Prem Chopra B'day Spl: એક્ટિંગને ફૂલ ટાઇમ પ્રોફેશન નહોતા માનતા પ્રેમ ચોપરા, સાથે કરતાં હતાં આ કામ

પ્રેમ ચોપરાનો 86મો જન્મ દિવસ

Happy Birthday Prem Chopra: બોલિવૂડનાં દિગ્ગજ એક્ટર પ્રેમ ચોપરા (Prem Chopra Birthday)નો આજે 86મો જન્મ દિવસ છે. તેમનો જન્મ પાકિસ્તાનનાં લાહોરમાં થયો હતો. તે સમયે લાહોર ભારતનો હિસ્સો હતો. વિભાજન બાદ તેમનો પરિવાર શિમલા આવી ગયો. પ્રેમ ચોપરાએ ગ્રેજ્યુએશનની સાથે એક્ટિંગનો શોખ ચડ્યો હતો.

 • Share this:
  એન્ટરટઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડનાં દિગ્ગજ એક્ટર પ્રેમ ચોપરા (Prem Chopra Birthday)નો આજે જન્મ દિવસ છે. તે આજે તેમનો 86મો જન્મ દિવસ ઉજવી રહ્યાં છે. તેમનો જન્મ બ્રિટિશ ઇન્ડિયાનાં પંજાબમાં લાહોરમાં 23 સેપ્ટેમ્બર 1935નાં થયો હતો. જે હવે પાકિસ્તાનનો ભાગ છે. દેશનાં વિભાજન બાદ તેમનો પરિવાર શિમલા આવી ગયો અને અહીં જ પ્રેમ ચોપરાએ તેમનું ભણતર પૂર્ણ કર્યું. તેમનાં પિતા ઇચ્છતા હતાં કે પ્રેમ ચોપરા ડોક્ટર કે IAS ઓફિસર બને. પ્રેમે પંજાબ યૂનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું. તેમને કોલેજનાં દિવસોથી એક્ટિંગનો શોખ લાખ્યો હતો. ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા બાદ તે મુંબઇ આવ્યાં જોકે, તેમનાં પિતા આવું જરાં પણ ઇચ્છતા ન હતાં.

  આ પણ વાંચો- Tanuja Bday Special: 78નાં થયા તનુજા, એક સમયે ડિરેક્ટરનાં હાથે થપ્પડ ખાઇ ચુક્યાં છે

  પ્રેમ ચોપરા (Prem Chopra Career) મુંબઇ આવ્યાં બાદ કોલાબામાં એક ગેસ્ટ હાઉસમાં રહ્યાં. તે તેમનાં પોર્ટફોલિયો લઇને ફિલ્મ સ્ટૂડિયોઝનાં આંટા મારવાં લાગ્યાં. પણ ક્યાંયથી સારો રિસ્પોન્સ મળતો નહીં. પોતાનું પેટ ભરવા માટે તેમણે ટાઇમ્સઓફ ઇન્ડિયામાં સર્ક્યુલેશન ઓફિસર કતરીકે કામ કર્યું. મહિનામાં 20 દિવસ તે બંગાળ, ઓડિશા અને બિહારમાં સર્ક્યુલેશનનું કામ જોતા, તે તેમનો ટાઇમ બચાવવા માટે એક એજન્ટને સ્ટેશન પર જ બોલાવતાં. જેથી તેમની સાથે કામની વાત કરી તેઓ તુરંત જ વાપસી કરી શકે. આ રીતે 20 દિવસનું કામ તેઓ 12 દિવસમાં જ કરી લેતાં. અને બાકીનાં દિવસો તે ફિલ્મ સ્ટૂડિયોનાં આંટા મારતાં.

  આ પણ વાંચો-Rahul Vaidya Bday: ઇન્ડિયન આઇડલ-1થી શરૂ કરી કરિઅર, BB14માં મળી પોપ્યુલારિટી

  એક દિવસ એક ટ્રેનમાં ટ્રાવેલિંગ દરમિયાન એક અજનબીએ તેમને રોકીને પુછ્યું કે, શું તને ફિલ્મોમાં કામ કરવામાં રસ છે. પ્રેમે તુરંત જ સહમતિ જતાવી. આ વ્યક્તિ તેમને રંજીત સ્ટૂડિયો લઇ ગયો જ્યાં 'ચૌધરી કરનૈલ સિંહ'નાં પ્રોડ્યુર હીરોની શોધમાં હતાં. પ્રોડ્યૂસર જગજીત સેઠીએ તેણે પંજાબી ફિલ્મ 'ચૌધરી કરનૈલ સિંહ'માં એક હીરોનાં રૂપમાં એક બ્રેક લીધો છે. તેની પહેલી ફિલ્મ એક હિન્દૂ મુસ્લિમ સંબંધ પર આધારિત લવ સ્ટોરી હતી. જે ભારત-પાકિસ્તાન વિભાજનની પૃષ્ઠભૂમિ પર આધારિત હતી. આ એક મોટી હિટ સાબિત થઇ હતી. ફિલ્મને સર્વશ્રેષ્ઠ એક્ટ્રેસ અને સર્વશ્રેષ્ઠ ફિલ્મની શ્રેણીયોમાં રાષ્ટ્રીય પુરસ્કારની જીત. આ ફિલ્મ માટે 2500 રૂપિયાની ફી આપવામાં આવી હતી.  ફિલ્મોમાં કામ કરવાં છતાં પ્રેમ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે કામ કરતાં હતાં. આ દરમિયાન તેમણે 'વો કૌન થી?', 'શહીદ', 'મે શાદી કરને ચલા' અને 'તીસરી મંઝિલ' જેવી મોટી ફિલ્મોમાં કામ કર્યું. 1960નાં દાયકાની શરૂઆતમાં તેમને લાગતું હતું કે, આ ફિલ્મમાં એક્ટિંગ કરવું ફૂલ ટાઇમ જોબ નથી. તેમની એક્ટિંગનાં જનૂનને કારણે, તે ફિલ્મોમાં કામ કરતાં રહે છે. તેમણે 1966 બાદ અખબારથી સંબંધ પૂર્મ કર્યાં. આપનાં શરૂઆતી ફિલ્મ 'શહીદ'માં સુખદેવની ભૂમિકા અદા કરી. જે તેની દુર્લભ સકારાત્મક પ્રમુખ ભૂમિકાઓમાંથી એક હતી. 'મે શાદી કરને ચલા'ની શૂટિંગ દરમિયાન કોઇએ તેમને ખલનાયક બનવાનો સુઝાવ આપ્યો હતો. 'તીસરી મંજિલ' અને 'ઉપકાર' બાદ તે ફિલ્મોમાં વિલનનાં રૂપમાં સ્થાપિત થયા.

  આ પણ વાંચો-Happy Birthday Kareena Khan: રૂ. 464 કરોડની માલકિન છે કરીના, મહિનાની કમાણી છે કરોડોમાં

  પ્રેમ ચોપરાએ તેમનાં 60 વર્ષનાં ફિલ્મી કરિઅમાં કૂલ 360 ફિલ્મો કરી હતી. જેમાં હિન્દી અને પંજાબી ફિલ્મો શામેલ છે. આ ફિલ્મોમાં હીરો અને વિલન બંને પ્રકારનાં કિરદાર અદા કર્યા છે. પણ તેમનાં વિલન વાળા કિરદાર લોકોને ખુબજ પસંદ આવ્યાં. તેમણે રાજેશ ખન્નાની સાથે 19 ફિલ્મો કરી અને તમામમાં વિલનનો રોલ અદા કર્યો હતો.

  વધુ રસપ્રદ સમાચાર વાંચો: Business | Latest News | Entertainment | Gujarat News | દેશ વિદેશ | ધર્મ ભક્તિ | Sport | Lifestyle પર ક્લિક કરો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમને FACEBOOK | Twitter | Instagram | YouTube પર ફોલો કરો
  Published by:Margi Pandya
  First published: