Home /News /entertainment /Lucky Ali Birthday Special: પ્રખ્યાત કોમેડિયન મહમૂદનાં દીકરાના ત્રણ લગ્ન થવાં છતાં આજે છે એકલો
Lucky Ali Birthday Special: પ્રખ્યાત કોમેડિયન મહમૂદનાં દીકરાના ત્રણ લગ્ન થવાં છતાં આજે છે એકલો
(Photo Credits:officialluckyali/Instagram)
Lucky Ali Birthday Special: પ્રખ્યાત કોમેડિયન મહમૂદ (Mehmood)નાં આઠ બાળકોમાં બીજા નંબર છે લકી અલી (Lucky Ali)એ ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કરવાનું શરૂ કરી દીધુ હતું. લકીનાં તેનાં પિતાની સાથે સંબંધો સારા ન હતાં. તો તેને જીવનમાં ત્રણ વખત પ્રેમ પણ થયો છતાં તે આજે એકલો જ છે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: 90નાં દાયકાનાં પ્રખ્યાત એક્ટર અને સિંગર લકી અલી (Lucky Ali)નું સાચુ નામ મકસૂદ મહમૂદ અલી (Maqsood Mahmood Ali) છે. પ્રખ્યાત કોમેડિયન મહમૂદ (Mehmood)નાં ઘરે 19 સ્પટેમ્બર 1958નાં તેનો જન્મ થયો હતો. મહમૂદને આઠ બાળકો હતાં જેમાં લકીબીજા નંબરનો હતો. તેણે ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કરવાનું શરૂ કરી દીધુ હતું. લકીનાં તેનાં પિતાની સાથે સંબંધો સારા ન હતાં. તો તેને જીવનમાં ત્રણ વખત પ્રેમ પણ થયો છતાં તે આજે એકલો જ છે. લકી તેની એક્ટિવિટી અંગે તેનાં ફેન્સ સાથે સોશિયલ મીડિયા પર ઘણી વખત વાત કરતો રહે છે. કોરોનાનાંક હેર દરમિયાન એવી અફવાઓ ઉડી હતી કે લકી અલીનું નિધન થઇ ગયું, જોકે આ માત્ર અફવાઓ હતી. તે સ્વસ્થ છે અને પોતાનાં શોખનું જીવન જીવી રહ્યાં છે.
મ્યૂઝિશિયન, સિંગર, એક્ટર અને રાઇટર લકી અલીએ 1996માં તેનું પહેલું આલબમ 'સુનો' રિલીઝ કર્યુ હતું. જેણે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી હતી. લકીનો સોફ્ટ અવાજ યુવાઓને દિવાના બનાવી દે છે. આ આલબમમાં સિંગરની સાથે મેઘન જૈન મેકક્લિઅરીએ પણ કામ કર્યું છે. આ દરમિયાન બંનેની વચ્ચે નિકટતા વધી અને લકીએ મેઘનને તેની જીવન સંગીની બનાવી લીધી. મેઘનથી તેને બે બાળકો છે. પણ થોડા વર્ષો બાદ તેઓ અલગ થઇ ગયા.
(Photo Credits:officialluckyali/Instagram)
મીડિયાનાં ખબર મુજબ, લકી અલીને એક પર્શિયન મહિલા ઇનાયાથી પ્રેમ થયો. લકી અને ઇનાયાનાં લગ્ન થયા, પણ આ લગ્ન પણ લાંબા ન ટક્યાં અને બંને અલગ થઇ ગયા. લકીને ત્રીજી વખત બ્રિટિશ બ્યૂટી ક્વિન કેટ એલિઝાબેથ સાથે પ્રેમ થયો. તેમનાં લગ્ન પણ થયા.. પણ ગત બે લગ્નની જેમ આ સંબંધ પણ લાંબો ન ટક્યો અને તુટી ગયો.
લકી અલી હાલમાં બેંગલુરૂમાં રહે છે. તેનાં આલબમ સીવાય તે બોલિવૂડ ફિલ્મોમાં એક સમયે પોતાનાં ગીતોથી છવાઇ જનારા લકીને હવે ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી એલર્જી થઇ ગઇ છે. તેને બોલિવૂડથી દૂરી બનાવી લીધી છે. જ્યારે રિતિક રોશનની ફિલ્મ 'કહોના પ્યાર હૈ', ઇમ્તિયાઝ અલીની ફિલ્મ 'તમાશા'માં સફરનામા.. ગીતને તેણે અવાજ આપ્યો હતો. આ ઉપરાંત તેણે 'સુર' ફિલ્મનાં ફેમસ ગીત 'આ ભી જા..' ખુબજ પોપપ્યુલર થયુ હતું. તેણે 'બચના એ હસીનો', 'અંજાના અંજાની' જેવી ફિલ્મોમાં તેનો અવાજ આપ્યો છે.
લકીએ ઘણી ફિલ્મોમાં તેનો શાનદાર અવાજ આપ્યો છે. તેનાં યૂનિક અવાજથી ફેન્સને તેણે દિવાના બનાવ્યાં છે. તો તેને 'કાંટે', 'ત્રિકાલ', 'કસક', 'સુર ધ મેલોડી ઓફ લાઇફ', 'હમારે તુમ્હારે', 'યે હૈ જિંદગી', જેવી ફિલ્મોમાં પણ એક્ટિંગ કરી છે. આ ઉપરાંત તેણે 'ભારત એક ખોજ', 'કથાસાગર' જેવાં ચર્ચિત ટીવી શોમાં કામ કર્યું છે. આ પણ વાંચો-Kareena Kapoor: 'નો મેકઅપ લૂક'માં જોઇ છક થઇ ગયા ફેન્સ, તસવીરો જોઇ બોલ્યા- 'ઘરડી થઇ ગઇ આ તો'