Home /News /entertainment /હાર્દિક પંડ્યાની જાનમાં 3 વર્ષનો દિકરો પણ નાચશે, નતાશા સાથે સાત ફેરા લેવા માટે પસંદ કર્યો આ ખાસ દિવસ
હાર્દિક પંડ્યાની જાનમાં 3 વર્ષનો દિકરો પણ નાચશે, નતાશા સાથે સાત ફેરા લેવા માટે પસંદ કર્યો આ ખાસ દિવસ
હાર્દિક પંડ્યાએ નતાશા સાથે 2020માં કોર્ટ મેરેજ કર્યા હતા.
હાર્દિક પંડ્યાએ નતાશા (Natasha) સાથે 2020માં કોર્ટ મેરેજ કર્યા હતા. પરંતુ તે સમયે કોરોના કાળ હોવાના કારણે માત્ર પરિવારના લોકો જ લગ્નમાં હાજર રહ્યા હતા. હવે હાર્દિક પંડ્યા લગ્નના ત્રણ વર્ષ બાદ ધામધૂમથી લગ્ન કરવા જઈ રહ્યો છે.
સિદ્ધાર્થ અને કિયારા બાદ હવે રાજસ્થાનમાં વધુ એક હાઈપ્રોફાઈલ લગ્ન (High Profile Wedding) થવા જઈ રહ્યા છે. ભારતનો જાણીતો ક્રિકેટર હાર્દિક પંડ્યા (Hardik Pandya) લગ્નના બંધનમાં બંધાવા માટે તૈયાર છે. હાર્દિક પંડ્યાએ લગ્ન સમારોહ માટે જાણીતા ઉદયપુર (Udaipur)ને ડેસ્ટિનેશન વેડિંગ તરીકે પસંદ કર્યું છે.
હાર્દિક પંડ્યાએ નતાશા (Natasha) સાથે 2020માં કોર્ટ મેરેજ કર્યા હતા. પરંતુ તે સમયે કોરોના કાળ હોવાના કારણે માત્ર પરિવારના લોકો જ લગ્નમાં હાજર રહ્યા હતા. હવે હાર્દિક પંડ્યા લગ્નના ત્રણ વર્ષ બાદ ધામધૂમથી લગ્ન કરવા જઈ રહ્યો છે.
હાર્દિક પંડયા, પત્ની નતાસા સ્ટાનકોવિચ, તેના ભાઈ અને ક્રિકેટર કુણાલ પંડયા તેમજ પરિવારના અન્ય સભ્યો સોમવારે સવારે મુંબઈ એરપોર્ટથી નીકળીને ઉદેપુરના ડાબોક એરપોર્ટ પહોંચ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર હાર્દિક પંડ્યા 14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઇન ડેના દિવસે ઉદયપુરમાં ફરી લગ્ન કરી રહ્યો છે. તેમને એક પુત્ર અગસ્ત્ય પણ છે. લગ્નની તૈયારીઓ હાલ પૂરતી ગુપ્ત રાખવામાં આવી છે.
જાણકારી અનુસાર સોમવારે મહેંદી સેરેમની યોજાશે. ત્યાર બાદ હાર્દિક પંડ્યા અને નતાશા 14 ફેબ્રુઆરીએ લગ્ન કરશે. જો કે, આ હાઈપ્રોફાઈલ લગ્નમાં કઈ કઈ હસ્તીઓ હાજરી આપશે તે હજુ સુધી જાણી શકાયું નથી.
આ લગ્નમાં હોલિવૂડ સ્ટાર્સ, ક્રિકેટર, ઉદ્યોગપતિઓ અને અનેક બોલિવૂડ સેલિબ્રિટીઝ સામેલ થઈ શકે છે. લગ્ન ત્રણ દિવસ સુધી થશે. હાર્દિક પંડ્યાના લગ્ન ઉદયપુરના રામપુરા ચોકથી આગળ ફાઈવ સ્ટાર હોટલમાં થવાના સમાચાર છે. લગ્નના તમામ કાર્યક્રમો ખૂબ જ ખાનગી રાખવામાં આવ્યા છે. તમામ તૈયારીઓ પણ ગુપ્ત રીતે પૂર્ણ કરી લેવામાં આવી છે.
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્ન પણ રાજસ્થાનમાં થયા હતા
અહીં ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્ન રાજસ્થાનન જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં થયા હતા. ત્યારબાદ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ રાજસ્થાનના નાગૌર જિલ્લામાં સ્થિત પ્રસિદ્ધ ખિવસર કિલ્લામાં દીકરીના લગ્ન કર્યા હતા. અને હવે હાર્દિક પંડ્યા ફરી એક વાર દુનિયાના સુંદર અને બેસ્ટ વેડિંગ ડેસ્ટિનેશન તરીકે પ્રખ્યાત ઉદયપુરમાં પત્ની સાથે લગ્નની વિધિ પૂરી કરશે. આ લગ્ન ખૂબ ધામધૂમથી થશે અને અલગ અલગ ક્ષેત્રના જાણીતા ચહેરા આ લગ્નમાં મહેમાન બની શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર