B'day: પ્રવાહથી હટીને ચાલનારા અનુરાગની આ ફિલ્મો જોવાનું ન ચુકતા

યૂટ્યુબ પર અનુરાગ કશ્યપની શોર્ટ ફિલ્મ 'છુરી' અત્યાર સુધીમાં 46 લાખથી વધુ વખત જોવામાં આવી છે

યૂટ્યુબ પર અનુરાગ કશ્યપની શોર્ટ ફિલ્મ 'છુરી' અત્યાર સુધીમાં 46 લાખથી વધુ વખત જોવામાં આવી છે

  • Share this:
    મુંબઇ: ઉત્તર પ્રદેશનાં પૂર્વાંચલ વિસ્તારનાં ગોરખપુર જિલ્લામાં અનુરાગ કશ્યપનો જન્મ થયો. આજે તેનો 46મો જન્મ દિવસ છે. અનુરાગ હમેશાં પ્રવાહથી હટીને ફિલ્મો બનાવવા માટે જાણીતો છે. પછી તે બોલિવૂડ ફિલ્મ હોય કે શોર્ટ ફિલ્મસ. અનુરાગે તેનું શરૂઆતનું ભણતર દેહરાદુનમાં કર્યુ અને બાદમાં તે ગ્વાલિયર આવી ગયો. જે બાદ તે દિલ્હી આવી ગયો. અને અહીં તેણે થિએટર જોઇન કર્યુ. અનુરાગનાં કરિયરમાં ઘણાં ઉથાર ચઢાવ આવ્યા અને આજે અનુરાગ ઇન્ડસ્ટ્રીમાં તેનું આગવું સ્થાન ધરાવે છે. અનુરાગનાં જન્મ દિવસ પર આજે આપણે વાત કરીશું તેની તે ફિલ્મોની જે કદાચ આપે નથી જોઇ. કારણ કે આ શોર્ટ ફિલ્મસ છે અને તે બિગ સ્ક્રિન પર રિલીઝ નથી થઇ..

    યૂટ્યુબ પર અનુરાગ કશ્યપની શોર્ટ ફિલ્મ 'છુરી' અત્યાર સુધીમાં 46 લાખથી વધુ વખત જોવામાં આવી છે. ફિલ્મનું ડિરેક્શન માનસી જૈને કર્યુ છે. ફિલ્મમાં ટિસ્કા ચોપરા ખુબજ અલગ અંદાજમાં નજર આવી છે. આ ફિલ્મમાં સુરવીન ચાવલાની સાથે અનુરાગ કશ્યપે પણ નાનકડો રોલ અદા કર્યો છે.



    ભીડથી અલગ ચાલનારા નિર્દેશક અનુરાગ કશ્યપની ફિલ્મ 'કરાટા' તેમનાં વાતનો પુરાવો આપે છે, જાણવા માટે જુઓ 'Kartaa'



    અનુરાગ કશ્યપ પર આજની એક સીરીઝમાં અમે વાત કરી રહ્યાં છે તેમની તે ફિલ્મ જે યુટ્યુબ પર દર્શકોને તેમની તરફ ખેંચી રહી છે. 'મુરબ્બા' અનુરાગની ફઇલ્મ બોમ્બે ટોકીઝની ચોથી કડી છે.



    અનુરાગ કશ્યપની શોર્ટ ફઇલ્મ્સની સીરીઝમાં આગમી જે ફિલ્મ છે તે છે 'ટ્યુબલાઇટ કા ચાંદ' આ ફિલ્મમાં એક છોકરો છે જેનું નામ 'ટ્યૂબલાઇટ' છે. તે લોકોની ગાડીઓ સાફ કરે છે. તેની નજર ચાંદ પર જ હોય છે તેને તે અડવા માંગે છે. તેની કહાની છે આ શોર્ટ ફિલ્મ 'ટ્યુબલાઇટ કા ચાંદ'



    5 વર્ષનું એક બાળક છે જે જીવવા માટે ખાવાનું ચોરે છે. આપને જરૂર મહેસુસ કરાવશે કે આપ ખુબજ ખુશનસીબ છો જે આપને બે ટાઇમ સુખેથી ભોજન મળી રહે છે. અનુરાગની આ ફિલ્મ 'ધ જોય ઓફ ગિવિંગ' આપને એવી જ દુનિયામાં લઇ જશે.

    Published by:Margi Pandya
    First published: