ન્યૂઝ18 ગુજરાતી: દરેક સુપર સ્ટારની પોતાની સ્ટ્રગલ સ્ટોરી હોય છે. શાહરૂખ ખાનથી લઇને સલમાન ખાન સુધી.. પણ આજે અમે જે સુપર સ્ટારની સ્ટ્રગલ સ્ટોરી અંગે વાત કરવા જઇ રહ્યાં છીએ તે અનોખો છે. અમે વાત કરી રહ્યાં છીએ એક્ટર રણવીર સિંહની. રણવીરનો આજે 34મો જન્મ દિવસ છે. આ સમયે તેનાં ઓડિશન સમયનો એક વીડિયો જોઇએ. આ વીડિયો એટલો હિટ થઇ ગયો છે. કે અત્યાર સુધીમાં તેનાં 4.9 મિલિયન વ્યૂઝ આવી ચુક્યા છે. આ વીડિયોમાં રણવીર સિંહનો યંગ અને ફંની અંદાજ નજર આવે છે.
આ વીડિયોમાં ઘણાં અન્ય લોકો પણ નજર આવે છે. જે સિમ્પલ એક્ટ કરીને નીકળે છે. જ્યારે રણવીર આવે છે અને એવી એક્ટિંગ કરે છે જે ભલે ડિરેક્ટરે કરી હોય તેવી ન હતી પણ તેમ છતાં તે બધાનાં ચહેરા પર હાસ્ય લાવી દે છે રણવીર સિંહનો મિજજ હમેશાં મજાકીયા રહ્યો છે. તે જેટલો શાનદાર એક્ટર છે તેટલો જ જિંદાદિલ વ્યક્તિ છે. કદાચ તેનો આ અંદાજ જ તેને બોલિવૂડનો સુપર સ્ટાર બનાવે છે. રણવીર સિંહની એક્ટિંગ જ નહીં પણ તેની ફેશન પણ ઇન્ડસ્ટ્રીમાં અને લોકોમાં ઘણી પોપ્યુલર છે. ઘણાંને તે વિચિત્ર લાગે છે તો ઘણાં તેને ડેરિંગ કહે છે.
રણવીર સિંહનું આખુ નામ રણવીર સિંહ ભવનાની છે. રણવીર સિંહ તેનાં શરૂઆતી દિવસોમાં એડવર્ટાઇઝિંગ ફિલ્ડમાં કોપી રાઇટરનું કામ કરી ચુક્યો છે. જે બાદ તેને પહેલો બ્રેક વર્ષ 2010માં આવેલી ફિલ્મ 'બેંડ બાજા બારાત'થી મળ્યો. આ ફિલ્મમાટે તેને બેસ્ટ ડેબ્યૂ એક્ટરનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો છે. ત્યારથી માંડીને આજ સુધી રણવીર સિંહે ક્યારેય પાછા વળીને જોયું નથી. અને એકબાદ એક હિટ ફિલ્મો આપી છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર