ન્યૂઝ18 ગુજરાતી: બોલિવૂડ અભિનેત્રી રિયા સેન 38 વર્ષની થઇ ચૂકી છે. 24 જાન્યુઆરી, 1981ના રોજ કોલકાતામાં જન્મેલી રિયા બોલિવૂડ ફિલ્મ્સ ઉપરાંત બંગાળી ફિલ્મ્સમાં પણ જોવા મળી હતી. પરંતુ તે એક્ટિંગ કરતાં વિવાદોને લીધે વધુ ચર્ચામાં રહી. રિયા સેનની અમુક હરકતોએ તેના ફેન્સને પણ ચોંકાવ્યા હતા.
રિયા સેન અને અશ્મિત પટેલ વચ્ચે અફેરની વાતો પણ ખૂબ ચર્ચાઇ હતી. સાથે જ બન્નેનો એક અશ્લીલ એમએમએસ પણ લીક થયો હતો. જે બાદ લગભગ આ અક્ટ્રેસના કરિયર પર બ્રેક લાગી ગઇ હતી.
રિયા સેન અને અશ્મિત પટેલ
રિયા સેન પર 'રાગિની MMS રિટર્ન'ના સેટ પર કો-સ્ટારના કપડાં ઉતારવાનો આરોપ પણ લાગ્યો હતો. એક્ટર નિશાંત મલકાનીએ રિયા સેન પર આરોપ મૂક્યો હતો કે, જ્યારે તે રિયા સાથે એક ઇન્ટીમેટ સીન શૂટ કરી રહ્યો હતો ત્યારે રિયાએ કેમેરાની સામે તેનું પેન્ટ ઉતારી નાંખ્યું હતું. આ હરકત અંગે તેણે કહ્યું હતું કે, આવું કરવાથી મહિલાઓ તેને પસંદ કરશે. નિશાંત મલકાનીના કહ્યાં પ્રમાણે, રિયાએ તેની મરજી વિરુદ્ધ કપડાં ઉતાર્યા હતા.
પાર્ટીમાં યુવતીને કિસ કરતી રિયા સેન
વર્ષ 2016માં રિયા સેન એક પાર્ટીમાં ખૂબ જ વાઇલ્ડ અંદાજમાં જોવા મળી હતી. જેમાં તે એક યુવતીને કિસ કરતી દેખાઇ હતી. સાથે જ બીજા યુવકો સાથે પણ અશ્લીલ અંદાજમાં તસવીરો ક્લિક કરાવી હતી.
મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, માર્ચ, 2017માં રિયા મુંબઇના અંધેરીમાં આવેલી એક રેસ્ટોરાંમાં ગઇ હતી. જ્યાં તેણે વેઇટર પાસે સેક્સની ડિમાન્ડ કરી હતી. જોકે, રિયા કોઇ એગ ડિશનું નામ લેવા ઇચ્છતી હતી. પરંતુ તેણે વેઇટરને કહ્યું હતું કે, Could I have some SEX please. જોકે, પછી રિયાએ પોતાની ભૂલ સુધારી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર