Home /News /entertainment /રેખા સાથે શુટીંગ દરમિયાન સિનિયર અભિનેતાએ હદ વટાવી, ઈન્ટિમેટ સીન વખતે ખુરશી તોડી નાખી

રેખા સાથે શુટીંગ દરમિયાન સિનિયર અભિનેતાએ હદ વટાવી, ઈન્ટિમેટ સીન વખતે ખુરશી તોડી નાખી

ફિલ્મ આસ્થામાં રેખા અને ઓમ પૂરી

HAPPY BIRTHDAY REKHA: આજે અભિનેત્રી રેખાનો જન્મ દિવસ છે. રેખા જેવી ખૂબસૂરત અભિનેત્રી સાથે ઈન્ટિમેટ સીન દરમિયાન ઓમ પુરી પણ ભાન ભૂલ્યા હતા. જાણો સમગ્ર કિસ્સો

    HAPPY BIRTHDAY REKHA: રેખા એક ખૂબ જ દમદાર અભિનેત્રી છે. તેમણે બોલીવુડમાં અનેક સુપરહિટ ફિલ્મો અને મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે. રેખાએ અનેક એવા પાત્ર ભજવ્યા છે, જેનું શુટીંગ કરવું સરળ નહોતું. આસ્થા, કામસૂત્ર અને ખેલાડીઓ કે ખેલાડીમાં બોલ્ડ કન્ટેન્ટ હોવાને કારણે આ ફિલ્મો ખૂબ જ ચર્ચામાં હતી. આસ્થા ફિલ્મના એક સીનનો આજે પણ ઉલ્લેખ કરવામાં આવે છે. આ ફિલ્મ વર્ષ 1997માં રિલીઝ થઈ હતી, જેમાં ઓમ પુરી મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ ફિલ્મ સુપરહિટ નહોતી, પરંતુ ઓમ પુરી અને રેખાનો ઈન્ટિમેટ સીન ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો હતો. આ સીન અંગે ચર્ચા કરવામાં આવી રહી છે કે, બંને એક્ટર્સ આ સીનમાં એટલી હદે ખોવાઈ ગયા હતા કે, ખુરશી તૂટી ગઈ હતી.

    સીનમાં બંને એક્ટર્સ ભૂલી ગયા ભાન

    આસ્થા ફિલ્મમાં ઓમ પુરી અને રેખા પતિ પત્નીનું પાત્ર ભજવી રહ્યા હતા. આ ફિલ્મમાં બંનેના ઈન્ટીમેટ સીન પણ હતા. ફિલ્મના એક ઈન્ટીમેટ સીનની ખૂબ જ ચર્ચા કરવામાં આવી હતી. આ ફિલ્મના શુટીંગ અંગે ચોંકાવનારા રિપોર્ટ્સ સામે આવ્યા હતા. આ રિપોર્ટ્સ અનુસાર ઓમ પુરી અને રેખાએ ખુરશી પર એક ઈન્ટીમેટ સીન કરવાનો હતો. શુટીંગ સમયે બંને આ સીનમાં એટલા ખોવાઈ ગયા હતા કે, ખુરશી તૂટી ગઈ હતી. સેટ પરથી જાણવા મળ્યું હતું કે, આ સીન હકીકત કરતા વધુ ઈન્ટીમેટ હતો.

    " isDesktop="true" id="1264093" >

    વિશ્વજીતે રેખાને 5 મિનિટ સુધી જબરદસ્તી કિસ કરી

    રેખાની અન્ય એક ફિલ્મ અંજાના પણ ખૂબ જ ચર્ચાનો વિષય બની હતી. તે સમયે રેખા વર્ષ 15 વર્ષની હતી અને આ ફિલ્મ વર્ષ 1969માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં રેખાની સાથે વિશ્વજીત મુખ્ય ભૂમિકા ભજવતા જોવા મળ્યા હતા. રિપોર્ટ્સ અનુસાર ડાયરેક્ટ રાજા નવાથેએ પ્લાન બનાવ્યો હતો કે, વિશ્વજીત રેખાને કિસ કરશે. વિશ્વજીતે રેખાને 5 મિનિટ સુધી જબરદસ્તી કિસ કરી હતી. ડાયરેક્ટરે આ સીન સમયે કટ કહ્યું નહોતું. યૂનિટના તમામ લોકો સીટી વગાડી રહ્યા હતા. જાણવા મળી રહ્યું છે કે, રેખા તે સમયે રોવા લાગી હતી. આ સીન સ્ક્રિપ્ટનો હિસ્સો નહોતો. ત્યારબાદ વિવાદ થતા વિશ્વજીતે જણાવ્યું હતું કે, ડાયરેક્ટરના કહેવા પર તેમણે આ પ્રકારે કરવું પડ્યું હતું.

    હિન્દી ફિલ્મોની ફેમસ બોલ્ડ એક્ટ્રેસ રેખાનો આજે બર્થ ડે છે. 10 ઓક્ટોબર 1954ના રોજ ચેન્નઇમાં જન્મેલી રેખા એટલે કે ભાનુરેખા ગણેશને પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત તેલુગુ મૂવી રંગુલા રતલામથી કરી હતી. તેની પહેલી હિન્દી ફિલ્મ અંજાના સફર 1969માં રીલીઝ થઇ હતી, પરંતુ એક્ટર બિશ્વજીત સાથે તેના 5 મિનિટ સુધી ચાલેલા કિસિંગ સીનના કારણે આ ફિલ્મને રીલીઝ ન કરવામાં આવી. આ ફિલ્મમાં રેખા માત્ર 15 વર્ષની હતી.

    1996માં રીલીઝ થયેલી ફિલ્મ ખિલાડીયોં કે ખિલાડીમાં રેખાએ પોતાનાથી 13 વર્ષ નાના એક્ટર અક્ષય કુમાર સાથે એવા ઘણા ઇન્ટીમેટ સીન આપ્યા હતા. આ દરમિયાન બેડરૂમ અને પુલના ઇન્ટિમેટ સીન દરમિયાન રેખા બેકાબૂ બની ગઇ અને અક્ષય કુમારની પીઠ પર તેના નખના ઉઝરડાં પડી ગયા. તે સમયે રેખા 42ની, જ્યારે અક્ષય 29 વર્ષનો હતો. ફિલ્મમાં બંનેના આટલા બોલ્ડ સીન જોઇને ત્યાં હાજર દરેક વ્યક્તિ મોઢામાં આંગળા નાંખી ગયા હતા. આ ફિલ્મમાં પહેલીવાર રેખા નેગેટિવ કેરેક્ટરમાં જોવા મળી હતી.
    Published by:Mayur Solanki
    First published:

    Tags: Birthday જન્મદિવસ, Films, Rekha, બોલીવુડ

    विज्ञापन
    विज्ञापन