Home /News /entertainment /

Birthday: 1 દિવસમાં 40 સિગારેટ ફૂંકતો હતો VISHAL DADLANI, કારકિર્દી પર જોખમ બાબતે કરી હતી આવી પોસ્ટ

Birthday: 1 દિવસમાં 40 સિગારેટ ફૂંકતો હતો VISHAL DADLANI, કારકિર્દી પર જોખમ બાબતે કરી હતી આવી પોસ્ટ

હેપી બર્થ ડે વિશાલ દદલાની

વિશાલ અને શેખરે શાહરૂખ ખાનના ડ્રીમ પ્રોજેક્ટ રા-વન માટે પણ સંગીત આપ્યું હતું. ઓમ શાંતિ ઓમમાં શાનદાર કામ બદલ તેમને આઈફા, ફિલ્મફેર અને અપ્સરા એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યા હતા.

જાણીતા ગાયક અને સંગીતકાર વિશાલ દદલાણીનો આજે જન્મદિવસ છે. તેમનો જન્મ 28 જૂન, 1973ના રોજ થયો હતો. આજે તેઓ 48મો જન્મદિન ઉજવી રહ્યા છે. તેમને ચારેય તરફથી શુભેચ્છાઓ મળી રહી છે.

વિશાલ દદલાણીએ શેખર રાજવાની સાથે જોડી બનાવી હતી. આ બંનેએ અનેક હિન્દી-મરાઠી ફિલ્મોમાં સંગીત આપ્યું છે. વિશાલે પોતાની કારકિર્દીનો પ્રારંભ 'પ્યાર મેં કભી કભી' ગીતથી કર્યો હતો. જે ગીત લોકોને ખૂબ ગમ્યું હતું. અત્યારે વિશાલના અવાજના લાખો ચાહકો છે. જેઓ તેમના દરેક ગીતને પસંદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે, એક સમયે વિશાલની કારકિર્દી વ્યસનના કારણે જોખમમાં મુકાઈ જવાની હતી!

વાત એમ છે કે, વિશાલ દદલાણી એક સમયે ખૂબ સિગારેટ પીતા હતા. આ વ્યસનનો ખુલાસો તેમણે પોતે જ કર્યો હતો. તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં એક વિડીયો શેર કર્યો હતો. જેમાં તેમણે દિવસમાં 40 જેટલી સિગારેટ પીતો હોવાનો ખુલાસો કર્યો હતો અને તેના કારણે કારકિર્દી જોખમમાં મુકાઈ ગઈ હોવાનું પણ કહ્યું હતું.

આ બાબતે વિશાલ દદલાણીએ 2020માં જ ખુલાસો કર્યો હતો. વિશાલે તેના વિડીયોના કેપ્શનમાં લાંબી પોસ્ટ લખી હતી. જેમાં તેણે લખ્યું હતું કે, 2019માં ઓગસ્ટના છેલ્લા દિવસે તેણે ધૂમ્રપાન છોડી દીધું હતું. 9 વર્ષથી મેં એક દિવસમાં 40થી વધુ સિગારેટ પીધી છે. જેનાથી કોન્સર્ટ અને રેકોર્ડિંગ દરમિયાન મારા ગળામાં ખરાબ રીતે ઇજા થતી હતી. મારા અવાજે હિંમત છોડી દીધી હતી. મેં કોઈને ખબર પડવા દીધી નહોતી, પરંતુ હું સંઘર્ષ કરી રહ્યો હતો. મારી રેન્જ, કંટ્રોલ, ટોન બધું ખોરવાતું હતું.

વિશાલે પોતાની પોસ્ટમાં વધુમાં લખ્યું હતું કે, ધીમે ગાવું લગભગ અશક્ય હતું. જેમાં લાઉડ ટેક કરતા વધારે મહેનત થાય છે તે દરેક ગાયક જાણે છે. તમે છેલ્લાં 2 વર્ષમાં મારી પાસેથી જે કંઇ સાંભળ્યું છે, તેમાં મેં ક્યાંય પણ 100 ટકા આપ્યું નથી. પરંતુ હવે લગભગ છેલ્લા 6 મહિના સ્મોકિંગ છોડ્યા બાદ મારો અવાજ જુના અંદાજમાં પાછો ફરી રહ્યો છે. મારી સાફ ટોન પરત આવી ગઈ છે. મારુ બેલેન્સ પહેલા કરતા ઘણું સારું છે. ફરીથી ગાઈ શકવા બદલ હું ખરેખર ખુશ છું. મારે એટલું જ કહેવું છે કે, જો તમે સિગારેટ પીતા હોવ તો તમારી જાતને સંપૂર્ણ રીતે ખતમ કરી દો તે પહેલાં જ બંધ કરી દો.

ઉલ્લેખનીય છે કે, 2003માં ઝંકાર બીટથી વિશાલને ઓળખ મળી હતી. આ ફિલ્મમાં તેના અવાજના જાદુએ લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. જેના કારણે તેને ન્યૂ ટેલેન્ટ હન્ટ આરડી બર્મન એવોર્ડ પણ મળ્યો હતો. ત્યારબાદ વિશાલ સળતાના રસ્તે આગળ વધતો રહ્યો હતો.

વિશાલ અને શેખરે શાહરૂખ ખાનના ડ્રીમ પ્રોજેક્ટ રા-વન માટે પણ સંગીત આપ્યું હતું. ઓમ શાંતિ ઓમમાં શાનદાર કામ બદલ તેમને આઈફા, ફિલ્મફેર અને અપ્સરા એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યા હતા. થોડા સમય પહેલા તેઓ ઇન્ડિયન આઇડોલના જજ તરીકે દેખાતા હતા. અલબત, આ વર્ષે તેણે શોથી દૂર રહેવાનો નિર્ણય લીધો હતો. તેના સ્થાને શોમાં હિમેશ રેશમિયા છે.
First published:

Tags: Playback Singer, Songs, Vishal dadalani, ગાયક, ગીતો, બોલિવૂડ, બોલીવુડ, વિશાલ દદલાની

આગામી સમાચાર