્યો છે જેનાંથી મને આપત્તિ છે.


  તે કહે છે કે, 2006માં મે આ ગીત ગાયુ હતું જેમાં હરિયાણવી સંસ્કૃતિને દર્શાવવામાં આવી છે. હવે આ ગીતનાં માધ્યમથી હરિયાણવી સંસ્કૃતિને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહી છે. મે મારા વકિલ દ્વારા 7 કરોડની લીગલ
  નોટિસ મોકલી છે અને તેમની પાસેથી 7 દિવસમાં જવાબ માંગ્યો છે. જો 7 દિવસમાં જવાબ નહી આવે તો 16 સભ્યો પર ક્રિમિનલ એખ્ટ હેઠળ એક્શન લેવામાં આવશે.

  સપનાને મળી પહેલી બોલિવૂડ ફિલ્મ
  ફિલ્મ વીરે દિ વેડિંગ 2 માર્ચનાં રોજ રિલીઝ થઇ રહી છે આ એક રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે. ફિલ્મનાં તે સોન્ગમાં ડાન્સ કરતી નજર આવશે. આ ઉપરાંત સપના નાનૂ કી જાનૂ ફિલ્મમાં નજર આવશે.આ ફિલ્મમાં તે અભય દેઓલ સાથે જોડી જમાવતી નજર આવશે.
  Published by:Margi Pandya
  First published: