Home /News /entertainment /

HBD Mohit Raina: મોહિત રૈના સાથે થવાના હતા પ્રિયંકા ચોપરાના લગ્ન!

HBD Mohit Raina: મોહિત રૈના સાથે થવાના હતા પ્રિયંકા ચોપરાના લગ્ન!

PHOTO- Instagram/merainna

પ્રિયંકા એક સુપરસ્ટાર છે અને તે માત્ર એક ટેલિવિઝન અભિનેતા છે. તેમણે કહ્યું હતું કે તેમની મુલાકાત આ જીવનમાં શક્ય નથી, પરંતુ તે ઇચ્છે છે કે તે બીજા કોઈ જન્મમાં થાય.

    મોહિત રૈના (Mohit Raina)એ ટીવીની દુનિયા છોડીને બોલિવૂડમાં એક ખાસ ઓળખ બનાવી છે. તેમને ટીવી શો 'દેવોં કે દેવ મહાદેવ' (Devon Ke Dev…Mahadev)માં ભગવાન શિવની ભૂમિકા ભજવવા માટે આજે પણ યાદ કરવામાં આવે છે. તેઓ આજે એટલે કે 14 ઓગસ્ટના રોજ પોતાનો 39મો જન્મદિવસ (Mohit Raina birthday) ઉજવી રહ્યો છે. આજે તેમના જન્મ દિવસે તેમના જીવનનો એક રસપ્રદ કિસ્સો જાણીએ.

    આ પણ વાંચો-KAREENA KAPOOR KHAN આખરે કેમ સરોગસીથી ઇચ્છતી હતી બાળક, પતિ સૈફ અલી ખાને ખોલ્યું રહસ્ય

    અભિનેતાએ 2019ની ફિલ્મ 'ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક'થી બોલિવૂડમાં પદાર્પણ કર્યું હતું. ફિલ્મમાં તેમનો રોલ નાનો હોવા છતાં, વિવેચકો અને પ્રેક્ષકો દ્વારા તેમને ખૂબ પ્રશંસા મળી હતી. ત્યારબાદ તેઓ દિયા મિર્ઝા સાથે ઝી5 (Zee 5)ની વેબ સિરીઝ 'કાફિર'માં જોવા મળ્યા હતા. જોકે, બહુ ઓછા લોકો જાણે છે કે મોહિત રૈનાના લગ્ન પ્રિયંકા ચોપરા સાથે થવાના હોવાની ચર્ચા ચારેય તરફ થઈ હતી. આ અંગે પ્રિયંકા ચોપરાએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું.

    PHOTO- Instagram/merainna


    થોડા વર્ષો પહેલા પ્રિયંકાએ ઝૂમ ટીવીને આપેલા એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, જ્યારે તે નિક સાથે પ્રેમમાં નહોતી, ત્યારે તેની કાકી મોહિત રૈના સાથે તેના લગ્ન નક્કી કરવા માંગતી હતી. તે સમયે મોહિત રૈના ટીવી શો 'દેવો કે દેવ મહાદેવ'માં ભગવાન શિવની ભૂમિકા ભજવીને લોકપ્રિય બન્યા હતા. પ્રિયંકાએ ખુલાસો કર્યો હતો કે, તેની કાકી અભિનેતા વિશે ઘણી વાતો કરતી હતી. એક મહાન અભિનેતા હોવા સાથે પ્રિયંકા તેને એક સંસ્કારી અને પ્રામાણિક વ્યક્તિ તરીકે જોતી હતી. મોહિત સાથે પ્રિયંકાના લગ્ન માટે તેની કાકીએ તો ત્યાં સુધી કહ્યું હતું કે, બંને અભિનય ક્ષેત્રમાંથી છે, તેથી આ એક પરફેક્ટ મેચ હશે.

    આ પણ વાંચો-BHUJ: અજય દેવગણની ફિલ્મ દર્શકોને ખૂબ જ ગમી, Twitter પર થયા વખાણ

    જ્યારે મોહિતને પ્રિયંકાની કાકીની આ ઈચ્છા વિશે ખબર પડી, ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગયો કે અભિનેત્રીની કાકીએ તેને એટલો લાયક સમજ્યો છે. જો કે, તેણે કહ્યું હતું કે પ્રિયંકા એક સુપરસ્ટાર છે અને તે માત્ર એક ટેલિવિઝન અભિનેતા છે. તેમણે કહ્યું હતું કે તેમની મુલાકાત આ જીવનમાં શક્ય નથી, પરંતુ તે ઇચ્છે છે કે તે બીજા કોઈ જન્મમાં થાય.
    First published:

    Tags: Devon Ke Dev Mahadev, Mohit Raina, Mohit Raina birthday, Zee 5

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन