Happy Birthday: રણબીરે આપેલો દગો સહન કરી શકી ન હતી દીપિકા, આપ્યું હતું આ નિવેદન

Happy Birthday: રણબીરે આપેલો દગો સહન કરી શકી ન હતી દીપિકા, આપ્યું હતું આ નિવેદન
રણબીરે આપેલો દગો સહન નહોતી કરી શકી દીપિકા

Happy Birthday: દીપિકા પાદુકોણ (Deepika Padukone)નો આજે 35મો જન્મ દિવસ છે. દીપિકા બોયફ્રેન્ડે આપેલો દગો તે સહન કરી શકી ન હતી અને ડિપ્રેશનમાં જતી રહી હતી. પણ તેણે પોતાને આ ગમમાંથી બહાર કાઢી અને પોતાની જાતને માનસિક અને ભાવનાત્મક રીતે વધુ મજબૂત કરી.

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ સફળ એક્ટ્રેસિસમાંથી એક દીપિકા પાદુકોણ (Deepika Padukone)નો આજે 35મો જન્મ છે. તે સોશિયલ મીડિયા પર હમેશાં ચર્ચમાં રહે છે. તેનાં ફેન્સ ફિલ્મોની સાથે સાથે તેની પર્સનલ લાઇફ અંગે જાણવામાં પણ ઘણો રસ લે છે.

    એક સમયે દીપિકા બોયફ્રેન્ડે આપેલો દગો તે સહન કરી શકી ન હતી. અને સંપૂર્ણ રીતે ડિપ્રેશનમાં જતી રહી હતી. પણ તેણે પોતાને ડિપ્રેશનમાંથી બહાર કાઢી હતી. અને તેની ગુમાવેલી એનર્જી માનસિક અને ભાવનાત્મક મજબૂતી બધુ જ પાછુ મેળવ્યું હતું. આ રીતે દીપિકાએ જોરદાર વાપસી કરી હતી. જે બાદ તે કરિઅર અને પર્સનલ લાઇફ બંનેમાં સફળ રહી. દીપિકા પાદુકોણે વર્ષ 2018માં રણવીર સિંહ (Ranveer Singh) સાથે લગ્ન કરી લીધા હતાં. આ પહેલાં તે રણબીર કપૂરને (Ranbir Kapoor) ડેટ કરતી હતી. બંનેમાં એવું બોન્ડિંગ જોવા મળ્યું કે, લગ્નની વાતો થવા લાગી હતી. પણ પછી દીપિકાને રણબીર તરફથી પ્રેમમાં દગો મળ્યો હતો.



    દીપિકાએ પોતે એક ઇન્ટરવ્યૂમાં નામ લીધા વગર તેણે કહ્યું હતું કે, મને દગો આપ્યા બાદ તે માફી માંગવા લાગ્યો હતો. દીપિકાએ કહ્યું કે, 'મારા માટે સેક્સ ફક્ત ફિઝિકલ હોવું નથી તેની સાથે ભાવનાઓ પણ જોડાયેલી હોય છે. મે અત્યાર સુધી મારા કોઇ રિલેશનમાં દગો નથી આપ્યો. મને દગો આપવો હોય તો હું સંબંધમાં કેમ રહું. તેનાં કરતાં તો હું સિંગલ રહી મસ્તી કરું. દરેક વ્યક્તિ આવું નથી હોતું. હું એવી હતી કે તેને રંગેહાથે ઝડપ્યા બાદ પણ તેને બીજો ચાન્સ આપ્યો હતો.'

    દીપિકાએ વધુમાં કહ્યું કે, 'તેણે મારી માફી માંગી, તો મે તેને માફ કરી દીધો પણ મને તે બધામાંથી બહાર આવવામાં ખુબ સમય લાગ્યો હતો. હવે હું તેમાંથી સંપૂર્ણ બહાર આવી ગઇ છું. જ્યારે તેણે મને પહેલી વખત દગો આ પ્યો ત્યારે હું સમજી ગઇ હતી કે આ રિલેશનશિપમાં કે પછી મારામાં કંઇ કમી છે. પણ જ્યારે કોઇની ટેવ જ દગો દેવાની હોય તો તે હમેશાં દગો આપે જ છે.'

    દીપિકાએ કહ્યું હતું કે, મે મારા રિલેશનને ઘણું બધુ આપ્યું, પણ મને બદલામાં કંઇ જ મળ્યું ન હતું. દગા બાદ કોઇપણ રિલેશનશિપ બ્રેક થઇ જાય છે. રિલેશનશિપમાં જ્યારે એખ પાર્ટનર દગો આપે છે તો, વિશ્વાસ જતો રહે છે. ઇજ્જત જતી રહે છે. સમ્માન અને વિશ્વાસ જ કોઇપણ સંબંધનોઆધાર સ્તંભ હોય છે. આ બંને સ્તંભો તોડી સંબંધને બચાવી શકાય નહીં.'
    Published by:Margi Pandya
    First published:January 05, 2021, 09:53 am