Home /News /entertainment /

રાજીવ ખંડેલવાલ કરી ચૂક્યો છે કાસ્ટિંગ કાઉચનો સામનો, ડિરેક્ટરે તેને પોતાના રૂમમાં બોલાવ્યો અને...

રાજીવ ખંડેલવાલ કરી ચૂક્યો છે કાસ્ટિંગ કાઉચનો સામનો, ડિરેક્ટરે તેને પોતાના રૂમમાં બોલાવ્યો અને...

એક્ટર રાજીવ ખંડેલવાલ 46મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. (ફોટો- Instagram/rajeevkhandelwal)

Happy Birthday Rajeev Khandelwal: ‘કહીં તો હોગા’, 'ક્યા હાદસા ક્યા હકીકત’ ફેમ એક્ટર રાજીવ ખંડેલવાલ 46મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. ફિલ્મોમાં કામ શોધતા એક વાર તેને વિચિત્ર સંજોગોમાંથી પસાર થવું પડ્યું હતું.

  રાજીવ ખંડેલવાલ (Rajeev Khandelwa) એક જાણીતો ફિલ્મ અને ટીવી એક્ટર હોવાની સાથે સિંગર અને હોસ્ટ પણ છે. 16 ઓક્ટોબર, 1975ના રોજ ગુલાબી નગરી જયપુરમાં જન્મેલા રાજીવે નાના પડદાથી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. ‘ક્યા હાદસા ક્યા હકીકત’ (Kya Hadsa Kya Haqeeqat) ટીવી સીરિયલ દ્વારા ડેબ્યૂ કરનારા રાજીવે 46માં જન્મદિવસે રસપ્રદ વાત કરી. તેણે જણાવ્યું કે કઈ રીતે તેણે કાસ્ટિંગ કાઉચનો સામનો કર્યો હતો.

  રાજીવ ખંડેલવાલ એક આર્મી ઓફિસરનો છોકરો છે. તેના પિતા આર્મીમાં કર્નલ હતા. ત્રણ ભાઈઓમાં સૌથી નાના રાજીવની સ્કૂલિંગ જયપુરમાં થઈ હતી. રાજીવે હૈદરાબાદમાં ગ્રેજ્યુએશન કર્યું. પછી એક મૉડલ તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી. કેટલાક જાહેરાતમાં મૉડલ તરીકે સફળ થયેલા રાજીવે એક્ટિંગ કરવાનું વિચાર્યું. તેને સૌથી પહેલા વિલનનું પાત્ર મળ્યું. 2002માં ટીવી શો ક્યા હાદસા ક્યા કહીકત (Kya Hadsa Kya Haqeeqat) માં લીડ નેગેટિવ રોલ તેણે ભજવ્યો.  ત્યારબાદ રાજીવને પહેલો ડેલી શો કહીં તો હોગા (Kahin To Hoga) મળ્યો. એકતા કપૂરની આ સીરિયલમાં તેની સાથે આમના શરીફ હતી. જોકે, રાજીવ વધારે ફેમસ થયો ‘સચ કા સામના’ શો કર્યા બાદ. વિવાદોમાં રહેલા આ ચેટ શોમાં રાજીવના કામના ઘણા વખાણ થયા. આ શોમાં કેટલાય સેલિબ્રિટીની લાઇફની વાર્તા પબ્લિક ફોરમ ઉપર આવી હતી. આ પછી તે ટીવી શો પણ કરતો રહ્યો.

  ફિલ્મોમાં કામ શોધતા એક વાર તેણે વિચિત્ર સંજોગોમાંથી પસાર થવું પડ્યું. મીડિયાને આપેલા એક ઇન્ટરવ્યૂમાં રાજીવે કહ્યું હતું કે, ‘એક ફિલ્મના સિલસિલામાં હું એક ડિરેક્ટરને મળ્યો હતો. એક બે મીટિંગ બાદ જ મને થયું કે, કંઈક વિચિત્ર વાત છે. ડિરેક્ટરે મને તેના રૂમમાં આવવા કહ્યું, પણ મેં ના પાડી દીધી.’

  આ પણ વાંચો: શ્રદ્ધા આર્યાથી મોનાલિસા સુધી, TVની અદાકારાઓનો દુર્ગા પૂજા અને નવરાત્રિ લુક મન મોહી લેશે, જુઓ PHOTOS

  રાજીવે કહ્યું કે, ‘મેં ડિરેક્ટરને કહ્યું કે મારી ગર્લફ્રેન્ડ રાહ જોઈ રહી છે, જેથી તેમને લાગે કે હું સ્ટ્રેટ છું. તેમણે મને ધમકાવ્યો પણ ખરો. મીટૂ કેમ્પેન દરમ્યાન વાત કરતા રાજીવે કહ્યું હતું, મારું શોષણ કરવાની કોશિશ કરવામાં આવી હતી, પરંતુ મેં હાર નહોતી માની. મેં કહ્યું કે મારો સેલ્ફ કૉન્ફિડન્સ બહુ વધારે છે અને તમે મને કામ નહીં આપો તો હું બેકાર નહી રહું. હું મારી શરતો ઉપર કામ કરીશ અને મેં કર્યું.’

  આ પણ વાંચો: આયુષ્માન ખુરાના બાદ રાજકુમાર રાવ સાથે કામ કરશે અનુભવ સિન્હા, ‘થપ્પડ’, ‘આર્ટિકલ 15’ જેવી ફિલ્મો બનાવી છે

  રાજીવે ફિલ્મ ‘આમિર’ (Aamir) દ્વારા બૉલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. 2008માં આવેલી આ ફિલ્મ બાદ અન્ય ફિલ્મોમાં પણ કામ કર્યું, પરંતુ તે સફળતા ન મળી જે તેને નાના પડદા પર મળી હતી. રાજીવ હવે વેબ સીરીઝમાં કામ કરી રહ્યો છે.
  Published by:Nirali Dave
  First published:

  Tags: Birthday Special, Bollywood actor, Tv Actor

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन