'બજરંગી ભાઈજાન' ફિલ્મના અભિનેતાનું કોરોનાથી નિધન, એક દિવસ પહેલા માતાનું થયું હતું નિધન

'બજરંગી ભાઈજાન' ફિલ્મના અભિનેતાનું કોરોનાથી નિધન, એક દિવસ પહેલા માતાનું થયું હતું નિધન
હરીશ બંચટા.

મંગળવારે સાંજે કોરોના પ્રોટોકોલ પ્રમાણે કનલોકમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. હરીશની એકમાત્ર દીકરી ધોરણ-9માં અભ્યાસ કરે છે.

 • Share this:
  શિમલા: હિમાચલ પ્રદેશમાં કોરોના (Coronavirus)નો પ્રકોપ વધ્યો છે. મંગળવારે અહીં કોરોનાથી 12 લોકોનાં મોત થયા છે. સંક્રમિત થયેલા લોકોમાં બોલિવૂડ (Bollywood)માં હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)નું નામ રોશન કરનારા હરીશ બંચટા (Harish Banchata) પણ સામેલ છે. મંગળવારે સવારે તેમનું કોરોનાથી નિધન થઈ ગયું હતું. તેઓ 'બજરંગી ભાઈજાન' (Bajrangi Bhaijaan) ફિલ્મમાં અભિનય કરી ચુક્યા છે. આ ઉપરાંત તેઓ અનેક ટીવી ધારાવાહીકમાં પણ કામ કરી ચુક્યા છે. ખૂબ જ પ્રસિદ્ધ ક્રાઇમ પેટ્રોલ અને સીઆઈડી ક્રાઇમમાં પણ તેઓ ચમકી ચૂક્યા છે.

  શિમલાથી હતા હરીશ  શિમલાના ચૌપાલના શંઠા સાથે સંબંધ ધરાવતા હરીશ આશરે છેલ્લા 18 વર્ષથી બોલિવૂડમાં સક્રિય હતા. પોતાની ખાસિયતથી તેઓ પોતાની અલગ ઓળખ બનાવવામાં સફળ રહ્યા હતા. 28 વર્ષીય દિવંગત હરીશે બોલિવૂડની અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. 'બજરંગી ભાઈજાન' ફિલ્મમાં તેમના અભિનયની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી હતી. આ ફિલ્મમાં દિવંગત હરીશે પાકિસ્તાનના પોલીસ અધિકારીની ભૂમિકા નિભાવી હતી.

  આ પણ વાંચો:

  માતાનું એક દિવસ પહેલા જ થયું હતુ નિધન

  હરીશ અનેક ટીવી ધારાવાહિક (TV Serials)માં પણ કામ કરી ચુક્યા છે. સીઆઈડી (CID) ક્રાઈમ અને ક્રાઇમ પેટ્રોલ (Crime Petrol)માં તેઓ અભિનય કરી ચુક્યા છે. દુઃખની વાત તો એ છે કે એક દિવસ પહેલા તેમના માતાનું પણ નિધન થયું હતું. તાવ બાદ હરીશને રોહડૂની આઈજીએમસી (IGMC) ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. સોમવારે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મંગળવારે સાંજે કોરોના પ્રોટોકોલ પ્રમાણે કનલોકમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. હરીશની એકમાત્ર દીકરી ધોરણ-9માં અભ્યાસ કરે છે.

  દેશમાં 86 લાખથી વધુ લોકો થયા સંક્રમિત:

  કોરોના વાયરસથી સંક્રમિત થનારા લોકોની સંખ્યા ભારતમાં 86 લાખને પાર થઈ ગઈ છે. ભલે કોવિડ-19ના નવા કેસોની સંખ્યા ઘટી ગઈ છે પરંતુ મૃત્યુઆંક રોજનો 500થી ઉપર રહે છે. સારી બાબત એ છે કે હાલ એક્ટિવ કેસો પણ 5 લાખથી ઓછા થઈ ગયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 44,281 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે.

  આ પણ જુઓ-

  આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 512 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 86,36,012 થઈ ગઈ છે. નોંધનીય છે કે, ભારતમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 80 લાખ 13 હજાર 784 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 4,94,657 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,27,571 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
  Published by:Vinod Zankhaliya
  First published:November 11, 2020, 09:55 am