B’day Special: જ્યારે કુણાલ કપૂરને ડિરેક્ટરે કહ્યું હતું- તું કેમેરાની પાછળ નહીં, પણ સામે સારો લાગે છે...

મુંબઈમાં જન્મેલા કુણાલ કપૂર (Kunal Kapoor)ના પિતા કિશોર કુમાર બિઝનેસમેન હતા

કુણાલ કપૂર (Kunal Kapoor) એક ટેલેન્ટેડ એક્ટર છે. તેણે અત્યંત ઓછી ફિલ્મો કરી છે, પરંતુ તેણે વેબ સિરીઝ ‘ધ એમ્પાયર’ (The Empire) દ્વારા સાબિત કરી દીધું કે તે એક દમદાર અભિનેતા છે.

 • Share this:
  નવી દિલ્હી. વેબ સીરિઝ ‘ધ એમ્પાયર’ (The Empire) માં બાબર જેવું અઘરું પાત્ર ભજવીને પોતાની એક્ટિંગની સાબિતી આપનાર પ્રતિભાશાળી અભિનેતા કુણાલ કપૂરે (Kunal Kapoor) ક્યારેય વિચાર્યું નહોતું કે તે અભિનયની દુનિયામાં આવશે. તે તો બોલિવૂડમાં કોઈ ને કોઈ રીતે માત્ર ટકી રહેવા માગતો હતો. માટે તેણે પોતાની શરૂઆત અસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કરી. અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)ની ફિલ્મ અક્સ (Aks)માં તે અસિસ્ટન્ટ ડિરેક્ટર હતો. તે વખતે ક્યાં ખબર હતી કે એક દિવસ કુણાલ પણ બચ્ચન પરિવારનો ભાગ બની જશે.

  18 ઓક્ટોબર, 177ના રોજ મુંબઈમાં જન્મેલા કુણાલ કપૂર (Kunal Kapoor)ના પિતા કિશોર કુમાર બિઝનેસમેન હતા. માતા કાનન, હાઉસ વાઇફ હોવાની સાથે ગાતા પણ હતા. જેની અસર કુણાલ પર પડી ને તે કળાની દુનિયા તરફ આકર્ષિત થયો. સ્કૂલ દરમિયાન તેણે કેટલાક પ્લે કર્યા. તેણે બેરી જૉન પાસે એક્ટિંગની તાલીમ લીધી. તેના પછી તેનો એક્ટિંગ કરવાનો કોઈ ઈરાદો નહતો.

  આ પણ વાંચો: રિતિક રોશને જિમમાં 80sના ગીતો પર કર્યો ડાન્સ, દીપિકાએ લખ્યું- ‘જોકર’, જુઓ વાયરલ વિડીયો

  જ્યારે ફિલ્મ અ’ક્સ’માં કુણાલ, ડિરેક્ટર રાકેશ ઓમપ્રકાશ મહેરાને અસિસ્ટ કરતો હતો, ત્યારે તેમણે એક દિવસ કુણાલને બોલાવીને કહ્યું કે, તું કેમેરાની પાછળ કરતા આગળ વધારે સારું કામ કરી શકે છે. પછી તેણે એક્ટિંગમાં કામ કરવા વિશે વિચાર્યું. તેણે પોતાના એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેને એક જ દિવસમાં બે મોટી ફિલ્મોની ઓફર મળી હતી. એક ફિલ્મ હતી જાણીતા પેઈન્ટર એમએફ હુસ્સૈનની ‘મીનાક્ષી’ અને બીજી હતી રાકેશ ઓમપ્રકાશ મહેરાની ‘રંગ દે બસંતી’ (Rang De Basanti).
  View this post on Instagram


  A post shared by Kunal Kapoor (@kunalkkapoor)


  ફિલ્મ ‘રંગ દે બસંતી’માં તેના કામને પસંદ કરવામાં આવ્યું હતું. તેના પછી તેણે ફિલ્મ હેટ્રિક, લાગા ચુનરી મેં દાગ, આજા નચ લે, લમ્હા, ડૉન 2 અને ગોલ્ડ જેવી ફિલ્મો કરી, પરંતુ તેને યોગ્ય સફળતા ન મળી. આ વચ્ચે 2015માં અમિતાભ બચ્ચનના ભાઈ અજિતાભ બચ્ચનની દીકરી નૈના સાથે તેના લગ્ન થયા.

  આ પણ વાંચો: સિદ્ધાર્થ-શહેનાઝના સોંગ ‘અધૂરા’નું પહેલું Poster Out, છેલ્લી વખત સાથે જોવા મળશે 'સિડનાઝ'

  હવે કુણાલ કપૂર ફિલ્મ નિર્માણના ક્ષેત્રમાં પણ આવવાનું વિચારી રહ્યો છે. તેણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે જ્યારે તે અસિસ્ટન્ટ ડિરેક્ટર હતો ત્યારે તે વાર્તાઓ લખતો હતો. હવે તે માત્ર અભિનેતા તરીકે નહીં, બલ્કે એક નિર્માતા, નિર્દેશક તરીકે પણ વાર્તાને પડદા પર ઉતારવા માંગે છે.

  સમાચાર છે કે, કુણાલ કપૂર પોતાના પ્રોડક્શન હાઉસ હેઠળ વિન્ટર ઓલિમ્પિયન શિવા કેશવનની બાયોપિક બનાવશે અને તેના પર કામ પણ શરૂ કરી ચૂક્યો છે.
  Published by:Nirali Dave
  First published: