મુંબઈ : હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી (Film Industry)ના ઈતિહાસ (History)માં પ્રથમ સુપરસ્ટાર (Super Star) તરીકે જાણીતા રાજેશ ખન્ના (Rajesh Khanna)નો આજે જન્મદિવસ (Birthday) છે. રાજેશ ખન્નાને બોલિવૂડ (Bollywood)માં પ્રેમથી 'કાકા' કહેવામાં આવે છે. રાજેશ ખન્નાએ હિન્દી ફિલ્મ જગતમાં ઘણી એવી ફિલ્મો (Films) કરી, જે આજે પણ દર્શકોને ખૂબ જ પસંદ આવે છે. રાજેશ ખન્નાએ 1969 થી 1971 સુધી સતત 15 સુપરહિટ ફિલ્મો આપી હતી.
રાજેશ ખન્નાએ 'આરાધના', 'દો રાસ્તે', 'ખામોશી', 'સચ્ચા ઝુઠા', 'ગુડ્ડી', 'કટી પતંગ', 'સફર', 'દાગ', 'અમર પ્રેમ', 'પ્રેમ નગર', 'નમક હરામ', 'રોટી', 'સૌતન', 'અવતાર' જેવી એકથી એકે ચડિયાતી ફિલ્મો કરી અને પછી રાજકારણમાં પણ હાથ અજમાવ્યો. ચાલો જાણીએ. સુપરસ્ટાર રાજેશ ખન્ના વિશે 10 ખાસ વાતો.
1. રાજેશ ખન્નાનો જન્મ 29 ડિસેમ્બર, 1942માં અમૃતસર (પંજાબ)માં થયો હતો.
2. રાજેશ ખન્નાનું સાચું નામ જતીન ખન્ના હતું અને તેમના કાકા કેકે તલવારે ફિલ્મોમાં પ્રવેશતા પહેલા તેમનું નામ જતીનથી બદલીને રાજેશ રાખ્યું હતું. ઈન્ડસ્ટ્રીમાં લોકો રાજેશ ખન્નાને 'કાકા'ના નામથી બોલાવતા હતા.
3. પરિવાર સાથે મુંબઈ શિફ્ટ થયા પછી, રાજેશ ખન્ના મુંબઈ ગોરેગાંવ ચોપાટી પર રહેતા હતા અને ત્યાંથી તેમણે શાળા અને કૉલેજનું શિક્ષણ પૂરું કર્યું હતું. રાજેશ ખન્નાના ક્લાસમેટ રવિ કપૂર (એક્ટર જીતેન્દ્ર) હતા.
4. રાજેશ ખન્નાએ તત્કાલીન પ્રખ્યાત અભિનેત્રી ડિમ્પલ કાપડિયા સાથે લગ્ન કર્યા હતા. તમને જણાવી દઈએ કે રાજેશ ખન્નાને બે દીકરીઓ ટ્વિંકલ ખન્ના અને રિંકી ખન્ના છે અને સંયોગ જુઓ કે તેમની દીકરી ટ્વિંકલ ખન્નાનો જન્મ પણ 29 ડિસેમ્બરે થયો હતો.
5. રાજેશ ખન્ના શાળા દરમિયાન જ થિયેટર તરફ ઝુકાવ ધરાવતા હતા. જે પછી તેણે ઘણા નાટકોમાં ભાગ લીધો, અને ઈનામો જીત્યા. 60 ના દાયકાની શરૂઆતમાં, રાજેશ ખન્ના તેમની MG સ્પોર્ટ્સ કારમાં ઓડિશનમાં જનારા પ્રથમ ન્યૂકમર હતા.
6. રાજેશ ખન્નાને ફિલ્મ 'આરાધના', 'ઇત્તેફાક', 'બહારોં કે સપને' અને 'ઓરત' ફિલ્મને કારણે ઘણી ઓળખ મળી. તેથી જ અભિનેત્રી વહીદા રહેમાને તેમની ફિલ્મ 'ખામોશી' માટે દિગ્દર્શક અસિત સેનને 'રાજેશ ખન્ના'નું નામ સૂચવ્યું હતું.
7. તે દિવસોમાં, રાજેશ તેના મિત્ર રવિ કપૂર (જિતેન્દ્ર)ને ફિલ્મોમાં ઓડિશનનો દાવ-પેચ સમજાવતા હતા.
8. પ્રતિભા સ્પર્ધા દ્વારા ફાઇનલિસ્ટ બન્યા પછી, રાજેશ ખન્નાએ તેમની પ્રથમ ફિલ્મ 'આખરી ખત' કરી, જેનું નિર્દેશન ચેતન આનંદ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ફિલ્મને ભારત દ્વારા 40મા ઓસ્કાર એવોર્ડ માટે મોકલવામાં આવી હતી.
9. ફિલ્મ 'આરાધના' પછી રાજેશ ખન્નાને પ્રથમ સુપરસ્ટાર જાહેર કરવામાં આવ્યા હતા. શર્મિલા ટાગોર અને ફરીદા જલાલ સાથે આ ફિલ્મમાં રાજેશ ખન્નાએ શાનદાર કામ કર્યું હતું.
10. રાજેશ ખન્નાને વર્ષ 2013માં ભારત સરકાર દ્વારા પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા. ફિલ્મો સિવાય તેમણે રાજકારણમાં પણ ઝંપલાવ્યું અને કોંગ્રેસ પાર્ટીમાંથી સાંસદ બન્યા અને લોકસભામાં પણ પહોંચ્યા.
હિન્દી સિનેમાના પ્રથમ સુપરસ્ટાર, રાજેશ ખન્ના ઉર્ફે કાકા, જેઓ લાંબા સમયથી બીમાર હતા, તેમનું વર્ષ 2012 માં 18 જુલાઈના રોજ તેમના બંગલા આશીર્વાદ ખાતે અવસાન થયું હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર