Home /News /entertainment /

Richa Chadha B'Day: એક સમયે મેગેઝિનમાં કામ કરતી, જે એક્ટરે ઈન્ટરવ્યૂ પણ ન આપ્યું તેની સાથે જ ફિલ્મ કરી

Richa Chadha B'Day: એક સમયે મેગેઝિનમાં કામ કરતી, જે એક્ટરે ઈન્ટરવ્યૂ પણ ન આપ્યું તેની સાથે જ ફિલ્મ કરી

આજે 'ગેંગ્સ ઓફ વાસેપુર' (Gangs of Wasseypur)ની 'નગમા' એટલે કે રિચા ચઢ્ઢા (Richa Chadha Birthday)નો જન્મદિવસ છે

રિચા (Richa Chadha) માત્ર 2 વર્ષની હતી જ્યારે 1984ના રમખાણોને કારણે તેના પરિવારને અમૃતસર છોડીને દિલ્હી જવું પડ્યું હતું. એકવાર તે મેગેઝીન માટે અભય દેઓલ (abhay deol) નો ઈન્ટરવ્યુ લેવા ગઈ હતી પરંતુ અભયે તેને ના પાડી દીધી હતી. બાદમાં રિચાએ તેની પ્રથમ ફિલ્મ અભય સાથે જ કરી હતી

વધુ જુઓ ...
    મુંબઈ : આજે 'ગેંગ્સ ઓફ વાસેપુર' (Gangs of Wasseypur)ની 'નગમા' એટલે કે રિચા ચઢ્ઢા (Richa Chadha Birthday)નો જન્મદિવસ છે. રિચાનો જન્મ 18 ડિસેમ્બર 1986ના રોજ અમૃતસર (Amritsar)માં થયો હતો. બોલિવૂડની સૌથી પ્રતિભાશાળી અભિનેત્રીઓની વાત કરવામાં આવે તો રિચા ચઢ્ઢાનું નામ ચોક્કસપણે આવે છે. રિચાએ માત્ર તેના ગ્લેમરથી જ નહીં, પરંતુ તેના જોરદાર અભિનયથી પણ ફિલ્મોમાં તેની કુશળતા સાબિત કરી છે.

    1984ના રમખાણોને કારણે તેના પરિવારને અમૃતસર છોડવું પડ્યું

    રિચાની ફિલ્મી સફર ફિલ્મ 'ઓયે લકી! લકી ઓય!' થી થયું આ ફિલ્મમાં અભય દેઓલ (abhay deol) લીડ રોલમાં હતો. ફિલ્મોમાં કામ કરતા પહેલા રિચા મેન્સ ફેશન મેગેઝીનમાં ઈન્ટર્ન તરીકે કામ કરતી હતી. એકવાર તે મેગેઝીન માટે અભય દેઓલનો ઈન્ટરવ્યુ લેવા ગઈ હતી પરંતુ અભયે તેને ના પાડી દીધી હતી. બાદમાં રિચાએ તેની પ્રથમ ફિલ્મ અભય સાથે કરી હતી. રિચા માત્ર 2 વર્ષની હતી જ્યારે 1984ના રમખાણોને કારણે તેના પરિવારને અમૃતસર છોડીને દિલ્હી જવું પડ્યું હતું.

    રિચા (Richa Chadha)ને ફિલ્મ 'ગેંગ્સ ઓફ વાસેપુર'થી સફળતા મળી

    રિચા (Richa Chadha)ને અનુરાગ કશ્યપની ફિલ્મ 'ગેંગ્સ ઓફ વાસેપુર'થી ફિલ્મોમાં મોટી સફળતા મળી હતી. આ ફિલ્મમાં તેણે 'નગમા ખાતૂન'નું પાત્ર ભજવ્યું હતું. તેના પાત્રની વિશેષતા એ હતી કે તે મુખ્ય કલાકારોના રોલ કરતા ઓછું ન હતું. તેણે મનોજ બાજપેયી કે નવાઝુદ્દીન સિદ્દીકીની જેમ 'ગેંગ્સ ઑફ વાસેપુર' માટે પણ એટલી જ હેડલાઈન્સ બનાવી. રિચાને 'ગેંગ્સ ઓફ વાસેપુર' માટે ફિલ્મફેર બેસ્ટ એક્ટ્રેસ ક્રિટીક્સ એવોર્ડ પણ મળ્યો હતો. 'ફુકરે' અને 'રામ લીલા'માં તેની અભિનય કૌશલ્ય દર્શાવ્યા બાદ, 2015ની ફિલ્મ 'મસાન' માટે રિચાના અભિનયની પ્રશંસા કરવામાં આવી હતી. બે વર્ષ પહેલા રિચાની ફિલ્મ 'સેક્શન 375' રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં તે અક્ષય ખન્ના સાથે જોવા મળી હતી.

    આ પણ વાંચોPushpa The Rise Movie Review: અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્નાની ફિલ્મ એક્શન - રોમાન્સની અદભુત પેકેજ

    ગયા વર્ષે રિચા કંગના રનૌત સાથે ફિલ્મ 'પંગા'માં જોવા મળી હતી અને તે બાદ ફિલ્મ 'શકીલા'માં જોવા મળી હતી. શકીલા ફિલ્મમાં રિચા 90 અને 2000ના દાયકાની એડલ્ટ ફિલ્મ અભિનેત્રી શકીલાનું પાત્ર ભજવતી જોવા મળી રહી છે. આ ફિલ્મમાં રિચાની બોલ્ડ સ્ટાઈલ જોવા મળી હતી. તમને જણાવી દઈએ કે રિચા ચઢ્ઢા 'મિર્ઝાપુર' ફેમ એક્ટર અલી ફઝલ સાથે રિલેશનશિપમાં છે. ગયા વર્ષે બંને લગ્નના બંધનમાં બંધાઈ ગયા હોત પરંતુ કોરોનાને કારણે તેઓ લગ્ન કરી શક્યા ન હતા.
    Published by:kiran mehta
    First published:

    Tags: Birthday Special, Birthday જન્મદિવસ, Celebrities Birthday, Richa chadda

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन