HBD: વરુણ ધવન બનવા માંગતો હતો રેસલર, પછી આસિસ્ટન્ટ ડિરેક્ટરમાંથી બની ગયો એક્ટર

PHOTO @varundvn/Instagram

  • Share this:
    બોલિવૂડ એક્ટર વરૂણ ધવન આજે પોતાનો 34 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. પોતાની કારકિર્દીમાં ઘણી હિટ ફિલ્મો આપનાર વરુણ ધવન માત્ર તેના અભિનય માટે જ નહીં, પરંતુ ડાન્સ માટે પણ જાણીતા છે. આ વર્ષે વરુણે તેની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે લગ્ન કર્યા હતા. વરૂણ ધવનના પિતા ડેવિડ ધવન અને તેનો ભાઈ રોહિત ધવન બંને ફિલ્મ ડિરેક્ટર છે. ફિલ્મી બેકગ્રાઉન્ડ હોવા છતાં તેણે પોતાની એક અલગ ઓળખ બનાવી લીધી છે. અહીં તેના જન્મદિવસ પર વરુણ સાથે જોડાયેલી કેટલીક વિશેષ બાબતો આપેલી છે.

    રેસલર બનવા માંગતા હતા વરુણ- એક ઇન્ટરવ્યૂ દરમિયાન વરુણે જણાવ્યું હતું કે તેઓ ક્યારેક રેસલર બનવા માંગતા હતા. પરંતુ અચાનક તેમનું મન ફિલ્મો તરફ વળ્યું, જે બાદ તેમણે ફિલ્મોમાં કામ શરુ કર્યું.

    શાહરુખ અને કાજોલને પોતાના ઈશારે નચાવ્યા- વરુણ ધવને નોટિંગહામ ટ્રેન્ટ યુનિવર્સિટીમાંથી બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો છે. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ વરુણે ફિલ્મોમાં હાથ અજમાવવાનું નક્કી કર્યું અને કરણ જોહરના આસિસ્ટન્ટ તરીકે શાહરૂખ અને કાજોલ સ્ટાર ફલ્મ માય નેમ ઇઝ ખાનમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું.



    જ્યારે ટુરિસ્ટે તેને સમજ્યો હોટલનો સ્ટાફ-ફિલ્મ 'ઓક્ટોબર'ના શૂટિંગ દરમિયાન બનેલી એક ઘટનાને યાદ કરતાં તેણે ખુલાસો કર્યો હતો કે ફિલ્મનું શૂટિંગ ફાઇવ સ્ટાર હોટલ ખાતે થયું હતું. જ્યાં વિદેશી પર્યટક તેને શૂટિંગ દરમિયાન સાચા હોટલ વર્કર સમજી બેઠા હતા અને વરુણને રૂમ સર્વિસનો ઓર્ડર આપ્યો હતો. જે બાદ તેમણે ટુરિસ્ટના બધા જ કામ કર્યા હતા.



    ક્લાસ 6થી છે નતાશા સાથે સંબંધ- વરૂણ ધવને કરીના કપૂર ખાનના શો 'વોટ વુમન વોન્ટ'માં પોતાની પર્સનલ લાઇફને લગતી ઘણી બાબતો જાહેર કરી હતી. જેનાથી વરૂણ ધવનના ઘણા ફેન્સ અજાણ છે. વરૂણ ધવને જણાવ્યું હતું કે તેણે નતાશાને પહેલી વાર ક્લાસ 6માં જોઈ હતી. જે બાદ નતાશા અને વરુણ મિત્રો બની ગયા, 12મા ધોરણ સુધી તેઓ એકબીજાના સારા મિત્રો હતા. જ્યારે વરૂણ ધવને આ દરમિયાન ઘણી વાર નતાશાને પોતાના દિલની વાત કરી હતી, પરંતુ તેણે વરૂણને કદી હા ન પાડી. પછી તેણે વરૂણને હા પાડી અને મિત્રતા પ્રેમમાં ફેરવાઈ ગઈ.



    ઉલ્લેખનીય છે કે વરુણે 2012માં કરણ જોહરની ફિલ્મ 'સ્ટુડન્ટ ઓફ ધ યર' સાથે ફિલ્મોમાં પદાર્પણ કર્યું હતું. આલિયા ભટ્ટ અને સિદ્ધાર્થ મલ્હોત્રા પણ આ ફિલ્મમાં લીડ એક્ટર તરીકે હતા. જે બાદ વરુણે 'મેં તેરા હીરો', 'હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા', 'બદ્રીનાથ કી દુલ્હનિયા', 'દિલવાલે', 'બદલાપુર', 'એબીસીડી 2', 'ઢીશૂમ', 'જુડવા 2', 'ઓક્ટોબર', 'સ્ટ્રીટ ડાન્સર 3 ડી', 'કલંક' અને 'કુલી નંબર 1' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.
    First published: