HBD: આર માધવનને હતો લગ્ન ન થવાનો ડર, પછી ડેટ પર જવાની મળી તક
HBD: આર માધવનને હતો લગ્ન ન થવાનો ડર, પછી ડેટ પર જવાની મળી તક
આજે આર માધવનનો જન્મ દિવસ
માધવન ફિલ્મોમાં કરિયર બનાવવા માંગતા હતા. તેમણે 1996માં આવેલી ટીવી સીરિયલ 'બનેગી અપની બાત' સાથે કામ શરૂ કર્યું હતું. તે જ વર્ષે માધવને સુધીર મિશ્રાની ફિલ્મ 'આજ રાત કી સુબહ નહીં'માં પણ ભૂમિકા ભજવી હતી
બોલિવૂડ એક્ટર રંગનાથન માધવન(આર માધવન) નો જન્મ આજે એટલે કે 1 જૂન 1970ના રોજ ઝારખંડના જમશેદપુરમાં થયો હતો. આજે આ અભિનેતાના લાખો ચાહકો છે, પરંતુ એક સમય એવો હતો કે તેના લગ્ન થશે કે નહીં તેની ચિંતા કરતો હતો. ઉલ્લેખનીય છે કે, તે તેના શ્યામ વર્ણને કારણે અસ્વસ્થ હતો. રિપોર્ટ્સ અનુસાર, એકવાર માધવને તેનો પણ ઉલ્લેખ કર્યો હતો. શરમાળ સ્વભાવના માધવને કહ્યું કે જ્યારે મારી પત્ની સરિતા મારી વિદ્યાર્થી હતી, ત્યારે એક દિવસ તેણે મને ડેટ પર જવા કહ્યું.
જૂની યાદો અંગે અભિનેતાએ આગળ કહ્યું હતું કે, 'હું શ્યામ રંગનો હતો અને મને લાગતું હતું કે ખબર નહીં મારા લગ્ન થશે કે કેમ. તેથી મેં વિચાર્યું કે આ એક સારી તક છે અને મેં ઓફર સ્વીકારી. માધવન તમિલ પરિવારમાંથી આવે છે, જ્યાં શિક્ષણને વધુ મહત્વ આપવામાં આવે છે. તેમ છતાં તે 8મા ધોરણમાં નાપાસ થયા હતા. જોકે, તેમણે કોલ્હાપુરની એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ મેળવ્યો.
માધવન ફિલ્મોમાં કરિયર બનાવવા માંગતા હતા. તેમણે 1996માં આવેલી ટીવી સીરિયલ 'બનેગી અપની બાત' સાથે કામ શરૂ કર્યું હતું. તે જ વર્ષે માધવને સુધીર મિશ્રાની ફિલ્મ 'આજ રાત કી સુબહ નહીં'માં પણ ભૂમિકા ભજવી હતી, જેના માટે તેમને ક્રેડિટ પણ નહોતી મળી. ત્યારબાદ 1997માં માધવને મણિરત્નમની ફિલ્મ 'ઇરુલર' માટે ઑડિશન આપ્યું, પરંતુ મણિરત્નમે તેમને એમ કહીને નકારી કાઢયા કે તે આ ભૂમિકા માટે યોગ્ય નથી.
ઘણા પ્રયત્નો પછી તે 2001માં ગૌતમ મેનનની ફિલ્મ 'રેહના હૈ તેરે દિલ મેં' માં દેખાયા. મેડીની ભૂમિકા ભજવીને તેમણે લોકોના દિલમાં સ્થાન મેળવ્યું હતું. માધવનને આ ફિલ્મ માટે સ્ક્રીન એવોર્ડ પણ મળ્યો હતો. તે પછી તેને ક્યારેય પાછળ ફરીને જોયું નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર