ન્યૂઝ18 ગુજરાતી: 90ના દાયકામાં સૌંદર્ય અને એક્ટિંગ દ્વારા બોલિવૂડમાં ધમાલ મચાવનારી અભિનેત્રી અમૃતા સિંહનો આજે 61મો જન્મદિવસ છે. અમૃતાએ 36 વર્ષ પહેલાં ફિલ્મ 'બેતાબ' દ્વારા બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. અમૃતા 90sમાં તેના બોલ્ડ અને બિન્દાસ અંદાજ માટે ચર્ચામાં રહેતી હતી.
એ સમયે બોલિવૂડના ટોપ એક્ટર અને ડાયરેક્ટર અમૃતા સાથે કામ કરવા માગતા હતા. અમૃતાની જોડી સૌથી વધુ સની દેઓલ સાથે પસંદ કરવામાં આવી હતી.
સની દેઓલ, રવિ શાસ્ત્રી અને વિનોદ ખન્ના સાથે અમૃતાના અફેરની વાતો પણ ખૂબ ચર્ચાઇ હતી, પરંતુ આ પંજાબી ગર્લને પસંદ પડ્યો હતો સૈફ અલી ખાન. બન્નેની ઉંમરમાં 12 વર્ષનો અંતર છે. જોકે, પ્રેમમાં તેમના માટે ઉંમર ગૌણ હતી.
બન્નેએ લગ્ન કર્યા હતા, પરંતુ તેના લગ્ન લાંબા સમય સુધી ટકી ન શક્યા. તેઓ વર્ષ 2004માં છૂટા પડ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, સૈફે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે અમૃતા તેને ઘરની બહાર કાઢી મૂકતી હતી. તેણે અમૃતા પર ગાળો આપવા સહિતના આરોપો મૂક્યા હતા.
અમૃતાએ લગ્ન બાદ ફિલ્મ્સ કરવાનું છોડી દીધું હતું. સૈફ-અમૃતાના બે બાળકો છે. પુત્ર ઇબ્રાહિમ અને પુત્રી સારા અલી ખાન. સારા તો ફિલ્મ ઇન્ડ્સ્ટ્રીમાં પ્રવેશ કરી ચૂકી છે. સારા ફિલ્મ્સમાં આવતાં લોકો કહી રહ્યાં છે કે, તે તેની માતા જેવી જ લાગે છે. સારા પોતે પણ માને છે કે તે તેની માતા જેવી જ બનવા માગે છે.
Published by:Azhar Patangwala
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર