B'day Special: 'મોહબ્બતે'નો જુગલ હંસરાજ, જાણો હવે શું કરે છે આ એક્ટર

(PHOTO: Instagram/thejugalhansraj)

ફિલ્મ 'મોહબ્બતે' (Mohabatein)થી પ્રખ્યાત એક્ટર જુગલ હંસરાજ (Jugal Hansraj)નો આજે 26 જુલાઇનાં જન્મ દિવસ છે. એક્ટરનાં ફેન્સ અને મિત્રોએ તેને જન્મ દિવસની (Jugal Hansraj Birthday)ની શુભેચ્છાઓ પાઠવી છે.

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: આજે બોલિવૂડ એક્ટર જુગલ હંસરાજ (Jugal Hansraj)નો જન્મ દિવસ છે. લોકો તેને ફિલ્મ 'મોહબ્બતે' (Mohabatein)માં અદા કરેલાં રોલ સમીર શ્રમા માટે યાદ કરે છએ. તો આ રોલથી તે ઘણો જ પ્રખ્યાત થઇ ગયો હતો .જોકે, બોલિવૂડ સાથે તેનો ઘણો જુનો સંબંધ છે. આજે તે 26 જુલાઇનાં તેનો 49મો જન્મ દિવસ ઉજવી રહ્યો છે ત્યારે આ સમયે ચાલો તેનાં જીવન સાથે જોડાયેલાં કેટલાંક ખાસ કિસ્સા પર કરીએ એક નજર.

    આ પણ વાંચો- NORA FATEHIએ લાલ ડ્રેસમાં વિખેર્યા જલવા, સિઝલિંગ અંદાજ પર ફિદા થયા ફેન્સ

    જુગલ હંસરાજ પહેલી વખત ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે ફિલ્મ 'માસૂમ' (1983)માં નજર આવ્યો હતો તે 1994મા આવેલી ફિલ્મ 'આ ગલે લગ જા'માં લીડ એક્ટર તરીકે નજરઆવે છે. પણ તેને ખરી ઓળખ વર્ષ 2000માં આવેલી ફિલ્મ 'મોહબ્બતે'થી મળી. આ ફિલ્મ બાદ તે ફિલ્મોમાં વધુ ન ચમક્યો અને ધીમે ધીમે તે એક્ટિંગથી દૂર જતો થયો. અત્યાર સુધીમાં 18 ફિલ્મોમાં કામ કરી ચુક્યો છે જુગલ હંસરાજ.

    (PHOTO: Instagram/thejugalhansraj)


    તેને વર્ષ 2014માં તેની NRI ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરી લીધા હતાં. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જુગલનાં લગ્નનો ખુલાસો ત્યારે થયો જ્યારે તેનાં મિત્ર ઉદય ચોપરાએ ટ્વિટ કરી તેની માહિતી આપી. અને લખ્યું કે, 'મારા મિત્ર જુગલ હંસરાજે ઓકલેન્ડમાં જેસ્મિન સાથે લગ્ન કરી લીધા છે. અને આ નવાં કપલ માટે હું ખુશીઓની કામના કરુ છું.'

    આ પણ વાંચો- Prabhas: 200 કરોડની સંપત્તિનો માલિક છે પ્રભાસ, જીવે છે આવી લગ્ઝુરિયસ લાઇફ

    જુગલ અને જેસ્મિનને એક દીકરો છે. તેની પત્ની એક ઇન્વેસ્ટમેન્ટ બેંકર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જુગલ આજે પણ કરન જોહરનાં ધર્મા પ્રોડક્શન સાથે જોડાયેલો છે. તે ક્રિએટિવ ટીમની સાથે કામ કરે છે. કરન જોહર અને જુગલ હંસરાજ વચ્ચે સારી મિત્રતા છે. કહેવાય છે કે, ફિલ્મ 'કુછ કુછ હોતા હૈ..'નાં ટાઇટલ સોન્ગની કેટલીક લાઇન્સ જુગલે લખી હતી. તેણે આ ગીત ત્યારે લખ્યું હતું જ્યારે તે કરનની સાથે એક નાઇટ આઉટ પર હતો. બાદમાં આ ગીતને વધુ સારી રીતે લખવામાં આવ્યું અને તેને ફિલ્મનું ટાઇટલ ટ્રેક બનાવવામાં આવ્યું.
    Published by:Margi Pandya
    First published: