Sunil Shetty Happy Birthday : સુનિલ શેટ્ટી એક્ટર નહીં, ક્રિકેટર બનવા માંગતા હતા, 60 વર્ષે પણ છે ફિટ
Sunil Shetty Happy Birthday : સુનિલ શેટ્ટી એક્ટર નહીં, ક્રિકેટર બનવા માંગતા હતા, 60 વર્ષે પણ છે ફિટ
ફાઇલ તસવીર
Happy Birthday Sunil Shetty : બોલીવુડ અભિનેતા ( Bollywood Actor ) સુનિલ શેટ્ટી (Suniel Shetty) એ વર્ષ 1992માં બલવાન ફિલ્મથી પોતાની કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો.
મુંબઈ: એક રીતે વૃદ્ધ કહેવાય તેવા હિન્દી સિનેમાના સ્ટાર્સ ફિટનેસની નવી પરિભાષાઓ આપી રહ્યા છે. 60 વર્ષ પહેલા આજના દિવસે જન્મેલા અભિનેતા સુનીલ શેટ્ટી ( Sunil Shetty Happy Birthday ) નું બોડી બિલ્ડિંગ અનેક લોકોને પ્રેરણા આપે છે. હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં અન્ના તરીકે પ્રખ્યાત અભિનેતા સુનીલ શેટ્ટી ( Sunil Shetty ) ને ત્રણ દાયકા પુરા થવા જઈ રહ્યા છે. તેમનો જન્મ 11 ઓગસ્ટ 1961ના રોજ કર્ણાટકના મૈસુર ખાતે થયો હતો.
બોલિવૂડમાં સુનિલ શેટ્ટીની ઓળખ એક્શન હીરો તરીકેની છે. તેઓ આજે ફિલ્મ જગતમાં ટોચની હસ્તી બની ગયા છે, પરંતુ બાળપણમાં તેઓ કલાકાર નહીં, ક્રિકેટર બનવા માંગતા હતા. અલબત્ત ભાગ્ય તેમને ફિલ્મ જગતમાં લઈ આવ્યું હતું. હવે તેઓ હોટેલ ક્ષેત્રમાં પણ જાણીતા છે.
સુનિલ શેટ્ટીએ વર્ષ 1992માં બલવાન ફિલ્મથી પોતાની કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. આ ફિલ્મમાં તે સમયની જાણીતી હિરોઈન દિવ્યા ભારતી પણ મહત્વની ભૂમિકામાં હતી.
આ ફિલ્મથી સુનિલ શેટ્ટીની ઓળખ એક્શન હીરો તરીકે થઈ હતી. ત્યારબાદ 1994માં આવેલી મોહરા ફિલ્મમાં અક્ષય કુમાર અને રવીના ટંડન સાથે તેમણે કામ કર્યું હતું.
આ સમય દરમિયાન તેઓ એક પછી એક એક્શન ભૂમિકા ભજવી રહ્યા હતા. ત્યારે તેઓ પ્રથમ વખત ડબલ રોલમાં પણ જોવા મળ્યા હતા. તેમની 'ગોપી કિશન' ફિલ્મ સુપર હિટ સાબિત થઈ હતી. થોડા વર્ષો પહેલા આવેલી યે તેરા ઘર યે મેરા ઘર, હેરા ફેરી, દે દના દન જેવી ફિલ્મોથી સુનીલે દર્શકોના દિલ જીતી લીધા હતા. જયારે વર્ષ 2001માં આવેલી ધડકન ફિલ્મમાં તેને બેસ્ટ વિલનનો એવોર્ડ પણ મળ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, વર્તમાન સમયે સુનિલ શેટ્ટી પોતાના વ્યવસાય પર ધ્યાન આપી રહ્યા છે. તેમણે પોપકોર્ન મોશન પિક્ચર નામની પોતાની પ્રોડક્શન કંપની પણ શરૂ કરી છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર