Home /News /entertainment /HARDIK NATASHA WEDDING : હાર્દિક પંડ્યાનો દીકરો પોતાના પપ્પાના લગ્નમાં આપશે હાજરી! વેલેન્ટાઇન પર નતાશા સાથે ફરીથી કરશે લગ્ન
HARDIK NATASHA WEDDING : હાર્દિક પંડ્યાનો દીકરો પોતાના પપ્પાના લગ્નમાં આપશે હાજરી! વેલેન્ટાઇન પર નતાશા સાથે ફરીથી કરશે લગ્ન
હાર્દિક પંડ્યા નતાશા hardik natasha
HARDIK NATASHA MARRIAGE: ભાગ્યે જ કોઈ વ્યક્તિ એવી હશે જેણે પોતાના માં બાપના લગ્ન જોયા હશે. ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાનો દીકરો અગત્સ્ય આવી એક ઘટનાનો સાક્ષી બનશે.
ક્રિકેટ અને બૉલીવુડ બંને દુનિયામાંમાં હાલ લગ્નની આ સિઝન ચાલી રહી છે. સાથે જ પ્રેમનું અઠવાડિયુ એટલે કે વેલેન્ટાઇન વીક પણ ચાલી રહ્યું છે. આપણે બધા જાણીએ છીએ કે હાલ જ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્ન ખૂબ જ ચર્ચામાં હતા. એ પહેલા લોકેશ રાહુલ અને આથીયા શેટ્ટી પરણી ગયા. અને એવામાં હવે વધુ એક કપલ લગ્ન કરવા જઈ રહ્યું છે અને અંહી ખાસ વાત એ છે કે આ કપલ પહેલાથી જ પરિણીત છે અને ફરીથી લગ્ન કરવા જઈ રહ્યું છે.
ભારતીય ક્રિકેટ ટીમના શાનદાર બેટ્સમેન અને ટી-20 ટીમના કેપ્ટન રહી ચૂકેલા હાર્દિક પંડ્યાએ હવે ફરીથી લગ્ન કરવાની તૈયારી કરી લીધી છે. જાણીને તમને આંચકો લાગશે પણ તે પોતાની પત્ની નતાશા સાથે જ ફરીથી લગ્ન કરશે.
વર્ષ 2020માં કર્યા હતા પહેલા લગ્ન હાર્દિક અને નતાશા ઘણા સમયથી એકબીજાને ઓળખે છે. બંનેએ જાન્યુઆરી 2020માં સગાઈ કરી હતી. આ પછી મે 2020 માં બંનેએ નજીકના સંબધીઓની હાજરીમાં લગ્ન કર્યા હતા, જો કે ત્યારથી બંનેના મનમાં ભવ્ય લગ્નની ચર્ચા હતી. આખરે બંને હવે પોતાનું સપનું પૂરું કરવા જઈ રહ્યા છે. રિપોર્ટ મુજબ બંનેના લગ્નની તમામ વિધિ ઉદયપુરમાં હલ્દી, મહેંદી જેવા કાર્યક્રમો સાથે પૂર્ણ કરવામાં આવશે. સાથે જ કહેવામાં આવી રહ્યું છે કે આ લગ્નની તૈયારીઓ ગયા વર્ષે નવેમ્બરમાં શરૂ થઈ હતી.
સગાઈ પછી કરી હતી પ્રેગ્નન્સીની જાહેરાત હાર્દિક પંડ્યા અને નતાશાએ જાન્યુઆરી 2020માં સગાઈ બાદ જ પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. આ પછી જુલાઈ 2020 માં તેઓ એક પુત્રના માતાપિતા બન્યા. એ સમયે હાર્દિકે ટ્વીટર પર નાના પુત્રની આંગળી પકડીને એક તસવીર શેર કરીને આ માહિતી આપી હતી. તો પત્ની નતાશા પણ તેના ઇન્સ્ટાગ્રામ પર અવારનવાર હાર્દિક અને પુત્ર અગત્સ્ય સાથેની તસવીરો શેર કરતી રહે છે. હાલ બીજા લગ્નના સમાચાર સામે આવ્યા બાદ ચાહકો તેમના લગ્નની તસવીરોની રાહ જોઈ રહ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર