'હમ અંગ્રેજો કે જમાને કે જેલર': ખબર છે? અસરાની માત્ર કોમેડિયન જ નહી, પરંતુ સારા ગાયક પણ છે
'હમ અંગ્રેજો કે જમાને કે જેલર': ખબર છે? અસરાની માત્ર કોમેડિયન જ નહી, પરંતુ સારા ગાયક પણ છે
અસરાની જન્મદિવસ
અસરાની (Asrani) એ ફિલ્મ 'શોલે' (film sholay) માં જેલરની ભૂમિકા ભજવીને તેમણે પોતાના અભિનયની અમીટ છાપ છોડી દીધી છે. 'હમ અંગ્રેજો કે જમાને કે જેલર હૈ' ડાયલોગ એટલો હિટ થયો કે આજે પણ તે અનેક પ્રસંગોએ બોલાય છે.
Asrani Birthday: બોલીવુડના દિગ્ગજ અભિનેતા અને કોમેડિયન અસરાની (Asrani) આજે તેમનો 82મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. અસરાનીનો જન્મ 1 જાન્યુઆરી 1940ના રોજ જયપુરમાં થયો હતો. અસરાનીનું આખું નામ ગોવર્ધન અસરાની છે. તેણે 5 દાયકા સુધી ફિલ્મોમાં કામ કર્યું છે, જેમાં 350 થી વધુ ફિલ્મોનો સમાવેશ થાય છે. 1964 માં, તેઓ ફિલ્મ અને ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા, પુણેમાં જોડાયા અને ત્યાંથી અભિનય શીખ્યા. શરૂઆતમાં, તેમને બહુ ભૂમિકાઓ ન મળી, તેથી તેઓ FTIIમાં જ શિક્ષક બન્યા. અસરાનીએ માત્ર શ્રોતાઓને હસાવ્યા જ નથી પરંતુ મધુર સંગીત પણ ગાયું છે. બહુ ઓછા લોકો જાણે છે કે અસરાનીએ ફિલ્મોમાં ગીતો પણ ગાયા છે.
અસરાની નામથી જ ચહેરા પર સ્મિત આવી જાય છે
બોલિવૂડમાં, ઘણા કલાકારો સમય સાથે વિસ્મૃતિમાં ખોવાઈ જાય છે, પરંતુ કેટલાક એવા પણ છે જે ક્યારેય ભૂલી શકતા નથી, જેમ કે અસરાની. અસરાનીની ફિલ્મોમાં એન્ટ્રી મેળવવાની કહાની સરળ નથી. તેમને ઘણી મુશ્કેલીથી તક મળી અને જ્યારે તક મળી તો તેમણે ક્યારેય પાછળ વળીને જોયું નથી. પ્રભાવશાળી અભિનયથી દરેકના ચહેરા પર સ્મિત લાવનાર અસરાનીને કોમિક રોલમાં શ્રેષ્ઠ અભિનય માટે ફિલ્મફેર એવોર્ડ મળ્યો છે.
અસરાનીએ ફિલ્મોમાં પણ ગીતો ગાયા છે
અસરાનીને કોમેડિયન એક્ટર તરીકે ગણવામાં આવે છે પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે, તે ગીત પણ ખૂબ જ સારી રીતે ગાય છે. 1977ની ફિલ્મ આલાપમાં અસરાનીએ બે ગીતો ગાયા જે તેમના પર ફિલ્માવવામાં આવ્યા હતા. આ સિવાય તેમણે 'ફૂલ ખીલે હૈ ગુલશન ગુલશન'માં પ્રખ્યાત ગાયક કિશોર કુમાર સાથે ગીત પણ ગાયું હતું.
અસરાનીએ 'શોલે'માં શાનદાર અભિનય કર્યો હતો
અસરાનીએ મોટાભાગની ફિલ્મોમાં સાઈડ રોલ કર્યા છે પરંતુ 'ચલા મુરારી હીરો બને' અને 'સલામ મેમસાહબ' જેવી ફિલ્મોમાં મુખ્ય અભિનેતા તરીકે પણ કામ કર્યું છે. અસરાનીએ 1967માં આવેલી ફિલ્મ 'કાંચ કી ચૂડિયા'થી ફિલ્મોમાં ડેબ્યૂ કર્યું હતું. અસરાનીએ ઘણી ફિલ્મોમાં શાનદાર અભિનય કર્યો છે પરંતુ 'શોલે' (film sholay) માં જેલરની ભૂમિકા ભજવીને તેમણે પોતાના અભિનયની અમીટ છાપ છોડી દીધી છે. 'હમ અંગ્રેજો કે જમાને કે જેલર હૈ' ડાયલોગ એટલો હિટ થયો કે આજે પણ તે અનેક પ્રસંગોએ બોલાય છે. આ સિવાય અસરાનીએ 'મેરે અપને', 'બાવર્ચી', 'પરિચય', 'અભિમાન', 'મહેબૂબ', 'બંદિશ', 'ચુપકે-ચુપકે' જેવી ફિલ્મોમાં શાનદાર અભિનય દર્શાવ્યો હતો.
અસરાનીએ અભિનેત્રી મંજુ બંસલ સાથે લગ્ન કર્યા છે, બંનેએ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. અસરાની અને મંજુને નવીન અસરાની નામનો પુત્ર છે. અસરાનીને ત્રણ ભાઈ અને ચાર બહેનો છે. હિન્દી ઉપરાંત ગુજરાતીમાં પણ કામ કર્યું હતું. આ સિવાય તેમને રાજકારણમાં પણ રસ છે. 2004માં તેમણે કોંગ્રેસ પાર્ટીનું સભ્યપદ લીધું.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર