HBD: ...જ્યારે પરણિત મહેશ ભૂપતિની સાદગી પર ફિદા થઇ ગઇ હતી લારા દત્તા

PHOTO: Instagram/larabhupathi

લારા દત્તનો જન્મ ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં થયો હતો. તેમના પિતા પંજાબી અને માતા એંગ્લો ઈન્ડિયન છે. વર્ષ 2000માં તેમણે મિસ યુનિવર્સનો ખિતાબ જીત્યો હતો

  • Share this:
પૂર્વ મિસ યુનિવર્સ અને અભિનેત્રી લારા દત્તાનો આજે જન્મ દિવસ છે. થોડા સમય પહેલા તેણી વેબ સીરિઝ ‘હંડ્રેડ’માં જોવા મળી હતી. આ ફિલ્મમાં લારા દત્તાની ભૂમિકા દર્શકોને ખૂબ પસંદ આવી હતી. ટેનિસ પ્લેયર મહેશ ભૂપતિ સાથે લગ્ન કર્યા બાદ ધીરે ધીરે તેમણે ફિલ્મોમાં કામ કરવાનું ઓછું કર્યું હતું. પરંતુ તે સોશ્યલ મીડિયામાં સતત એક્ટિવ રહે છે અને ફોટોઝ શેર કરતા રહે છે. પ્રેગ્નેન્સી દરમ્યાન તેમણે યોગના વિડીયો શેર કર્યા હતા, જે સોશ્યલ મીડિયા પર વાયરલ થયા હતા. તેમના 43મા જન્મ દિવસ પર તેમને ખૂબ શુભકામનાઓ આપવામાં આવી રહી છે.

લારા દત્તનો જન્મ ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં થયો હતો. તેમના પિતા પંજાબી અને માતા એંગ્લો ઈન્ડિયન છે. વર્ષ 2000માં તેમણે મિસ યુનિવર્સનો ખિતાબ જીત્યો હતો. જે બાદ તેને ફિલ્મની અનેક ઓફર આપવામાં આવી હતી. વર્ષ 2003માં ફિલ્મ ‘અંદાજ’થી તેણે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં અભિનેતા અક્ષય કુમાર અને અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ પણ કામ કર્યું છે. આ ફિલ્મ માટે લારા દત્તાને ફિલ્મફેરનો બેસ્ટ ફીમેલ ડેબ્યૂ એવોર્ડ આપવામાં આવ્યો છે.



આ ફિલ્મ બાદ લારા દત્તાએ ‘પાર્ટનર’, ‘મસ્તી’, ‘નો એન્ટ્રી’, ‘ભાગમ ભાગ’, ‘હાઉસફૂલ’, ‘ચલો દિલ્હી’ જેવી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ તે એક્ટિંગ કરતા મોડેલિંગમાં વધુ સફળ રહી છે. લારા દત્તા કેલે ડોર્જીથી મોરિયા સાથે અફેયરને લઈને ચર્ચાઓમાં રહી હતી. લારા દત્તાને ટેનિસ પ્લેયર મહેશ ભૂપતિની સાદગી ખૂબ જ પસંદ હતી, જે બાદ તેમનું અફેયર શરૂ થયું હતું. પરિણિત મહેશ ભૂપતિએ લારા દત્તાને મળ્યા બાદ તેમના 7 વર્ષનું લગ્નજીવન તોડી નાખ્યું હતું.

મહેશ ભૂપતિએ તેમની પત્નીને તલાક આપ્યા બાદ લારા દત્તા સાથે વર્ષ 2011માં લગ્ન કર્યા હતા. અત્યારે તેમની એક દીકરી પણ છે, જેનું નામ સાયરા છે. લારા દત્તા અનેક વાર તેમની દીકરીના ફોટોઝ સોશ્યલ મીડિયા પર શેર કરે છે.
First published: