B'day Spl: સચિન પિલગાંવકર અને તેમની પત્ની બંને એક જ દિવસે ઉજવે છે પોતાનો જન્મદિવસ

પત્નીસુપ્રિયા સાથે સચિન પિલગાંવકર

કરિશ્માના પિતા તેને બળજબરીથી તેને લઈ ગયા. જયારે કરિશ્માએ કહ્યું કે જ્યારે દંપતીએ તેને દત્તક લીધી, ત્યારે તેણી તેના પિતા કુલદીપ મખણીને ઓળખતી હતી. તેના પિતા તેને બળજબરીથી નથી લઈ ગયા, પરંતુ સચિન અને સુપ્રિયાએ તેને છોડી દીધી અને પોતાનું નામ આપવાની પણ ના પાડી હતી.

 • Share this:
  બોલીવુડના જાણીતા અભિનેતા સચિન પીલગાંવકર (Sachin Pilgaonkar)ની ગણતરી ઈન્ડસ્ટ્રીના શ્રેષ્ઠ અભિનેતાઓમાં થાય છે. પરંતુ, એક લીડ એક્ટર તરીકે તેઓ ઓળખ ન મેળવી શક્યા. લાયક માન્યતા મેળવી શક્યા નહીં. તેમણે પોતાના અભિનયથી માત્ર દર્શકોના દિલ જ નથી જીત્યા, પરંતુ તેમના દિલમાં એક ખાસ જગ્યા પણ બનાવી છે. આજે એટલે કે 17 ઓગસ્ટે સચિન પીલગાંવકરનો જન્મદિવસ (Sachin Pilgaonkar Birthday) છે. ખાસ વાત એ છે કે સચિનની સાથે તેની પત્ની એટલે કે પ્રખ્યાત અભિનેત્રી સુપ્રિયા પીલગાંવકર (Supriya Pilgaonkar)નો પણ આજે જન્મદિવસ છે. સચિન પીલગાંવકર અને સુપ્રિયા પીલગાંવકરનો જન્મદિવસ એક જ દિવસે છે. બંને દર વર્ષે તેમનો જન્મદિવસ એક જ દિવસે ઉજવે છે.

  આ પણ વાંચો-શું Trisha Kar Madhu બાદ પ્રિયંકા પંડિતનો પણ VIRAL થયો MMS? ઇન્ટરનેટ પર થયો ટ્રેન્ડ

  વર્ષો પહેલાં જ્યારે સચિન અને સુપ્રિયાએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો, ત્યારે કેટલાક લોકો માટે તે પરેશાન કરનારા સમાચાર હતા. કારણ કે, તે દિવસોમાં સચિન 27 વર્ષના હતા અને સુપ્રિયા માત્ર 16 વર્ષના હતા. બંનેની ઉંમરમાં 10 વર્ષનો તફાવત હતો. ઉંમરના તફાવતને જોતા લોકોએ કહ્યું કે આ લગ્ન નહીં ચાલે, પરંતુ આજે બંનેના લગ્નને 32 વર્ષ થઇ ચુક્યા છે અને બંને હજુ પણ સાથે છે. આ દંપતીને એક પુત્રી પણ છે, જેણે ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશ કર્યો છે. સચિન અને સુપ્રિયાની પુત્રીનું નામ શ્રેયા પીલગાંવકર છે. સચિન અને સુપ્રિયાના જન્મદિવસ પર તેમની સાથે જોડાયેલી ઘણી રસપ્રદ બાબતો સામે આવે છે, જેના વિશે ઘણા ઓછા ફેન્સ જાણે છે.

  આ પણ વાંચો- HBD Disha Vakani: B-Gradeથી લઇ સુપરહિટ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે દિશા, પહેલી ફિલ્મમાં કરી હતી હદ પાર

  ઉલ્લેખનીય છે કે, સચિન પીલગાંવકરનો જન્મ 17 ઓગસ્ટ 1957ના રોજ મુંબઈમાં એક મરાઠી પરિવારમાં થયો હતો. જયારે સુપ્રિયા પીલગાંવકરનો જન્મ 17 ઓગસ્ટ 1967ના રોજ થયો હતો. સચિનની પહેલી ફિલ્મ 'હા માઝા માર્ગ એકલા' હતી. તેમણે આ ફિલ્મમાં બાળ કલાકાર તરીકે કામ કર્યું હતું. તે સમયે તેઓ માત્ર 4 વર્ષના હતા. આ માટે તેમને તત્કાલીન રાષ્ટ્રપતિ સર્વપલ્લી ડો. રાધા કૃષ્ણન તરફથી રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો હતો. સચિન પીલગાંવકરે બાળ કલાકાર તરીકે 65થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો હતો અને 50થી વધુ ફિલ્મોનું દિગ્દર્શન પણ કર્યું હતું.

  આ પણ વાંચો- SAIF ALI KHAN: અબ્બાનાં બર્થ ડે પર સારા અલી ખાને શેર કરી નાનકાં JEHની તસવીર

  ગીત ગાતા ચલ, બાલિકા વધુ, નદિયા કે પાર અને અંખીયોં કે ઝરોખે સે જેવી ફિલ્મો પણ તેમના મજબૂત અભિનયના ઉદાહરણ આપે છે. તેમણે ઘણી ફિલ્મોમાં નાની ભૂમિકાઓ પણ ભજવી હતી. કહેવાય છે કે શોલેમાં અહમદનું પાત્ર ભજવવા બદલસચિનને ​​ફી તરીકે ફ્રિજ આપવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, સચિન અને સુપ્રિયા બંનેને શ્રેયા સિવાય એક પુત્રી હતી, જેને તેમણે દત્તક લીધી હતી. સુપ્રિયા અને સચિનની દત્તક પુત્રીનું નામ કરિશ્મા છે.

  આ પણ વાંચો-  Sonam Kapoor: સોશિયલ મીડિયા પર સોનમનાં ફોટા જોઇ યૂઝર્સ બોલ્યા- 'આ ચોક્કસથી પ્રેગ્નેન્ટ છે'

  જોકે, સચિન-સુપ્રિયાએ કરિશ્માને દત્તક લીધી તે ઘણા વિવાદોમાં રહ્યું હતું. કારણ કે દંપતીએ ખૂબ જ નાની ઉંમરે કરિશ્માને દત્તક લીધી હતી. પરંતુ, બાદમાં સચિન-સુપ્રિયાએ કહ્યું કે કરિશ્માના પિતા તેને બળજબરીથી તેને લઈ ગયા. જયારે કરિશ્માએ કહ્યું કે જ્યારે દંપતીએ તેને દત્તક લીધી, ત્યારે તેણી તેના પિતા કુલદીપ મખણીને ઓળખતી હતી. તેના પિતા તેને બળજબરીથી નથી લઈ ગયા, પરંતુ સચિન અને સુપ્રિયાએ તેને છોડી દીધી અને પોતાનું નામ આપવાની પણ ના પાડી હતી.
  Published by:Margi Pandya
  First published: