HBD Mahesh Manjrekar: ભૂલથી એક્ટર બની ગયા મહેશ માંજરેકર, કંઇક અલગ જ બનવાની હતી ઇચ્છા

મહેશ માંજરેકરનો આજે જન્મ દિવસ

મહેશ માંજરેકર (Mahesh Manjrekar) બોલિવૂડના સેલેબ્સથી ઓછા નથી. મહેશ માંજરેકર માત્ર એક અભિનેતા જ નહીં પણ નિર્દેશક, લેખક અને નિર્માતા પણ છે.

  • Share this:
    Happy Birthday Mahesh Manjrekar: બોલીવુડના 'ભાઈજાન' સલમાન ખાનની સુપરહિટ ફિલ્મો 'વોન્ટેડ', 'દબંગ', 'બોડીગાર્ડ' અને 'રેડી'માં અલગ-અલગ પાત્રો ભજવીને દર્શકોના દિલ જીતનાર મહેશ માંજરેકર (Mahesh Manjrekar) ટેલેન્ટનો ખજાનો છે. આજે મહેશ માંજરેકર પોતાનો જન્મ દિવસ ઉજવી રહ્યા છે. બહુમુખી પ્રતિભા ધરાવતા અભિનેતા, દિગ્દર્શક, લેખક અને નિર્માતા મહેશ માંજરેકરનો જન્મ 16 ઓગસ્ટ 1958ના રોજ થયો હતો. આજે તેઓ પોતાનો 63મો જન્મદિવસ (Mahesh Manjrekar Birthday) ઉજવી રહ્યા છે. આજે તેમના જન્મદિવસ પર તેમની સાથે જોડાયેલી કેટલીક એવી વાતો જણાવીશું, જેના વિશે તમે ભાગ્યે જ જાણતા હશો.

    આ પણ વાંચો-Happy B'day Saif Ali Khan: કરીના સાથે લગ્ન કર્યા તે દિવસે સૈફે અમૃતાને લખ્યો હતો પત્ર

    મહેશ માંજરેકર (Mahesh Manjrekar) બોલિવૂડના સેલેબ્સથી ઓછા નથી. મહેશ માંજરેકર માત્ર એક અભિનેતા જ નહીં પણ નિર્દેશક, લેખક અને નિર્માતા પણ છે. બોલીવુડમાં સક્રિય રહેલા મહેશ માંજરેકરે સંજય દત્ત સાથે ફિલ્મ 'વાસ્તવ'થી બોલિવૂડમાં પદાર્પણ કર્યું હતું. આ ફિલ્મમાં અભિનયની સાથે તેમણે આ ફિલ્મનું નિર્દેશન પણ કર્યું હતું. પરંતુ આ ફિલ્મમાં અભિનય કરવાથી તેમને ઓળખ નહોતી મળી.



    તેમને ફિલ્મ 'વસ્તવ'ના ત્રણ વર્ષ બાદ એટલે કે 2002માં ફિલ્મ 'કાંટે' થી અભિનયમાં સફળતા મળી. ફિલ્મમાં તેમણે રાજ બલ્લીની ભૂમિકા ભજવી હતી, જેને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. ત્યાર બાદથી તેમની અભિનય કારકિર્દી આગળ વધી.

    આ પણ વાંચો- Sonam Kapoor: સોશિયલ મીડિયા પર સોનમનાં ફોટા જોઇ યૂઝર્સ બોલ્યા- 'આ ચોક્કસથી પ્રેગ્નેન્ટ છે'

    મહેશ માંજરેકરે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે 'સ્લમડોગ મિલિયોનેર' ફિલ્મમાં પણ કામ કર્યું હતું. આ ફિલ્મે અનેક ઓસ્કાર એવોર્ડ પણ જીત્યા હતા. તેમણે ફિલ્મમાં ડોનની ભૂમિકા ભજવી હતી. જોકે મહેશ માંજરેકર ફિલ્મોમાં અભિનય કરવા નહોતા માંગતા. મહેશ ફિલ્મોમાં દિગ્દર્શક તરીકેની છાપ બનાવવા માંગતા હતા, પરંતુ તેણે પોતાની ફિલ્મના નિર્દેશનમાં નાની ભૂમિકાઓ ભજવીને અભિનય કારકિર્દીમાં જગ્યા બનાવી. તેમણે તેમના નામે ઘણા રાષ્ટ્રીય પુરસ્કારો પણ જીત્યા છે.
    Published by:Margi Pandya
    First published: