Birthday Special: K-Pop બેન્ડ BTSના Jungkookનો આજે જન્મદિવસ, આ કારણે ફેન્સના દિલો પર કરે છે રાજ

ફાઇલ તસવીર

જીન જંગકુમ પોતાના લુક અને ટેલેન્ટ જ નહીં પરંતુ તેની સાદગી અને સરળ સ્વભાના કારણે પણ ફેન્સના દિલો પર રાજ કરે છે.

  • Share this:
સાઉથ કોરિયન બોય બેન્ડ BTS (south korean band BTS) વિશ્વભરમાં પોતાના સોંગ્સ અને ટેલેન્ટના કારણે ચર્ચામાં છે. આ બેન્ડે હાલમાં જ K-POP ઇન્ડસ્ટ્રીમાં પોતાના 3000 દિવસો પૂરા કર્યા છે. આ બેન્ડમાં 7 મેમ્બર્સ છે – કિમ નામજૂન, કિમ સોકજીન, મીન યુંગી, જે હોપ(જંગ હોસોક), પાર્ક જીમીન, કિમ તેહ્યુંગ અને જીન જંગકુક. આ તમામ મેમ્બર્સના વિશ્વમાં કરોડો ચાહકો છે, તેના ફેન્ડમને A.R.M.Y તરીકે ઓળખવામાં આવે છે. આ બોય બેન્ડમાં જીન જંગકુક (Jungkook birthday) સૌથી નાનો મેમ્બર છે, જે આજે પોતાનો 24મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. તેના ફેન્સ પહેલાથી જ જન્મદિવસની શુભકામનાઓ પાઠવી રહ્યા છે. બુધવારે પોતાનો જન્મદિવસ મનાવી જંગકુક હાલ ટ્વિટર પર #HappyJKDay અને #JungkookDay સાથે ટ્રેન્ડ કરી રહ્યો છે.

જીન જંગકુમ પોતાના લુક અને ટેલેન્ટ જ નહીં પરંતુ તેની સાદગી અને સરળ સ્વભાના કારણે પણ ફેન્સના દિલો પર રાજ કરે છે. આજે જંગકુકના 24મા જન્મ દિવસે ચાલો જાણીએ તે 7 કિસ્સાઓ જ્યારે A.R.M.Yના હ્યદયને જંગકુકની સાદગી સ્પર્શી ગઇ હતી.

જ્યારે જંગકુકે જસ્ટિન બીબરને કહ્યો પોતાના આઇડલ

અમેરિકન પોપ સિંગર જસ્ટિન બીબરને આપણે સૌ જાણીએ છીએ અને વિશ્વમાં તેના કરોડો ફેન્સ છે. જંગકુક પણ જસ્ટિન બીબરનો મોટો ફેન છે. વર્ષ 2017માં ઓઝી સાથે એક ઇન્ટરવ્યૂમાં જ્યારે જંગકુકને પૂછવામાં આવ્યુ કે, કયા વેસ્ટર્ન આર્ટીસ્ટથી તે પ્રેરણા મેળવે છે. જેના જવાબમાં જંગકુકે જસ્ટીન બીબરનું નામ આપ્યું હતું.સ્ટેજ પરથી ઉતરી વ્હીલચેર પર બેઠેલા ફેન્સને મળવા દોડ્યો

જૂન 2019માં તેના વર્લ્ડ ટૂર પ્રોગ્રામ ‘Love Yourself: Speak Yourself’ માટે બોય બેન્ડ બીટીએસ સ્ટેડ ડે ફ્રાન્સમાં પર્ફોમન્સ આપી રહ્યા હતા. સેફ્ટીના કારણોસર કોઇ પણ મેમ્બર્સ કોન્સર્ટ દરમિયાન સ્ટેજ પરથી નીચે ઉતરતા નથી. પરંતુ આ કોન્સર્ટ દરમિયાન જંગકુક વ્હીલચેર પર બેઠેલા એક ફેન્સને મળવા સ્ટેજ પરથી કૂદીને ગયો હતો. આ સાથે A.R.M.Yના દિલમાં જંગકુક માટે પ્રેમ વધુ ગાઢ બની ગયો.

સ્ટાફને મદદરૂપ થવા કરવા લાગ્યો સાફ સફાઇ

જંગકુક માત્ર ટેલેન્ટેડ જ નહીં પણ ખૂબ પ્રતિભાશાળી પણ છે. 2017માં આઇડલ સ્ટાર એથલેસ્ટિક ચેમ્પિયનશીપ દરમિયાન જંગકુક સ્ટાફ મેમ્બર્સની મદદ કરવા માટે તેમની સાથે ત્યાં ફેલાયેલો કચરો સાફ કરવા લાગ્યો હતો.સોંગ ‘બટર’માં જંગકુકનો હોટ લૂક

બીટીએસનું હાલમાં રીલીઝ થયેલ સોંગ ‘બટર’ને A.R.M.Y દ્વારા રેકોર્ડ બ્રેક સફળતા મેળવી ચૂક્યું છે. આ સોંગમાં જંગકુકનો હોટ અવતાર ફેન્સમાં ખૂબ પસંદીદા બન્યો હતો. તેના પર્પલ હેર અને નેક ચેનની સાથે આઇ પીઅર્સે A.R.M.Yમાં અલગ જ જગ્યા બનાવી લીધી છે.

જ્યારે ફેનને શાંત કરવા જંગકુકે પકડ્યો તેનો હાથ

જંગકુક ઘણી વખત સાબિત કરી ચૂક્યો છે કે તેના ફેન્સ તેના માટે ખૂબ કિંમતી છે. તે હંમેશા પોતાના ફેન્સ અને તેમના પ્રેમનો આદર કરે છે. બીટીએસ ફેન સાઇનિંગનો એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં એક ફેન પોતાની આંખ સામે આડઇલ જંગકુકને જોઇને નર્વસ થઇ ગઇ હતી. ત્યારે જંગકુકે તેનો હાથ પકડી તેને શાંત કરી હતી.નાની-નાની વસ્તુઓમાં પણ થઇ જાય છે ખુશ

જંગકુક બોય બેન્ડ બીટીએસનો સૌથી નાનો મેમ્બર છે. ઘણી વખત કોઇ નાની-નાની વસ્તુઓને લઇને તે ઉત્સાહી બની જાય છે. અને તેની અંદર રહેલા બાળકને જીવંત કરી દે છે. તેના ચહેરાના અમુક રમૂજી ભાવો ફેન્સને ભાવુક કરી દે છે. તેથી જ ફેન્સ તેને 'બેબી બની' પણ કહે છે.

જંગકુક ફેન્સ માટે હંમેશા કરતો રહે છે કંઇક ખાસ

જંગકુક તેના ફેન્સ A.R.M.Yને અને ફેન્સ જંગકુકને ખૂબ ચાહે છે. વર્ષ 2018માં સોરીબદા એવોર્ડ્સ દરમિયાન તેના આંખોમાં લાઇટ્સ આવતી હોવાથી તે પોતાના ફેન્સને જોઇ શકતો ન હતો. તેથી તેણે માઇકનો ઉપયોગ કરી આંખોને કવર કરી દીધી જેથી તે પોતોના ફેન્સને સરખી રીતે જોઇ શકે.
Published by:Kaushal Pancholi
First published: