Happy birthday Akshay kumar: અક્ષય કુમારનું સાચું નામ શું છે? 'ખતરો કે ખેલાડી'ની કેટલીક રસપ્રત વાતો

અભિનેતા અક્ષય કુમારી ફાઈલ તસવીર

Akshay kumar birthday sepcial: બોલીવૂડમાં ખતરો કે ખેલાડી ગણાતા એક્ટર (bollywood actor) અક્ષય કુમાર (Akshay kumar 54th birthday) પોતાનો જન્મ દિવસ ભારે હૃદય સાથે મનાવવો પડશે. માતાના નિધનથી અક્ષય કુમાર દુઃખમાં (Akshay kumar mother death) છે અને જન્મદિવસ પણ સાથે જ આવ્યો છે.

  • Share this:
    birthday special: બોલીવૂડ એક્ટર અક્ષય કુમાર 54 વર્ષના થઈ રહ્યા છે. ત્યારે જન્મ દિવસના એક દિવસ પહેલા જ અક્ષય કુમારે પોતાની માતા ગુમાવી છે. બોલીવૂડમાં ખતરો કે ખેલાડી ગણાતા એક્ટરને પોતાનો જન્મ દિવસ ભારે હૃદય સાથે મનાવવો પડશે. માતાના નિધનથી અક્ષય કુમાર દુઃખમાં છે અને જન્મદિવસ પણ સાથે જ આવ્યો છે. ત્યારે આ ઉમદા અભિનેતા અંગે વાત કરીએ તો અક્ષય કુમારે વર્ષ 1987માં મહેશ ભટ્ટી મૂવી 'આજ'થી ફિલ્મી દુનિયાની શરુઆત કરી હતી.

    એ સમયે કોઈને ખબર ન્હોતી કે આ યુવક આવનારા દિવસોમાં બોલીવડૂનો સૌથી મોટો ખેલાડી બની જશે. અક્ષયની ઓળખ ભલે સૌગંધ મૂવી થઈ હોય પરંતુ તેમને એરલિફ્ટ, રુસ્તમ, કેસરી, બેબી, પેડમેન અને બેલબોટમ જેવી દિલને સ્પર્શી જાય એવી ફિલ્મો પણ કરી છે. તેમણે વેલકમ, સિંઘ ઇસ કિંગ, અને હાઉસફૂલ જેવી મૂવીઝમાં પોતાની કોમેડીથી લોકોને હસાવ્યા પણ છે.

    અક્ષય લગભગ દરેક રોલમાં ફીટ થાય છે. 9 સપ્ટેમ્બરે બોલીવૂડના ખેલાડી અક્ષય કુમારનો 54માં બર્થડે છે. અક્ષય કુમારનું સાચું નામ રાજીવ હરિઓમ ભાટિયા છે. તેઓ એક્ટર હોવાની સાથે સાથે નિર્માતા પણ છે. તેઓ માર્શલ આર્ટ્સમાં પણ પારંગત છે.

    આ પણ વાંચોઃ-Akshay Kumar Mother Death: અક્ષય કુમારની માતાનું નિધન, કહ્યું 'અસહ્ય દુઃખ થઇ રહ્યું છે'

    પંજાબના અમૃતસરમાં જન્મેલા અક્ષય કુમારનો અભ્યાસ મુંબઈમાં થયો હતો. તેમણે તાઈકાંડોમાં બ્લેક બેલ્ટ મેળવ્યો છે. તેમણએ બેંકોકમાં માર્શલ આર્ટ્સ પણ શીખ્યું હતું. જ્યાં તેમણે રેસ્ટોરન્ટના રસોડામાં પણ નોકરી હતી.

    આ પણ વાંચોઃ-Akshay Kumar Mother funeral: માતાને અંતિમ વિદાય આપીને અક્ષય થયો દુખી, બોલિવૂડ સેલેબ્સે આપી સાંત્વના, જુઓ PHOTOS

    અક્ષય કુમાર જે બાળકોને માર્શલ આર્ટ્સ શીખવાડતા હતા તેમાંથી એક બાળકે અક્ષય કુમારને મોડલિંગ કરવા માટેની સલાહ આપી હતી. અક્ષયે જ્યારે ફોટોશૂટ કરાવીને મોડલિંગ કરી તો બં કલાકમાં 5 હજાર રૂપિયા મળ્યા હતા. અક્ષયને લાગ્યું કે આ તો ખુબ જ સારું છે. ઓછી મહેનતમાં આટલા બધા રૂપિયા મળે છે.

    આ પણ વાંચોઃ-શું તમને ખબર છે Asha Bhosle પોતાને કેમ કહે છે અડધા ગુજરાતી, જાણો રસપ્રદ વાતો

    અક્ષય ખિલાડી, મોહરા, ધડકન, અજનબી, મુઝસે શાદી કરોગી, હેરાફેરી, ગરમ મસાલા, જેવી ફિલ્મો માટે પણ જાણિતા છે. આવનારા સમયમાં અક્ષય કુમાર રામસેતુ, રક્ષાબંધન, પૃથ્વીરાજ અને અતરંગી રે જેવી ફિલ્મોમાં દેખાશે.

    ફિલ્મોમાં કામ કરતા સમયે અક્ષય કુમારનું નામ અનેક અભિનેત્રીઓ સાથે જોડાયું હતું. પરંતુ રાજેશ ખન્નાની પુત્રી ટ્વિંકલ ખન્ના સાથે 2001માં લગ્ન કરી લીધા હતા. તેમના પુત્રનું નામ આરવ અને પુત્રીનું નામ નિતારા છે.
    Published by:ankit patel
    First published: