Home /News /entertainment /Rajesh Khattar B'day Spl: એક્ટિંગમાં સફળતા ન મળી તો રાજેશ ખટ્ટર બની ગયા VO આર્ટિસ્ટ
Rajesh Khattar B'day Spl: એક્ટિંગમાં સફળતા ન મળી તો રાજેશ ખટ્ટર બની ગયા VO આર્ટિસ્ટ
રાજેશ ખટ્ટરનો જન્મ દિવસ
શાહિદ રાજેશની પ્રથમ પત્ની નીલિમા અઝીમનો પુત્ર છે. રાજેશે 1990માં નીલિમા સાથે લગ્ન કર્યા હતા. લગ્નના 11 વર્ષ બાદ રાજેશ અને નીલિમાએ છૂટાછેડા લીધા હતા. જે બાદ વર્ષ 2008માં રાજેશે વંદના સજનાની સાથે બીજા લગ્ન કર્યા. લગ્નના 11 વર્ષમાં એટલે કે 2019માં તેમને એક છોકરો થયો. જેનું નામ વનરાજ ખટ્ટર છે.
આજે બોલિવૂડ અને ટીવી સ્ટાર રાજેશ ખટ્ટરનો જન્મદિવસ (Rajesh Khattar Birthday) છે. તેઓ આજે પોતાનો 55મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. અભિનેતા હોવા ઉપરાંત રાજેશ એક વોઇસ ઓવર આર્ટિસ્ટ અને સ્ક્રીન રાઈટર પણ છે. તેઓ અભિનેતા ઈશાન ખટ્ટરના પિતા અને શાહિદ કપૂર (Shahid Kapoor)ના સાવકા પિતા છે. શાહિદ રાજેશની પ્રથમ પત્ની નીલિમા અઝીમનો પુત્ર છે. રાજેશે 1990માં નીલિમા સાથે લગ્ન કર્યા હતા. લગ્નના 11 વર્ષ બાદ રાજેશ અને નીલિમાએ છૂટાછેડા લીધા હતા. જે બાદ વર્ષ 2008માં રાજેશે વંદના સજનાની સાથે બીજા લગ્ન કર્યા. લગ્નના 11 વર્ષમાં એટલે કે 2019માં તેમને એક છોકરો થયો. જેનું નામ વનરાજ ખટ્ટર છે.
ઉલ્લેખનીય છે કે, રાજેશ ખટ્ટરે 1992માં આવેલી ફિલ્મ 'નાગિન ઔર લૂટેરે'થી બોલીવુડમાં પદાર્પણ કર્યું હતું. જે બાદ તેણે સૂર્યવંશમ, ડોન, ડોન-2, ધ ટ્રેન, પ્રિન્સ, ચેઝ, હેલો ડાર્લિંગ, એક મૈં ઔર એક તું, ખિલાડી 786, રેસ 2, મંજુનાથ અને શુક્રાણુ જેવી ઘણી બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે જેટલી ફિલ્મોમાં કામ કર્યું, તેટલા જ ટીવી શોમાં પણ કામ કરી ચુક્યા છે. તેમણે વર્ષ 1989માં ટીવી શો 'ફિર વહી તલાશ'થી ડેબ્યૂ કર્યું હતું.
ત્યારબાદ રાજેશે જુનૂન, આહટ, કુમકુમ - એક પ્યારા સા બંધન અને સપના બાબુલ કા ... બિદાઈમાં કામ કર્યું. ત્યારબાદ તેમણે તેણે લાંબો બ્રેક લીધો. લગભગ 8 વર્ષનો બ્રેક લીધા બાદ 2016માં તેમણે ટીવી સિરિયલ 'બેહદ' સાથે કમબેક કર્યું. સાથે જે તેમણે બેપનાહ અને ક્રાઈમ પેટ્રોલના કેટલાક એપિસોડમાં કામ કર્યું. ઉપરાંત તેમણે જર્મન ટીવી ફિલ્મ 'ગિફ્ટ', ફ્રેન્ચ ટીવી શો 'ફીસ પાસ સી, ફીસ પાસ સા' અને અંગ્રેજી ટીવી શો 'શાર્પ્સ પેરિલ' અને સ્પોટલાઇટમાં પણ અભિનય કર્યો હતો.
ટીવી અને બોલિવૂડમાં અભિનય અને સ્ક્રીનરાઇટિંગ ઉપરાંત રાજેશ ખટ્ટરની સૌથી મોટી પ્રતિભા તેમનો અવાજ છે. તેઓ દેશના નંબર વન વોઇસ આર્ટિસ્ટ છે. તેમણે ઘણી હોલીવુડ અને એનિમેટેડ ફિલ્મો હિન્દીમાં ડબ કરી છે. તેમણે દક્ષિણ ભારતીય ફિલ્મોના લીડ એક્ટર્સના અવાજને પણ હિન્દીમાં ડબ કર્યા છે. હિન્દી વોઇસ-ડબિંગ આર્ટિસ્ટ તરીકે રાજેશે ટોમ હેન્ક્સ, જોની ડેપ, જેક બ્લેક, રોબર્ટ ડાઉની જુનિયર, ડોમિનિક વેસ્ટ, નિકોલસ કેજ, લેમ્બર્ટ વિલ્સન અને માઇકલ ફેસબેન્ડર સહિત ઘણા હોલીવુડ એક્ટર્સ માટે ડબિંગ કર્યું છે. તેમને હિન્દીમાં ડબ કરવા માટે હોલીવુડ મેકર્સની પ્રથમ પસંદગી માનવામાં આવે છે. તેઓ વિશ્વના સૌથી મોંઘા વોઇસ આર્ટિસ્ટ છે.