Home /News /entertainment /

હાર્દિક પંડ્યા અને નતાશાની સગાઇ પર ઉર્વશી રૌતેલાએ કહ્યું 'આશા છે કે તારી આ રિલેશન...'

હાર્દિક પંડ્યા અને નતાશાની સગાઇ પર ઉર્વશી રૌતેલાએ કહ્યું 'આશા છે કે તારી આ રિલેશન...'

ઉર્વશી રૌતેલા

"મારા લાયક કોઇ કામ હોય તો હું મદદ માટે તૈયાર છું"

    ક્રિકેટર હાર્દિક પંડ્યાએ અભિનેત્રી અને ડાન્સર નતાશા સાથે ન્યૂયર પર સગાઇ કરી લીધી. હાર્દિક પંડ્યા ભારતીય ક્રિકેટ ટીમના તે ક્રિકેટર્સમાંથી છે જેમનું નામ અનેક હસીનાઓ સાથે પહેલાથી જ જોડાઇ ચૂક્યું છે. આ લિસ્ટમાં બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલાનું નામ પણ છે. ચર્ચા તેવી પણ હતી કે આ બંને પણ કંઇક હતું. જો કે હવે ઉર્વશીએ હાર્દિક અને નતાશાની સગાઇ પર રિએક્શન આપ્યું છે.
    હાર્દિક પંડ્યા અને નતાશાને અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ શુભેચ્છા પાઠવી છે. વળી નતાશાના એક્સ બોયફ્રેન્ડ અલી ગોનીએ પણ આ સ્ટાર કપલને સગાઇની શુભેચ્છા આપી છે.

    ઉર્વશી રૌતેલાએ હાર્દિક અને નતાશાની સગાઇ પર તેમનો ફોટો શેર કરીને એક મોટી નોટ લખી છે. ઉર્વશી રૌતેલાએ ફોટોમાં લખ્યું છે કે સગાઇ માટે તમને શુભેચ્છા હાર્દિક પંડ્યા...આશા રાખુ કે તમારી રિલેશનશીપ પ્રેમ અને ખુશીઓથી ભરેલી હોય. હું તમારા ખુશી જીવન અને એવરલાસ્ટિંગ પ્રેમ માટે પ્રાર્થના કરીશ. અને તારી પાસે મારા લાયક કોઇ કામ હોય તો હું મદદ માટે તૈયાર છું"

    ઉર્વશીની પોસ્ટ


    ઉલ્લેખનીય છે કે નતાશાના એક્સ બોયફ્રેન્ડ અલી ગોનીએ પણ તેમની સગાઇના ફોટો પર હાર્ટ ઇમોજી શેર કર્યું છે. આ પહેલા અલી અને નતાશા નચ બલિયે 9માં સાથે આવી ચૂક્યા છે. અને તેમના સંબંધો ખૂબ ચર્ચામાં પણ રહી ચૂક્યા છે. જો કે હવે હાર્દિકે નતાશા સાથે જીવન વીતાવાનો નિર્ણય કરી લીધો છે. અને તેમણે સમુદ્રની વચ્ચે ખૂબ જ રોમાન્ટિક રીતે તેને પ્રપોઝ કરીને સગાઇ કરી લીધી છે.
    Published by:Chaitali Shukla
    First published:

    Tags: Urvashi Rautela, બોલીવુડ, હાર્દિક પંડ્યા

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन